________________
श्रीकुमारविहारशतकम्
૨૩
पश्यन् हाटककुंभपंक्तिमतुलां निर्वर्णयन् पीठिकाम् निध्यायन् विविधा वितानविततीालोकयन् पुत्रिकाः । यस्मिन्मध्यमपूर्वकौतुकशतैः क्षिप्तांतरात्मा चिराद् द्वारस्थैरिव धारितः प्रविशति प्रायेण सर्वो जनः ॥१९॥
अवचूर्णिः- यस्मिन् प्रासादे हाटककुंभपंक्तिं पश्यन् अतुलां पीठिकां निर्वर्णयन् विविधा वितानविततीः निध्यायन् पुत्रिका व्यालोकयन् अपूर्वकौतुकशतैः क्षिप्तांतरात्मा प्रेरितात्मा द्वारस्थैरिव धारितः प्रायेण सर्वो નનઃ વિરાનä પ્રવિરાતિ શા
ભાવાર્થ - જેના મધ્યભાગમાં સુવર્ણના કુંભોની પંક્તિને જોતા, અનુપમ પીઠિકાને નીરખતા, વિવિધ પ્રકારના ઉલ્લેચની શ્રેણીઓને અને પુતળીઓને અવલોકતા સર્વ માણસો અપૂર્વ એવા સેંકડો કૌતુકથી હૃદયમાં વિક્ષેપ પામી જાય છે, તેથી જાણે દ્વારપાળોએ તેમને અટકાવ્યા હોય, તેમ પ્રાયે કરીને તેમાં ઘણા વિલંબે પ્રવેશ કરે
છે. ૧૯
વિશેષાર્થ – જેમ કોઈ રાજદ્વાર વગેરેમાં પ્રવેશ કરવો હોય ત્યારે દ્વારપાલના અટકાવવાથી ઘણા વિલંબે તેમાં પ્રવેશ થાય છે, તેમ કુમારવિહાર ચૈત્યની અંદર પ્રવેશ કરવામાં વિલંબ થાય છે. કારણ કે, તેમાં પ્રવેશ કરતાં માણસો ચૈત્યની કેટલીએક શોભા જોવામાં રોકાય છે, તેથી તેમને અંદર પ્રવેશ કરતાં ઘણી વાર લાગે છે. તે ઉપર કવિ ઉસ્પેક્ષા કરે છે કે, ચૈત્યની અંદર આવેલ સુવર્ણના કળશની પંક્તિ, અનુપમ પીઠિકા, ઉલ્લેચ, અને પુતળીઓની શોભા જોવામાં રોકાએલાં માણસો જાણે દ્વારપાળે અટકાવ્યાં હોય, તેમ ચિરકાલે તેમાં પ્રવેશ કરે છે. તે ઉપરથી સિદ્ધ થયું કે, તે ચૈત્યની અંદર સુવર્ણ કળશની પંક્તિ, પીઠિકા, ઉલ્લેચ અને પુતળીઓ જોવા લાયક છે. ૧૯