Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 93
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 59 દયા લાવીને મારા દુઃખના મૂળીઆને કાપવા તત્પર થાઓ 39 પરમાર્થ : આ અને પછીની બે ગાથામાં જિનેશ્વર ભગવંતેમાટે અત્યંત રૂડા અને મનનીય વિશેષણે સાર્થક રીતે વાપરવામાં આવ્યા છે. તેનાથી તીર્થકર ભગવંતના યથાર્થ સ્વરૂપના સ્પષ્ટ. વિચારણા, સ્વરૂપની ઝાંખી આપણા અંતરમાં થાય છે. જે સ્વરૂપ આપણું પોતાનું છે ને જે આપણે આપણું જ પુરૂષાર્થથી પરમાત્માનું આલંબન લઈને પ્રગટાવવાનું છે તેની આપણને યથાતથ ઓળખ આ વિશેષણોને ચિંતવવાથી થાય છે. સર્વ તીર્થ કરે છે કાયના જીવોના રક્ષણહાર તથા તેમના પ્રત્યે માથી પણ અધિક વાત્સલ્ય ધરાવનારા હોય છે તેથી “દુખીજન. વત્સલ” કહ્યા, દયાધર્મના સ્થાપક હોવાથી “કરુણાના સ્થાનક” કહ્યા, સમર્થ યોગીઓને પણ પૂજ્ય હોવાથી “વશિનાં વરેણ્ય” કહ્યા, પછીની ગાથામાં અનંતુ વીર્ય ધારણ કરનારા હોવાથી “નિસંખ્ય સાર શરણું કહ્યા, ભવટી જેને કરવી છે તેને શરણુ લેવા યોગ્ય એક માત્ર તીર્થકર ભગવાન અને તેમનો વીતરાગ માગ જ છે તેથી “શરણું શરણ્ય” કહ્યા, સર્વ કર્મ શત્રુઓનો નાશ કરેલ હોવાથી, સાદિત રિપુ ' કહ્યા, પાંચે કલ્યાણક વખતે સર્વ ઈદ્રો પણ વંદન કરે છે તેથી “દેવેન્દ્ર વંઘ” કહ્યા, કેવળજ્ઞાન પ્રગટયું હોવાથી હવે સર્વ પદાર્થોને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી સંપૂર્ણપણે જાણે છે તેથી વિદિતાખિલ વસ્તુસાર " કહ્યા, પતે સંસારને તરી ગયા છે તથા અન્ય જીવોને સંસાર તરવાનો માર્ગ બતાવનારા છે તેથી ‘સંસાર તારક” કહ્યા, ત્રણે લોકના નાથ હોવાથી ભુવનાધિનાથ” કહ્યા, અને નિષ્કારણ કરૂણાના ધણી હોવાથી “કરુણાલંદ " કહ્યા. 39 નિસંખ્યસાર શરણું શરણું શરણ્ય માસા સાદિતરિપુ પ્રથિતાદાતમ | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98