SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ મારી વાત જ્ઞાતાઓ, જન્મભૂમથી ધન્ય બનનારા અનેક ધર્મનિષ્ઠ કામગી શ્રેષ્ટિ આદિઓએ જન્મ લીધા છે ને યજ્ઞમય જીવન જીવ્યા છે. રાષ્ટ્રલડત – સને ૧૯૩૦માં રાષ્ટ્રલડતના મંડાણ થયાં, ખેડા જિલ્લાના કપડવણજ તાલુકાના રામક્ષેત્ર(લસુંદ્રા-લુણપુર)ને મીઠાના સત્યાગ્રહના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું. તા. ૧૨-૩-૧૯૩૦ના દિને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતીથી મીઠાના સત્યાગ્રહ માટે પ્રસ્થાન કર્યું, તે તા. ૬/૪/૧૯૩૦ ને દિને લસુંદ્રા મુકામે માણસાઈના દીવા પ્રગટાવનાર પૂ. રવિશંકર મહારાજની ટુકડી સાથે આપણા લાડીલા સૌન્દર્યદશી કવિ શ્રી રાજેન્દ્રભાઈ શાહે પણ પ્રયાણ આદરેલું. ત્યારે તે વખતના મેયર શ્રીમાધવલાલ નાથાલાલ કિાકુજી) પણ સાથે ગયેલા. વ્યાયામપ્રણેતા શ્રીકુબેરભાઈ તથા શ્રીધનવંતભાઈ માણેકલાલ રોફ ધારાસણા ગયેલા. લડતમાં જોડાવા માટે વિદ્યાથીએ શાળાનો અભ્યાસ છેડી, સૈનિક તરીકે જોડાયા હતા. શ્રીપરીક્ષિતરાય ભેગીલાલ ત્રિવેદી તથા મારે ફાળે સૈનિકેની જવાબદારી આવેલી. વડીલે ગિરફતાર થતા ગયા ને લડતને વેગ સહેજ મળે પશે, ત્યારે કેટલાક લેકે આપણું વતન કપડવણજ માટે નિરાશા ઉપજાવે તેવી ક્ષુલ્લક વાતે વારંવાર સંભળાવતા, પણ એ બધી કિંવદત્તીઓ જ રહી, કેમકે ઈતિહાસ કંઈક જુદું જ કહે છે. રાત્રિના સમયે અમે બાળસ્નેહીઓ, શ્રીપરીક્ષિતરાય ભેગીલાલ ત્રિવેદી, સ્વ. શ્રી ગેવિંદભાઈ અંબાલાલ જોશી, મુ. શ્રીનગીનભાઈ વાડીલાલ ગાંધીના એટલે બેસી વતનની વાત કરતા, કે શું આ ક્ષુલ્લકવાત-આક્ષેપોમાં સત્ય હશે? આંતરમન તો ના જ પાડતું. સં૫ – બાળપણમાં મારા પૂ. પિતાશ્રી સાથે પ્રાર્થના બાદ અમે સર્વે રજવાડા વિશે, પોતાના અનુભવો વિશે, કપડવણજના ઈતિહાસની આછી ઝાંખી વાતે, જૈનાચાર્યોની જ્ઞાનગોષ્ઠી, દંતકથાઓ તથા લવારીઆઓની લૂંટો, પ્રજા કેવી રીતે તેને સામને કરતી તે વિશે ગામના ધનાઢ઼ની જાહોજલાલીની વાત વગેરે વિશે ઘરઆંગણે ચર્ચા કરતા. તે સમયે પૂ. માસ્તરસાહેબ શ્રીમહાસુખરામ નરસિંહરામ ભટ્ટ રચિત એક નાનકડી પુસ્તિકા “કપડવણુજનું વર્ણન મળી અને તે પુસ્તિકાઓ અમારા વિચારોને આગળ ધપાવ્યા. ત્યારે જ સંકલ્પ કર્યો કે મહાકાળની કૃપા હશે તે આપણું ગામ કડીબદ્ધ ઇતિહાસ તૈયાર કરે. રાષ્ટ્રીય લડત સમયે ગાવા માટે કા–લેખેની નાનકડી પુસ્તિકા કાવ્યકુસુમ' તૈયાર કરાવી, ત્યારે તેમાં જાહેર કરવામાં આવ્યું કે કપડવણજને ઈતિહાસ કપડવણજની ગૌરવગાથા રજૂ કરવામાં આવશે. ઉત્સાહ – ગાંધી-ઈરવીન કરાર બાદ ફરી શાળામાં જોડાયા. તે સમય દરમ્યાન, પુસ્તકોના વાચન માટે વડીલો પાસે હૈયું ખેલી વાત કરી. સ્વ. મુ. વાડીકાકા (શ્રી
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy