________________
(૧૦)
श्रीकुमारविहारशतकम्
અમૃતની વૃષ્ટિ રૂ૫ એવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની દૃષ્ટિ સન્દુરુષોને અંધકારનો નાશ કરી તેજ આપો.
વિશેષાર્થ - આ શ્લોકમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની દષ્ટિનો પ્રભાવ દર્શાવ્યો છે. જે પ્રાણી ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુની દૃષ્ટિ પડે તેને કેટલો અને કેવો લાભ થાય ? તેને માટે તે દષ્ટિને જુદાં જુદાં રૂપક આપેલાં છે. તે દૃષ્ટિ મુક્તિ રૂપી મહેલની નિસરણી છે એટલે જે પ્રાણી ઉપર પ્રભુની દષ્ટિ પડે, તે પ્રાણીને મોક્ષ મળે છે. તેનાથી પ્રાણી પાપરૂપ સમુદ્રને ઉતરી જાય છે. તેને વિદનો થતા નથી, જડતા રહેતી નથી, ત્રણ લોકમાં પ્રકાશ થાય છે, કલ્યાણનું પોષણ થાય છે અને પાપ ફૂપ સરિતામાં પુણ્ય રૂપ અમૃતની વૃષ્ટિ થાય છે. ૬
यज्जन्मस्नात्रपर्वण्यनवरतचलच्चामरालीमरुद्भिविक्षिप्तैरंतरीक्षे विचकिलधवलैर्दुग्धसिंधोः पयोभिः । आकीर्णं शीतरश्मेः क्षणमधितवपुर्निष्कलंकामवस्थां त्रैलोक्यारब्धसेवः स हरतु दुरितं पार्श्वदेवश्चिरं वः ॥७॥
अवचूर्णि:- त्रैलोक्यारब्धसेवः स पार्श्वदेवश्चिरं वो युष्माकं दुरितं हरतु । यज्जन्मस्नात्रपर्वणि अनवरतचलच्चामरालीमरुद्भिः अंतरीक्षे विक्षिप्तैः उत्सारितैः विचकिला मल्लिका तद्वद्धवलैः दुग्धसिंधोः पयोभिराकीर्णं व्याप्तं शीतरश्मेर्वपुः क्षणं निष्कलंका अवस्थां अधित धृतवत् ॥७॥
ભાવાર્થ - જેમના જન્મ સ્નાત્રના પર્વમાં વારંવાર ચલાયમાન થયેલા ચામરોની પંક્તિના પવનોથી આકાશમાં ઉછળેલા ક્ષીરસાગરના મલ્લિકાના વૃક્ષના જેવા ધોળા જળથી વ્યાપ્ત થયેલું ચંદ્રનું શરીર ક્ષણવાર નિષ્કલંક અવસ્થાને પ્રાપ્ત થાય છે અને ત્રણ લોક જેની સેવા કરે છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચિરકાળ તમારા પાપને હરો. ૭
વિશેષાર્થ - શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ સ્નાત્રના ઉત્સવનું