________________
श्रीकुमारविहारशतकम्
વિશેષાર્થ આ શ્લોકમાં ભ્રાંતિમાન્ અલંકાર દર્શાવી એ ચૈત્યની સમૃદ્ધિ વર્ણવેલી છે. તે ચૈત્યમાં કેતકીના પુષ્પના મુગટવાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે તેનું પ્રતિબિંબ નીલમણિની દીવાલ ઉપર પડે છે, તે જોઈ દર્શન તથા પૂજન કરવા આવેલી ગામડાની સ્ત્રીઓ ભુલથી પ્રભુની પ્રસાદીનું પુષ્પ લેવાને હાથ નાખે છે, તે હાથ દીવાલ ઉપર અથડાય છે, તે જોઇ દરેક જોનાર માણસને હસવું આવે છે. ૨૭
३२
-
...
यत्रावासमुपेयुषो भगवतः पार्श्वस्य पुण्याद्भुत प्राप्यैः स्नात्रजलोर्मिभिः सकृदपि स्नाताः कुरंगीदृशः । काश्चित्पूर्णसमृद्धयः सतनयाः काश्चिच्चिरं काश्चन क्षीणाशेषरुजो भवंति विलसत्सौभाग्यभाजः पराः ||२८||
अवचूर्णि :- यत्र आवासं उपेयुषः भगवतः पार्श्वस्य पुण्याद्भुतप्राप्यैः स्नात्रजलोर्मिभिः सकृदपि स्नाताः काश्चित्कुरंगीदृश: पूर्णसमृद्धयः काश्चित्सतनयाः चिरं काश्चन क्षीणाशेषरुजः पराः प्रविलसत्सौभाग्यभाजः भवंति । उपेयुषः प्राप्तस्य कं? आवासं स्थानं उपपूर्वक इणक् गताविति धातौ उपेयाय इति उपेयिवान् 'तत्र क्वसुकानौ' (सिद्धहेम. ५/२/२) इति सूत्रेण क्वसुप्रत्यये 'द्विर्धातु' (सिद्धहेम ४/१/१) इतिसूत्रेण द्वित्वे 'इणः' (सिद्धहेम. २/१/५१) इति इयादेशे 'समानानां ' ( सिद्धहेम. १/२/१) इति सूत्रेण दीर्घत्वे 'अवर्णस्ये.' (सिद्धम. १ / २ / ६ ) इति एत्वे 'क्वसुष्मतौ च' (सिद्धहेम २/१/१०५) इति क्वसोरुषादेशे उपेयुषः सिद्धं ईषदपि ||२८||
,
-
ભાવાર્થ જે કુમારવિહાર ચૈત્યમાં વાસ કરીને રહેલા ભગવાન્ પાર્શ્વનાથ પ્રભુના સ્નાત્ર જલના તરંગો કે જે અદ્ભુત પુણ્યથી પ્રાપ્ત કરી શકાય તેવા છે, તે વડે એક વખત પણ ન્હાએલી મૃગના જેવા નેત્રવાળી સ્ત્રીઓમાં કોઈ પૂર્ણ સમૃદ્ધિવાલી થાય છે,