________________
श्रीकुमारविहारशतकम्
તેના ગર્વનો નાશ કરે છે. તેવી શ્વેત કાંતિ શ્વેત કાંતિવાળા પ્રભુની સાથે રહેલા સર્પની રસનાનો યોગ પામેલી છે, તેથી એ કાંતિની ઝાંઇ એવી પ્રસરે છે કે, તે જોઇ જગના લોકોને જાણે પ્રભુ ઉપર ક્ષીરની ધારા થતી હોય, એવી શંકા ઉત્પન્ન કરાવે છે. આવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ મોક્ષલક્ષ્મી આપવાને સમર્થ છે. જે મોક્ષલક્ષ્મીને આપવાને સમર્થ હોય તે મંગળના સ્થાનરૂપ તથા સુખના સમુદ્ર રુપ હોવા જોઈએ, તેથી ગ્રંથકાર તેમને તેવા વિશેષણો આપે છે કે, શ્રી પાર્શ્વનાથ પ્રભુ મંગળોના સ્થાન રુપ છે અને સુખમય અમૃતના નિરવધિ સાગરુપ છે. પ निःश्रेणिर्मुक्तिधाम्नः स्फुरदुरुदुरितोदन्वदुत्तारसेतुः केतुर्विघ्नोदयानां जडिमदिनपतिर्भूर्भुवः स्वः प्रदीपः । कुल्या कल्याणवल्ल्याः कलुषसुरसरित्पुण्यपीयूषवृष्टिदृष्टिः पार्श्वस्य तेजांस्युपनयतु सतां संहरंती तमांसि ॥ ६ ॥
...
अवचूर्णि:- मुक्तिधाम्नो निःश्रेणिः स्फुरदुरुदुरितोदन्वदुत्तारसेतुः विघ्नोदयानां केतुः जडिमदिनपतिः भूर्भुवः स्वः प्रदीपः कल्याणवल्ल्याः कुल्या कलुषसुरसरित्पुण्यपीयूषवृष्टिः तमांसि संहरंती पार्श्वस्य दृष्टिः सतां तेजांसि उपनयतु वृद्धिं नयतु । स्फुरंति च उरूणि च स्फुरदुरूणि तानि च दुरितान्येव उदन्वान् समुद्रः तस्योत्तारः तत्र सेतुरिव सेतुः । जडिमनि जाड्ये पक्षे मूर्खत्वे વિનપતિઃ । ત્યા નીષ્ઠા ||૬||
ભાવાર્થ - મોક્ષ રુપ મહેલની નિસરણી રુપ, સ્કુરાયમાન એવા મોટા પાપ રુપ સમુદ્રને ઉતરવાની પાજ (પુલ) રુપ, વિઘ્નોના ઉદયમાં ધ્વજા રુપ, જડતામાં સૂર્ય રુપ, ત્રણ લોકમાં દીપક રુપ, કલ્યાણ રુપ લતામાં નીરુપ અને પાપ રુપી મહા નદીમાં પવિત્ર ૧ ધ્વજા મંગળરૂપ હોવાથી વિઘ્નનો નાશ કરનાર છે.