________________
श्रीकुमारविहारशतकम्
XXIII
૧૦) દરરોજ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજીના ચરણોમાં દ્વાદશાવર્ત
વંદન કરતા હતા. ૧૧) તેમને વંદન કર્યા પછી ક્રમથી બધા સાધુઓને વંદન કરતા હતા. ૧૨) જે શ્રાવક પ્રથમ પૌષધાદિ વ્રત કરે તેને વંદન કરતા હતા, સન્માન
અને દાન આપતા હતા. ૧૩) ૧૮ દેશોમાં અમારી પડહ વગડાવ્યો હતો. ૧૪) પક્ષપાત વિના બધાનો ન્યાય કરતા હતા. ૧૫) અન્ય પણ ૧૪ દેશોમાં પોતાના ધન અને મિત્રતા વડે જીવોની
રક્ષા કરાવી. ૧૬) ૧૪૪૪ નવા જિનમંદિર નિર્માણ કરાવ્યા. ૧૭) ૧૬૦૦ જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૧૮) ૭ વાર તીર્થયાત્રા કરી.
પ્રથમવ્રતની આરાધના -
નિરપરાધીને “મારો” એમ કહેવા પર એક ઉપવાસ કરવો. બીજાવ્રતની આરાધના -
ભૂલથી જુઠું બોલાઈ જાય તો આયંબિલ વગેરે તપ કરવો. ત્રીજાવ્રતની આરાધના -
નિઃસંતાનનું ધન ન લેવું. ચતુર્થવ્રતની આરાધના -
જૈનધર્મ સ્વીકાર્યા બાદ વિવાહ કરવાનો ત્યાગ કર્યો. ચોમાસાના ૪ મહિના મન, વચન, કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મનથી શીયળનો ભંગ થાય તો એક ઉપવાસ કરતા, વચનથી શીયળનો ભંગ