SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય અમારી આ ગ્રંથમાળાની સ્થાપના પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રીમાણેયસાગરસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી કપડવણજ મુકામે થઈ અને “આગમેધારક ગ્રંથમાળા' એવું નામ અપાયું. તે અમારી આ સંસ્થાએ આજ સુધીમાં ઓગસાઠ ધાર્મિક ગ્રંથ પ્રકાશન કર્યા છે. છેલ્લાં તેમાં શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શનનાં ત્રણ વાલ્યુમે પ્રસિદ્ધ કર્યા. (૫૭, ૫૮, ૫૯) આ ગ્રંથ “શ્રીકપડવણજની ગૌરવગાથાના લેખક ડે. પોપટલાલ ડી. વેદ્ય હતા. પરંતુ તેમના અવસાનને લીધે આ કામ તેમના સુપુત્રો છે. અમિતભાઈ ડે. વિનોદભાઈ અને શ્રીપંકજભાઈએ સંભાળ્યું અને છાપવાનું શરૂ કરાવ્યું, પણ ડો. પોપટલાલ વૈદ્ય, પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીકંચનસાગરસૂરિ મહારાજ સાહેબના બાળસહાધ્યાયી હતા મને આ ગ્રંથમાં જૈનેના અનેક પુરાવાઓ તેમણે પૂરા પાડયા હેઈ, તેમની સાથે અવારનવાર પત્રવહેવાર ચાલતે અને તે દરમ્યાન જાણવા મળ્યું કે ડે. પિપટલાલ અવસાન પામ્યા છે, એટલે તેમના સુપુત્રો પાસેથી આ ગ્રંથનું સંપાદનકાર્ય આચાર્ય શ્રીકંચનસાગરસૂરિ મહારાજ સાહેબે લીધું અને આ ગ્રંથને તેમણે આરંભ કર્યો. સૌ કોઈ આ ગ્રંથને જોઈ તેને આદર કરશે એ ભાવના. આ ગ્રંથમાં જેમણે જેમણે સાથ સહકાર આપ્યા છે, તે સર્વને અમે સાચા દિલથી આભાર માનીએ છીએ. ગ્રંથમાં જે કાંઈ ક્ષતિ હોય તે સુધારી વાંચવા વિનંતિ છે. સં. ૨૦૪૦ શ્રાવણ વદ ૫ ૧૭ ઓગસ્ટ ૧૯૮૪ કપડવણુજ, આગમકારક ગ્રંથમાળા-કાર્યવાહક મણલાલ જયચંદ શાહ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy