________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અનન્ય માહાસ્ય અને ફરી કહી બતાવ્યું છે. આજ ભાવ શ્રી ભક્તામર સ્તોત્ર ગાથા-૪માં કહ્યું છે. કેવળી ભગવાન પોતે અનુભવે છતાં પણ શુદ્ધ આત્માના સર્વ ગુણોને કહી શકે નહિ તેનું રહસ્ય તેમની શકિત તે ગુણોનું વર્ણન કરવા જેટલી નથી, તેમ નથી. શક્તિ તો છે. પણ જે ભાષાના માધ્યમ વડે ગુણો કહી શકાય; તે ભાષાની શકિત તે સર્વ ગુણનું યથાર્થ વર્ણન કરવા જેટલી નથી, કેમ કે ભાષા પણ જડ પુગલોની બનેલી છે તેથી ચૈતન્ય સ્વરૂપ આત્માના સર્વ ગુણે જડ પુદ્ગલની બનેલી ભાષા સંપૂર્ણ વર્ણવવા સમર્થ નથી તે મર્યાદાને કારણે જ મોહક્ષય કરેલા કેવળી પરમાત્માં પણ પ્રભુના ગુણો કહેવા સમર્થ નથી તેમ કહ્યું. આજ વાત શ્રીમદ્ રાજચંદ્ર પણ “અપૂર્વ અવસરની ૨૦મી કઠીમાં " જે પદ શ્રી સર્વ દીઠ જ્ઞાનમાં, કહી શકયા નહિ તે પણ શ્રી ભગવાન જો” (20). તેમ કહીને કહી છે. પરિપૂર્ણ જ્ઞાની શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ સદાકાળને માટે શબ્દાતીત અર્થાત્ અવર્ણનીય જ રહ્યું છે, આમ કહીને પ્રભુના ગુણગાન કરવા તે કેટલું બધું કઠીન કાર્ય છે તે પરમાર્થથી બતાવ્યું છે. જા તો હવે આ કાર્ય થશે કેમ ? તેનું રહસ્ય પાંચમી અને છઠી ગાથાથી પ્રગટ કરે છે કે આ સ્તવન પ્રભુ ભકિતની શકિત વડે રચાશે. અભ્યઘતો સિમ તવ નાથ! જડાશય ડપિ તુ તવ લસદસંખ્ય ગુણાકરસ્ય છે બાલેડપિ કિં ન નિજબાહુયુગે વિતત્ય વિસ્તીર્ણતાં કથતિ સ્વધિયાખ્ખરાશે: પા અન્વય :- નાથ ! જડાશય: અપિ તવ લસદ (દેદીયમાન) અસંખ્ય ગુણાકરસ્ય (ગુણનાસમૂહને) સ્તવ ક્રતુ અચુદ્યતઃ અસ્મિા બાલઃ અપિ નિજ બાહુયુગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust