Book Title: Kapadvanajni Gaurav Gatha Author(s): Popatlal Daulatram Vaidya, Kanchansagarsuri, Publisher: Agamoddharak Granthmala View full book textPage 8
________________ પ્રકાશકીય અમારી આ ગ્રંથમાળાની સ્થાપના પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રીમાણેયસાગરસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી કપડવણજ મુકામે થઈ અને “આગમેધારક ગ્રંથમાળા' એવું નામ અપાયું. તે અમારી આ સંસ્થાએ આજ સુધીમાં ઓગસાઠ ધાર્મિક ગ્રંથ પ્રકાશન કર્યા છે. છેલ્લાં તેમાં શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શનનાં ત્રણ વાલ્યુમે પ્રસિદ્ધ કર્યા. (૫૭, ૫૮, ૫૯) આ ગ્રંથ “શ્રીકપડવણજની ગૌરવગાથાના લેખક ડે. પોપટલાલ ડી. વેદ્ય હતા. પરંતુ તેમના અવસાનને લીધે આ કામ તેમના સુપુત્રો છે. અમિતભાઈ ડે. વિનોદભાઈ અને શ્રીપંકજભાઈએ સંભાળ્યું અને છાપવાનું શરૂ કરાવ્યું, પણ ડો. પોપટલાલ વૈદ્ય, પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીકંચનસાગરસૂરિ મહારાજ સાહેબના બાળસહાધ્યાયી હતા મને આ ગ્રંથમાં જૈનેના અનેક પુરાવાઓ તેમણે પૂરા પાડયા હેઈ, તેમની સાથે અવારનવાર પત્રવહેવાર ચાલતે અને તે દરમ્યાન જાણવા મળ્યું કે ડે. પિપટલાલ અવસાન પામ્યા છે, એટલે તેમના સુપુત્રો પાસેથી આ ગ્રંથનું સંપાદનકાર્ય આચાર્ય શ્રીકંચનસાગરસૂરિ મહારાજ સાહેબે લીધું અને આ ગ્રંથને તેમણે આરંભ કર્યો. સૌ કોઈ આ ગ્રંથને જોઈ તેને આદર કરશે એ ભાવના. આ ગ્રંથમાં જેમણે જેમણે સાથ સહકાર આપ્યા છે, તે સર્વને અમે સાચા દિલથી આભાર માનીએ છીએ. ગ્રંથમાં જે કાંઈ ક્ષતિ હોય તે સુધારી વાંચવા વિનંતિ છે. સં. ૨૦૪૦ શ્રાવણ વદ ૫ ૧૭ ઓગસ્ટ ૧૯૮૪ કપડવણુજ, આગમકારક ગ્રંથમાળા-કાર્યવાહક મણલાલ જયચંદ શાહPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 332