________________
श्रीकुमारविहारशतकम्
.
.
વિશેષાર્થ - આપત્તિને નાશ કરવા માટે ગ્રંથકાર શ્રી પાર્શ્વનાથ પ્રભુને આશીર્વાદરુપે સ્તવે છે. જે પુરૂષે કોઈવાર બીજા કોઈની આપત્તિનો નાશ કર્યો હોય, તે પુરુષ આપત્તિનો નાશ કરવાને સમર્થ થાય છે. તેથી આ શ્લોકમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો કમઠ તાપસની ધૂણીમાં બળતા એવા કાષ્ઠમાંથી સર્પને ઉગારવાનો સંબંધ દર્શાવ્યો છે અને એવા પરદુઃખભંજન પ્રભુ બીજાની આપત્તિને દૂર કરી શકે છે. ૮
आश्चर्यमंदिरमुदारगुणाभिरामं विश्वंभरापणवधूतिलकायमानम् । तेजांसि यच्छतु कुमारविहारनाम
भूमीभुजश्नुलुकवंशभवस्य चैत्यम् ॥९॥ अवचूर्णि:- अथ कुमारविहारस्याष्टोत्तरं शतं काव्यानि । चुलुकवंशभवस्य भूमिभुजः आश्चर्यमंदिरं उदारगुणाभिरामं विश्वंभरापणवधूतिलकायमानं कुमारविहारनाम चैत्यं तेजांसि यच्छतु । विश्वंभरा पृथ्वी सैव पणवधूः वेश्या तस्यासतिलकमिवाचरितं तिलकायमानं 'क्यङ्' इति' यः आनशि ‘अतो म आने' (सिद्धहेम, ४/४/११४) इति मांते तिलकायमानं कुमारविहार इति नाम यस्य तत् चैत्यं प्रासादः । पृथ्व्याः पणवधूपमानं 'पुहुवी नवीनवेलडी पुरुष पुराणा थाइ' इति हेतोः संभाव्यते ॥९॥
ભાવાર્થ - આશ્ચર્યના મંદિરરુપ, ઉદાર ગુણોથી મનોહર અને પૃથ્વીરુપી વારાંગનાના તિલકરુપ એવું ચૌલુક્યવંશી મહારાજા કુમારપાળનું કુમારવિહાર નામે ચૈત્ય તેજને આપો.૯
१ A - इति क्य प्र. यः, २ A - मांते सिद्धं कुमार.