________________ આ , ગયા છે આ રી: (અતિ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર * અદ્ધલક્ષ્યા: ભવ્યા: તવ સંસ્તવં વિધિવત રચયંતિ તે વિગલિત (વિશેષે કરીને ગળી ગયા છે) મલનિચયા ? પ્રભાસ્વરા: (અતિ દેદીપ્યમાન) સ્વર્ગસંપ: ભુવા અચિરાત (શીધ્ર) મેહં પ્રપદ્યતે 43-44 અર્થ: હે જિનેન્દ્ર ! વિભુ ! જનનયનને ચંદ્રસમાન ઠારનારા હે પ્રભુ ! પૂર્વોક્ત પ્રમાણે સમાધિવાળી એકાગ્ર બુદ્ધિવાળા, અતિ ઉલ્લાસથી જેના અંગોપાંગ રોમાંચિત થયા છે, અને જેનું ચિત્ત આપના નિર્મળ મુખકમળ પ્રત્યે એકાગ્ર થયું છે તેવા ભવી જીવો તમારું રૂડુ સ્તવન વિધિ અનુસાર રચે છે અર્થાત આપનું રૂડુ સ્તવન કરે છે, તેમના કર્મરૂપી મળ સર્વથા દૂર થાય છે. અને અતિ દેદીપ્યમાન એવી સ્વર્ગ સંપત્તિને ભોગવીને શીધ્ર મોક્ષને પામે છે. 43-44 પરમાર્થ : અ “જનનયન કુમુદચંદ્રને સુંદર શ્લેષ અલંકાર તરીકે ઉપયોગ કરીને ભગવાનને માટે એક પ્રકારે રૂડું સંબોધન કર્યું છે તો બીજા પ્રકારે આ સ્તોત્રના રચયિતા તરીકે પિતાનું “કુમુદચંદ્ર” સ્વામી એવું નામ પણ પ્રગટ કર્યું છે. ભગવાનને “કુમુદચંદ્ર” સંબોધન એ રીતે સાર્થક છે કે કુમુદ એ રાત્રિએ ચાંદનીમાં ખીલતા કમળ પુષ્પનું નામ છે. ચંદ્ર તો આકાશમાં ઊગે-ખૂબ ઊંચે ઉગે છે છતાં તેના પ્રભાવમાત્રથી સરોવરમાં રહેલા કમળ ખીલી ઉઠે છે ને લોકોની આંખોને ઠારે છે. તેજ પ્રમાણે લેકના...અગ્રભાગે બીરાજતા સિદ્ધ પરમાત્મા પણ તેમની વિશુદ્ધ સ્વરૂપ દશાના પ્રભાવ થકી ભક્તજનોના હૈયાને ઠારે છે. તેમના હૈયાની કેટી કોટી પાંખડીઓ ખીલી ઉઠે છે અને કર્મ ખપાવી તે ભક્તો પણ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. વળી કુમુદચંદ્ર એટલે કૌમુદિને અર્થાત પૂનમને ચંદ્ર જે સોળે કળાએ ખીલીને લોકોને પોતાની ચાંદનીથી શાંતિ પમાડે છે તે જ રીતે તીર્થંકર પરમાત્મા પણ હવે ઘાતકર્મથી સર્વથા મુક્ત થયા હોવાથી અત્યંત શીતળીભૂત થયા છે તેથી જગતના જીવોના ત્રિવિધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust