SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મારી વાત કંઈક કહેવું છે? જનતા જનાર્દનનાં ચરણેમાં લાંબા સમય બાદ, આપણા વતન કપડવણજના ભવ્ય ભૂતકાળની આછી ઝાંખી અને વર્તમાનકાળની મીઠી યાદ લોકકથા, દંતકથા, વિદ્યમાન સાહિત્યકારોના સંગ્રહમાંથી લે, તામ્રપત્ર, પ્રતિમાજીના લેખમાંથી, મંદિર-મસ્જિદની ભીંતેમાંથી, મુરબ્બી નગરજનોની વાણીમુખે જે કાંઈ પ્રાપ્ત થયેલ, તે જન્મભૂમિની ગૌરવગાથારૂપે તૈયાર કરી, જેટલા સ્વરૂપે જડ્યું, તેટલા જ પ્રમાણમાં જનતા સમક્ષ રજૂ કરી શકે, એ પરમકૃપાળુ પરમાત્માની કૃપા છે. તે રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું ને ત્રુટિ ક્ષતિ બદલ જનતા જનાર્દનની ક્ષમા યાચું છું. કર્પટવાણિજ્ય-પ્રાચીન કર્પટવાણિજ્ય [કપડવણજ કપડવંજ એ સમયે સમૃદ્ધ દશામાં હતું. અર્વાચીન યુગમાં સાહસ જેને શ્વાસ છે, એવા સમૃદ્ધ નગરોમાં જેની ગણના થાય છે, તેવા આ નગરને હૃદયપૂર્વક વંદન કરીએ. ( વિશ્વમાં દરેક પ્રજા નગર સ્થળને પિતાને આગ સ્વતંત્ર ઈતિહાસ હોય છે. ઈતિહાસ એ ધરતી વ્યક્તિઓની યશગાથા ગૌરવ છે. જ્યાં સંસ્કાર, શૂરવીરતા, આત્મ સમર્પણની ભાવના છે, તેની યાદગીરી શિલાલેખે, સ્તંભ, તેરણ કે પ્રતિમાઓ દ્વારા રહે છે. એ ભૂમિનાં સંસ્કૃતિનાં મરણ-સંકેત છે, પ્રજામાં પૌરુષ અને શૌર્યનું સિંચન કરે છે. ઇતિહાસ - આપણા પૂર્વજોના સદ્દગુણેની શૂરવીરતાની શંકાઓ પણ થાય, પણ સત્ય દાખવનારે ઈતિહાસ પર શ્રદ્ધા રાખી તેનું સન્માન કરવું જોઈએ. એ. ' પ્રાચીન વા-મૂતિએ-તોરણે વગેરેના અભ્યાસ પરથી એટલું તે ચોક્કસ કહી શકાય કે આવાં સ્થળની આસપાસ માનવ વસ્તીવાળું નાનું મોટું નગર જરૂર હોઈ શકે જૂના અવશે ભલે દટાઈ ગયાં હોય પરંતુ કાળકૃપાએ કેઈક સ્થળે દેખાય છે તેમાં નવાઈ નથી. - પ્રાચીનતા – આપણા પ્રાચીન કપડવણજની ધરતી પ્રાતઃ સ્મરણીય ભગવાન શ્રીરામચંદ્રજીનાં પવિત્ર ચરણેથી પાવન થયેલી છે, તેમ જ મહાભારતના સમયે પાંડુ પુત્રનાં પણ પગલાં થયેલાં છે. આ ધરતી પર સંતે, સાધુઓ, શુરવી, કવિઓ, કલાકાર, રાજનીતિ, જનતાની સેવાના ભેખધારીઓ, કર્મકાંડીઓ, તિવું શાસ્ત્રીઓ આયુર્વેદ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy