________________
R
श्रीकुमारविहारशतकम्
अंतर्लब्धप्रवेशैः करनिकरभरैभ्रंशयन्नंधकारप्राग्भारं देवमूर्ति बहिरपि नमतां दर्शयन् सप्रकाशम् । उत्संगे संमुखायाः प्रतिनिदधदयं यत्र रत्नाश्मभित्तेः सौवर्णस्यांशुमाली कलयति करणिं प्रत्यहं दर्पणस्य ॥२२॥
अवचूर्णिः- यत्र अंतर्लब्धप्रवेशैः करनिकरभरैः करनिकरभरैरित्यत्र पौनरुक्त्यां न चायं (दोषः) यथा तृणसमूहैः भृते शकटे भरः इति लोकोक्तिः। अंधकारप्राम्भारं भ्रंशयन् बहिरपि नमतां नराणां सप्रकाशं देवमूर्ति दर्शयन् संमुखायाः रत्नाश्मभित्तेरुत्संगे प्रतिनिदधत् प्रतिबिंबयन् अयं अंशुमाली सूर्यः सौवर्णस्य दर्पणस्य प्रत्यहं करणिं सादृश्यं कलयति । धाग्धातुः शतृप्रत्ययः ततः कृतद्वित्वे नोंते च 'अंतो नो लुग्' (सिद्धहेम. ४/२/ ९४) प्रतिनिदधत् रूपम् । अंशून् मलते धारयति इति अंशुमाली ‘अजातेः शीले' (सिद्धहेम. ५/१/१५४) णिन् वृद्धौ च प्रथमा सि ॥२२॥
ભાવાર્થ - સૂર્ય જે ઉંચા ચૈત્યની અંદર પ્રવેશ થયેલા પોતાના કિરણોના સમૂહથી અંધકારના સમૂહને દૂર કરે છે, પ્રભુની મૂર્તિને બાહર રહી નમસ્કાર કરતા એવા પુરુષોને પ્રકાશ સહિત દર્શાવે છે. અને ચૈત્યના આગળ સન્મુખ આવેલી રત્નમણિની દીવાલના મધ્યમાં પોતાનું પ્રતિબિંબ પાડે છે, તેથી તે સૂર્ય હંમેશાં સુવર્ણના દર્પણની તુલનાને પ્રાપ્ત કરે છે. ૨૨
વિશેષાર્થ - આ શ્લોકમાં સૂર્યને સુવર્ણના દર્પણની ઉપમા આપેલી છે. જે ચૈત્યની સન્મુખ આવેલી દીવાલની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે છે. તે વખતે તેના કિરણો તેની અંદર પડે છે તેથી પ્રભુની મૂર્તિને બાહરથી નમન કરતાં એવા લોકોને પ્રકાશ મળે છે. આ ઉપરથી કવિએ ચૈત્યની અંદર રત્નમણિમય દીવાલો છે, એમ દર્શાવેલું છે. ૨૨