________________
श्रीकुमारविहारशतकम्
સારથિએ સરલ માર્ગે આક્ષેપથી હાંકેલા અશ્વો તે ચૈત્યના શિખરના મોટા તટના પીઠ ઉપર કોરીને ચિતરેલા ભયંકર મુખવાળા સિહોથી ત્રાસ પામતા હતા. અને તેથી તેઓ લગામને નહિં ગણી તે રથને બળાત્કારે આગળ અથવા પાછળ લઇ જતા હતા. ૧૬
૨૦
...
વિશેષાર્થ - આ કાવ્યમાં કર્તાએ કુમારવિહાર ચૈત્યની ઉન્નતિ અને તેની અંદર રચેલી કારીગરી દર્શાવી છે. તે કુમારવિહાર પ્રાસાદ એટલો બધો ઉંચો છે કે, સૂર્યનો રથ તેની નજીક આવે છે. મધ્યાહ્નકાળે જ્યારે સૂર્યનો રથ તેના શિખર ઊપર આવે છે, તે વખતે ત્યાં કરેલી સિંહની પ્રતિમાઓ જોઇ સૂર્યના રથના ઘોડા ચમકી જાય છે, તેથી સૂર્યના સારથિ અરુણને તે ઘોડાને હાંકવામાં ઘણી મુશ્કેલી પડે છે. આ વર્ણનમાં કવિએ અતિશયોક્તિ અલંકાર દર્શાવ્યો છે અને તે સાથે પ્રસ્તુત વસ્તુનું મનોરંજક વર્ણન કરી બતાવ્યું છે. ૧૬
त्रिस्थानीसंनिवेशप्रणयसुरभिणो वल्लकीनादभाजस्तृष्णावेशादशेषस्वरलयघटनास्फीतगीतामृतस्य । उत्कर्णं व्योम्नि तिष्ठन् प्रतिपदरचनां रात्रियात्रास्वतंद्रचांद्रः कालत्रयेऽपि प्रथयति महतीं यत्र राकां कुरंग: ॥ १७ ॥
अवचूर्णि :- यत्र रात्रियात्रासु त्रिस्थानीसंनिवेशप्रणयसुरभिणः वल्लकीनादभाजः अशेषस्वरलयघटनास्फीतगीतामृतस्य तृष्णावेशात् प्रतिपदरचनां उत्कर्णं व्योम्नि तिष्ठन् अतंद्रश्चाद्रः कुरंगः कालत्रयेऽपि महतीं राकां प्रथयति । तृष्णावेशः आटोपः । त्रयाणां स्थानानां द्रुतविलंबितमध्यरूपाणां समाहारः त्रिस्थानी अथवा गीतनृत्यवादित्रत्रयमिति त्रिस्थानी अथवा नाभिहृदयकंठत्रयमिति त्रिस्थानि तस्याः संनिवेशो रचना तत्र प्रणय आश्लेषः तेन सुरभि मनोज्ञम् । अशेषाः संपूर्णाः ये स्वराः षड्जऋषभादयस्तेषां
...