________________
श्रीकुमारविहारशतकम्
भवाः ग्राम्याः यञ्प्रत्ययः । कर्पूरपूर आत्मा येषां ते कर्पूरपूरात्मका स्वरुपे ઃ ||૪ો.
ભાવાર્થ - બાહરથી વેગવડે આવેલા લોકો જે ચૈત્યની અંદર સુવર્ણની કુંભાવળીને (કુંભીને) ચંદ્રની કાંતિથી રુપાની કરતા એવા થાંભલાઓને જોઇ જુદા જુદા તર્ક કરે છે. ગામડીઆ લોકો તેમને દુધના બનેલા ધારે છે. વિલાસી હૃદયવાળા રસિકપુરુષો તેમને કપૂરના પૂરથી બનેલા માને છે. ધાતુવાદની ભ્રાંતિને ધારણ કરનારા પુરુષો તેમને પારાના રસને સ્થિર કરી બનાવેલા જાણે છે અને સોની લોકો તેમને રુપાના બનેલા માને છે. ૧૪ ' વિશેષાર્થ - આ શ્લોકથી તે ચૈત્યની અંદર આવેલા કલશોનું સૌંદર્ય વર્ણવેલું છે. ખરી રીતે તો તે થાંભલાઓની કુંભીઓ સુવર્ણની છે, પણ તે ઉપર ચંદ્રની કાંતિ પડવાથી એટલા બંધા ધોળા દેખાય છે કે, જેમને જેનારા લોકો વિવિધ જાતની કલ્પનાઓ કરે છે. કલ્પના કરનારા લોકોએ જે કલ્પના કરી છે, તે તેમની જાતિને અનુસરીને કરેલી છે. ૧૪ यस्मिन्नालोक्य मत्त्यैर्विकटमपि कृतं संकटं रंगमध्यं प्रेक्षोत्का नाकनार्यो रुचिरमणिशिलापुत्रिकाणां छलेन ।
आरूढाः काश्चिदुच्चैः प्रबलरभसया मंडपं काश्चिदुच्चं स्तंभानां प्रांतमन्याः शिखरपृथुतटीमेखलां काश्चिदुच्चाम् ॥१५॥ ____ अवचूर्णि:- यस्मिन् विकटं विस्तीर्णमपि रंगमध्यं मयैर्मनुष्यैः संकटं संकीर्णं कृतं आलोक्य रुचिरमणिशिलापुत्रिकाणां छलेन प्रेक्षोत्काः विलोकनीयोत्कंठलाः काश्चिन्नाकनार्यः प्रबलरभसया उच्चैः स्थानं काश्चिदुच्चं मंडपं अन्याः स्तंभानां प्रांतं काश्चित् उच्चां शिखरपृथुतटीमेखलां आरूढाः संतीति गम्यं रभसाशब्द आकारांतोऽपि पुंस्त्रीलिंगत्वात् ॥१५॥