Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ | પરિચય શ્રી હીરાભાઈ ઠક્કરનાં પ્રવચનોના સારરૂપે અત્યાર સુધીમાં ગુજરાતી ભાષામાં સાત પુસ્તકો બહાર પડેલાં છે. (૧) કર્મનો સિદ્ધાંત આ પુસ્તકની લગભગ પાંચ લાખ પ્રતો (નકલો) ભારતમાં તથા અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, આફ્રિકા વગેરે દેશોમાં વહેંચવામાં આવેલી છે. આ પુસ્તકનો હિંદી, મરાઠી, સિંધી, તેલુગુ તથા અંગ્રેજી ભાષાઓમાં અનુવાદ થયેલ છે. (૨) વેદાન્ત-વિચારઃ વેદાન્ત જેવા અઘરા વિષય ઉપર તેમણે પ્રવચનો આપેલાં જે સૌ પ્રથમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ વિમલ (નરોડા)એ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરેલ છે. આ પુસ્તકનો હિંદી તથા મરાઠી ભાપામાં અનુવાદ થયેલ છે. (૩) મૃત્યુનું માહાભ્ય: આ પુસ્તક જાન્યુઆરી ૧૯૯૦માં પ્રથમ પ્રસિદ્ધ થયેલ છે. આ પુસ્તકનો હિંદી તથા મરાઠી ભાષામાં અનુવાદ થયેલ છે. (૪) શ્રીમદ્ ભગવદ્દગીતા ભાવાર્થ (અધ્યાય ૧ થી ૬ - કર્મયોગ) : તા. ૧-૩-૧૯૯૨ના રોજ પ્રગટ થયેલ છે. જીવનજ્યોત ટ્રસ્ટના ઉપક્રમે પૂ. ગીતાભારતીજીની નિશ્રામાં શ્રી રમણભાઈ રંગવાળાના હસ્તે હરિહરાનંદ આશ્રમમાં તેનું વિમોચન થયું હતું. (૫) શ્રીમદ્ ભગવદ્દગીતા ભાવાર્થ (અધ્યાય ૭ થી ૧૨ - ભકિતયોગ) : તા. ૨-૧૦-૧૯૯૦ ગાંધી જયંતીના દિવસે રિલાયન્સના જીવનજ્યોત ટ્રસ્ટના ઉપક્રમે પ.પૂ. શ્રી મનુવર્યજી મહારાજની નિશ્રામાં ટાગોર હોલમાં શ્રી રમણભાઈ રંગવાળાના શુભ હસ્તે વિમોચન વિધિ થયેલી છે. (૬) શ્રીમદ્ ભગવદ્ગીતા ભાવાર્થ (અધ્યાય ૧૩ થી ૧૮ - જ્ઞાનયોગ) : એપ્રિલ ૧૯૯૧માં પ્રગટ થયેલ છે. (૭) ગીતા નવનીત : ગીતા નવનીત એટલે કે ગીતાનું તારવેલું માખણ. આ પુસ્તકનું તા. ૪-૩-૨૦૦૦, મહાશિવરાત્રીના રોજ પૂજ્ય શ્રી ગીતાભારતીજીના વરદ્ હસ્તે વિમોચન કરવામાં આવેલ છે. ત્યારબાદ તે મરાઠી ભાષામાં પણ અનુવાદ કરીને પ્રગટ કરવામાં આવેલ છે. શ્રી હીરાભાઈ ઠક્કર ૩૮ વર્ષની રેવન્યુ ખાતાની નોકરી કરીને ૫૮ વર્ષની ઉંમરે ઑગસ્ટ ૧૯૭૬માં ડેપ્યુટી કલેકટરની ગ્રેડમાં રિટાયર્ડ થયેલા છે. તેમની નોકરી દરમિયાન તેમની જ્યાં જ્યાં બદલી થઈ ત્યાં ત્યાં તેમણે વેદાન્ત, ઉપનિપદો, ગીતા, રામાયણ, ભાગવત ઉપર અનેક પ્રવચનો આપેલાં છે. ઠાસરા સત્સંગ મંડળમાં, સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજમાં, ભુજ (કચ્છ)માં તથા કચ્છ જિલ્લામાં પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી (દાદા)નાં તમામ સ્વાધ્યાય-મંડળમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 110