________________ શ્રી કલ્યાણ મંદિર તે તાપને દૂર કરે છેઆ રીતે જનનયન કુમુદચંદ્રની ઉપમા પ્રભુને અત્યંત સાર્થક આપી છે. ૪૩-૪૪માં તેત્રને સાર : હવે સમગ્ર સ્તોત્રને સાર અત્યંત રૂડે છે. જે કઈ ભવીજન જિનેશ્વર ભગવંતની સ્તુતિ હૃદયના શુદ્ધ ભાવથી નિરપેક્ષભાવે કરે છે, ત્યારે તેના ભવભવના એકઠા થયેલા સર્વ કર્મો અવશ્ય નાશ પામે છે અને જીવાત્મા પિતે પરમાત્મા બનીને મોક્ષ ગામી બને છે. * - આખાયે સ્તોત્રમાં સાધકના શૂદ્ધ ભાવ પર અને-એકાગ્ર ચિત્ત પ્રભુનું ધ્યાન ધરવા પર ખૂબ જ ભાર યથાર્થ રીતે મુકે છે. તેથી હે વાંચક બંધુ ! જ્યારે પણ તમે પ્રભુપ્રાર્થના કરવા તત્પર થાઓ, ત્યારે તમારા ચિત્તને સંપૂર્ણપણે આત્મસ્વરૂપમાં એકાગ્ર કરીને કઈ પણ જાતના ભૌતિક પદાર્થની કામના રાખ્યા વગર માત્ર શુદ્ધ ભાવથી હૃદયમાં ભાવના–ભાવતા થકા પ્રભુની પ્રાર્થના કરશો તો અવશ્ય સુગતિને પામશો. - ઈતિ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર સમાપ્તમ 3 શાંતિ! શાંતિ ! શાંતિ ! આજથી..............શુભ સંકલ્પ મારા પ્રત્યેક દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરીશ. સર્વ સાથે સ્નેહ અને સદૂભાવથી વર્તીશ, પ્રભુએ આપેલા ચોવીસ કલાકની રૂડી ભેટ રૂડા કાર્યોમાં જ ગાળીશ. શ્રદ્ધા અને આનંદના વિચારે વડે મનને દઢ અને સુંદર બનાવીશ. મનમાં સમભાવ કેળવી વેરઝેર કે ડંખના વિચારે દૂર કરીશ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust