________________ 53 TITI - શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અન્વય: ભુવનાધિપ! વિભે! ત (ઓ) એવ ધન્યાઃ 2 જન્મભાજ: (ભવ્યજન) ભુવિ વિધિવત ત્રિસંધ્ય વિધુત (છોડીને) અન્યકૃત્યાઃ કોલસત પુલક (રોમાંચ) પમલ (વ્યાત છે) દેહદશા: તવ પાદદ્વયં આરાધયંતિ છે 34 અર્થ: હે ત્રણે ભુવનના અધિપતિ ! વિભુ ! તે ભવ્યજનો જ ધન્ય છે કે જેમના શરીરના રોમેરોમ આપની ભક્તિના કારણે ઉલ્લાસમય અને પુલકિત બની ગયા છે અને જે અન્ય કાર્યો છોડીને ત્રણે સંધ્યાકાળે વિધિપૂર્વક આ લેમાં આપના ચરણકમળને આરાધે છે. 34 છે પરમાર્થ : જે ભવી જીવ જિનેશ્વર દેવની એકાગ્ર ચિત્તો આરાધના કરે છે તેમના જ જીવન ધન્ય છે, સાર્થક છે તેમ કહી તેવા ભક્તોની અત્રે પ્રશંસા કરી છે. વળી પ્રભુની આરાધના કેવી એકાગ્રચિત્તે કરવી જોઈએ તેનું સ્વરૂપ પણ અત્રે પરમાર્થથી બતાવ્યું છે. આચાર્યશ્રી પોતે પણ આવા એકાગ્ર ચિત્ત વડે જ પાર્વપ્રભુની * પ્રાર્થના તે મહાકાલ પ્રસાદમાં કરી રહ્યા હતા જેના પ્રભાવથી પાર્વનાથ પરમાત્મા પ્રગટ થયા અને શૈવધમી રાજા વિક્રમ પણ જેનધમ બને. અને સુલસી શ્રાવિકાનું સ્મરણ કરવું. પ્રભુ મહાવીર પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ભક્તિ અનુપમ હતા. તેથી જ તાલિ તાપસ જોડે પ્રભુએ પોતે સુલતાજીને ધર્મધ્યાન કરવાનું ફરમાવતો સંદેશો મેકલાલે ત્યારે તામલિ તાપસે સીધી રીતે સંદેશો કહી આવવાને બદલે જુદા જુદા વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, અરે ખુદ મહાવીર પ્રભુના રૂપ બનાવીને-તે જુદા જુદા રૂપ ધારણ કરી શકત; સુલતાજીની પરીક્ષા કરી. નગર આખું જેવાને ઉમટયું. પણ સુલસા સાચી શ્રાવિકા હતી. વિરપ્રભુ અને તેમના માર્ગમાં જ તેની અનન્ય શ્રદ્ધા હતી. તેથી સખીઓના કહેવા છતાં સુલસા તેના દર્શને ન જ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust