________________
XXII
श्रीकुमारविहारशतकम्
મહારાજા કુમારપાળની આરાધના
કુમારપાળ મહારાજાએ સમ્યકત્વ મૂળ બાર વ્રતોનું પોતાના જીવનમાં પાલન કર્યું હતું. સમ્યકત્વની આરાધના - ૧) તેઓ દરરોજ ત્રિકાળ જિનપૂજા કરતા હતા. ૨) આઠમ, ચૌદસ વગેરે પર્વતિથિએ ઉપવાસસહિત પૌષધ કરતા
હતા અને પારણે કોઈ પુરૂષ દષ્ટિગોચર થાય તેને યથાર્થવૃત્તિદાન
આપી સંતુષ્ટ કરતા હતા. ૩) પોતાની સાથે પૌષધ કરનારાઓને કુમારપાળ મહારાજા પોતાના
મહેલમાં પારણુ કરાવતા હતા. ૪) પોતાના ગરીબ અને સાધનહીન સાધર્મિકોનો ઉદ્ધાર કરવામાં
સદા તત્પર રહેતા હતા. એ માટે દરરોજ એક હજાર દીનારનો
ખર્ચ કરતા હતા. ૫) એક વર્ષમાં સાધર્મિક ભક્તિનિમિત્તે એક કરોડ દીનારનો વ્યય
કરતા હતા. એમ ૧૪ વર્ષમાં સાધર્મિકભક્તિમાં ૧૪ કરોડ
દીનારનો સદુપયોગ કર્યો. ૬) ૯૮ લાખ રૂપિયા ઉચિતદાનમાં ખરચ્યા. ૭) નિઃસંતાન વિધવાઓનુ ૭૨ લાખ રૂપિયાનું ઋણ માફ કર્યું. ૮) ૨૧ જ્ઞાનભંડાર તૈયાર કરાવ્યા. ૯) સ્વદ્રવ્યથી ૯૬ કરોડ રૂપિયાના ખર્ચે ‘ત્રિભુવનપાલવિહાર' નામે
જિનમંદિર બંધાવ્યું. તેમાં દરરોજ સ્નાત્ર મહોત્સવ કરતા હતા.