Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 60
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર. - અન્તઃ સદૈવ જિન ! યસ્ય વિભાવ્યસે ત્વ, ભીક કર્થ તદપિ નાશયસે શરીરમ | એતસ્વરૂપમથ, મધ્યવિવતિને હિ, યદ્વિગ્રહ પ્રશમયન્તિ મહાનુભાવા: 16. અન્વય : જિન ! ભવ્યે: યસ્ય અંત: (અંત:કરણ - હૃદય) સદૈવ વં વિભાવ્યસે (ચિંતવન કરાય છે) તદપિ (તસ્ય) શરીરમ કર્થ નાશયસે? અથ મહાનુભાવા: મય. વિવતિન; (અપક્ષપાતિ) એતસ્વરૂપં (એવા સ્વભાવના) યત વિગ્રહ પ્રશમયંતિ હિ (ખરેખર) 16 અર્થ : હે જિનરાય! ભવી જ જે દેહના) અંત:કરણ વડે સદાકાળ આપને ચિંતવે છે, તે જ દેહનો તમે કેમ નાશ કરતા હશે? અથવા ખરેખર એમ જ છે કે માધ્યસ્થભાવને વરેલા મહત. પુરુષો (આત્માના) સ્વરૂપને પામવામાં જે નડતરરૂપ રહેલું છે તેને પ્રશાંત કરે છે. 16 પરમાથઃ અત્રે અનાદિ અનંત કાળથી, જડ અને ચેતન વચ્ચે–દેહ અને આત્મા વચ્ચે જે સંસારચક્રરૂપી સંગ્રામ-વિગ્રહ ચાલી રહેલ છે તેને મીટાવીને જિનેશ્વર આત્માનો ઉદ્ધાર કેમ કરે છે તે પરમાર્થથી બતાવ્યું છે. પ્રથમ દષ્ટિએ આચાર્યશ્રીને આશ્ચર્ય થાય છે કે જે શરીર વડે ભક્તો ભગવાનનું ધ્યાન ધરે છે, તે જ શરીરને પરમાત્મા નાશ કેમ કરતા હશે? એટલે કે તે શરીરની જરાય આસકિત ન રાખવાના. ઉપદેશ તીર્થકર ભગવાન કેમ આપતા હશે ? પણ તે ગ્ય જ છે કેમકે અપક્ષપાતી મહાન પુરુષો કહેતા વીતરાગી જિનેશ્વર દેવાની. સ્વભાવજ કંઈ એવો રહેલું છે કે જે કારણ માટે અરસ્પરસ કલેશ થાય છે તેવા કલેશના કારણને જ સૌથી પ્રથમ શાંત કરે છે, જેથી ઝઘડાનું મૂળ ટળે ને શાંતિ થાય. તે જ ન્યાયે તમે પણ હે જિન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98