________________
કપડવણજની ગૌરવ ગાથા વાડીલાલ લીંબાભાઈ ગાંધી) શ્રી ચંદુભાઈ હસમુખભાઈ ગાંધી, શ્રીવાડીલાલ હરજીવનદાસ, શ્રી મણીભાઈ વાડીલાલ ગાંધી ઇતિહાસની વાત કરે, તેમના જયેષ્ઠ પુત્ર શ્રીનગીનભાઈ વકીલે કેર્ટમાંથી બેમ્બે ગેઝેટિયર્સ' લાવી આપ્યું. કેટેની સામે જ રહેતા એક દક્ષિણભાઈ પાસેથી જમાબંધી વાંચવાને લાભ અપાવે. કેર્ટ ચગાનનાં કેટલાંક વર્ણને તથા કેટલાંક કથાનકો કહેવાથી અમારે ઉત્સાહ વધતે.
ઈ. સ. ૧૯૩૮માં નડીયાદની “મહાગુજરાત આયુર્વેદ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યું. વિદ્વાન આચાર્ય પુ. શ્રીસુંદરલાલ નાથાલાલ જોષીના સંપર્કમાં વધુ આવવાથી તેમના દ્વારા ગુજરાતનાં ઈતિહાસનાં સારાં એવાં પુસ્તકોને લાભ મળે. તેમના દ્વારા બેએ મ્યુઝિયમાં તામ્રપત્રો પણ જોવા મળ્યાં. કર્પટવાણિજ્ય શબ્દ ફરી વાં. નડીયાદની ડાહી લક્ષમી લાયબ્રેરી અને કપડવણજની “શ્રી પૂ. હ. મહાજન લાયબ્રેરીનુ સાહિત્ય અને તેમાં પણ પરમ સનેહી શ્રીમધુસુદનભાઈ પરસોત્તમભાઈ ત્રિવેદીને સહકાર આ કાર્યને આગળ ધપાવવામાં પ્રેત્સાહન રૂપ બને.
સહાયકે – મારા સહાધ્યાયીઓમાં શહેર કાજીભાઈ શ્રી બદરૂદીન મહમદમીયાં તથા કઠાની મસ્જિદવાળા અમેરશાએ મુસ્લિમ ઇતિહાસના સારા એવા માર્ગદર્શક બનેલા. પડોશીમિત્ર, લડતના સેનાની શ્રીચંદુલાલ મથુરદાસ પંચાલ સાથે સાથે ફર્યા અને પ્રાચીન અર્વાચીન સ્થળોના ફટાએ લીધા. પળે પળે કુર્યા, દેવસ્થાને વગેરે રથળની મૂર્તિઓ એકત્રિત કરી. માતૃભૂમિના સપૂત પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય આગમદ્વારક પૂ. આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં દર્શન વંદનને લાભ મળે. પૂજ્યશ્રીના શિષ્ય મારા બાળસહાધ્યાયી, આચાર્ય શ્રી કંચનસાગરસૂરિ મહારાજ સાહેબે કપડવણજ અંગે જે કંઈ જૈન દષ્ટિએ માહિતીઓ, શિલાલેખેનું સંશોધન કરેલ તે અને મને મારી જરૂરતનું તમામ સાહિત્ય આશિષ સાથે પ્રેમથી સેંડું. આ ગ્રંથની હસ્તપ્રત થડાક સમય માટે કપડવણજના સપૂત જૈનધર્મ સાહિત્યના તિર્ધર આગમપ્રભાકર પ્રાતઃ સ્મરણીય પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબને માર્ગદર્શન માટે આપવામાં આવેલી, તે પૂજ્ય શ્રી ગુજરાતમાં કપડવણજ મુકામે પધારેલા ત્યારે આશીર્વાદ સહ પરત કરેલી.
ગુજરાતના સારસ્વતેમાં સહાધ્યાયી આચાર્ય શ્રી ધીરજલાલ પ્રાણજીવનદાસ પરીખ દ્વારા મને વલ્લભવિદ્યાનગરના વિદ્વાન–પુરાતત્વ વિભાગના વડા ડો. અમૃત વસંત પંડ્રયાને પરિચય થયું. તેઓશ્રીએ હસ્તપ્રત વાંચી, આલબમ જોયું અને અમારી ભાવનાથી તેઓ શ્રીના સંશોધનમાંથી જરૂરી સાહિત્યને ઉપયોગ કરવાની સંમતિ દર્શાવી.
" સને ૧૫૦ થી પર ના અરસામાં ચરેતર સર્વસંગ્રહ પ્રકાશિત થવાનો હોઈ, તેના પ્રકાશક શ્રી છોટુભાઈ પટેલ નડિયાદની “મહાગુજરાત હેસ્પિટલમાં મળેલા તે યા