________________ રાજા તેમનું આવું જ્ઞાન જઈ બહું પ્રભાવિત થયો અને પાછે. વળી માનપાન સહિત પોતાની નગરીમાં લઈ ગયો અને ગુરુપદે સ્થાપ્યા. પછી એકદા ચાર નવા બ્લેક બનાવીને રાજસભામાં રાજાને સંભળાવ્યા. તેના બોધથી રાજા એવો તો પ્રસન્ન થયો કે એકેક શ્લોક ઉપર એકેક દિશાનું રાજ્ય મુનીને સમર્પણ કર્યું મુનીએ કહ્યું અમે તે વિતરાગના સાધુ અમારે વળી રાજ્યની શું મતલબ. તે તે હું તને પાછું સુપ્રત કરું છું. પણ રાજાએ કંઈક પણ સ્વીકારવા ખુબજ આગ્રહ કર્યો ત્યારે મુનીએ માગ્યું કે તારે રોજ એક કલાક અમારી પાસે ધર્મોપદેશ સાંભળવો. હવે મુની પાલખીમાં બેસીને રોજ સવારે રાજમહેલે ધર્મોપદેશ કરવા જવા લાગ્યા. એક દિવસે પાત:કાળે મુની ક્ષિપ્રા નદીના કાંઠે આવેલ રાજાના મુજસ્થાન એવા મહાકાલ પ્રસાદ નામે શિવાલયમાં જઈને શીવલિંગ તરફ પોતાના પગ સ્થાપી સુઈ ગયા. જ્યારે લેકો દર્શને આવ્યા, ત્યારે આ જોઈ, ગુસ્સે થયા; અને સાધુને પગ લઈ લેવા કહ્યું. પણ મુનીએ નહિ ગણકારતા રાજાને વાત કરી, રાજા પણ આ સાંભળી બહુ ક્રોધે ભરાયો અને આજ્ઞા કરી કે સાધુ ન સમજે તો પગ. ખેસવીને કે મારીને પણ હટાવે. અનુચરેએ તે પ્રથમ પગ ઘુંટાવવા પ્રયાસ કર્યો, પણ જેમ હટાવે તેમ ત્યાંજ પગ દેખાય તેથી મારવા લાગ્યા. તે મુની હસવા લાગ્યા પણ જે પ્રહાર પડતા તે અંતપુરમાં રાણુઓને વાગવા લાગ્યા. તેથી તો હાહાકાર મચી ગયો. રાજાને જાણ થઈ તરત શિવાલયે દોડી ગયો. સાધુને જુએ તો અરે આ તો પોતાના ગુરુ. લોકોને મારતા રોકયા અને ગુરુને વિનંતિ કરી કે આ પણ અમારા મોટા દેવ છે અને પૂજા કરવા યોગ્ય છે છતાં આમ પગ કેમ રાખ્યા છે? તેમને તમે પણ વંદન કરે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust