Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 68
________________ 34 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર સુમન અર્થાત રૂડા મનવાળો એટલે કે જ્ઞાની ભક્ત, બંધન એટલે (1) કુલનું ડીંટારૂપી બંધન અને (2) જીવનું કર્મરૂપી બંધન. ફુલની પાંદડીઆ ડીટા દ્વારા ડાળીએ બંધાઈને રહે છે, તેમ સંસારી જીવ રાગ અને દ્વેષ રૂપી કર્મ બંધનથી સંસારચક્રમાં બંધાયેલું રહે છે. પણ આશ્રય (નવાઈ ની વાત તો એ છે કે બંનેના બંધનો પ્રભુના સમીપે આવવાથી અધોમુખ બની જાય છે કહેતાં તે બંધનો તુટી જાય છે. ભવ્ય જીવો કર્મ પાસથી મુકત બની તિજ પરમાતમ સ્વરૂપ બની જાય છે. આવું મહાન ફળ તીર્થંકર પ્રભુના સાન્નિધ્યનું અત્રે પરમાર્થથી બતાવ્યું છે. (જુઓ ભકતામર સ્તોત્ર ગાથા-૩૩) અત્રે ચંડકૌશિક સર્પના અધિકારનું સ્મરણ કરવું. ભયંકર દૃષ્ટિવિષ સર્પરૂપે ઉત્પન્ન થવા છતાં પ્રભુના દર્શનથી તે ક્રોધી જીવ પણ અત્યંત ક્ષમાશીલ બની ગયું અને પિતાના ગાઢા કર્મોને દૂર કરી સદ્ગતિ પામે. તો પછી ભવિજનો જેમને પ્રભુના દર્શન થયા તે જ બુકુમારની જેમ મોક્ષે જાય તેમાં શું આશ્ચર્ય ? તીર્થંકર પરમાત્માનું રૂડા ભાવથી સ્મરણ કરે તેના કર્મ બંધન અવશ્ય દૂર થાય જ. ર૦૧ ત્રીજો “દિવ્ય વાણી” અતિશય–સાક્ષાત અમૃત સરખી, અજરામર પદને દેનારી પ્રભુની વાણીને કહી છે : સ્થાને ગભીરદદધિસંભવાયા : - પીયૂષતાં તવગિર સમુદીરયંતિ પીવા યત : પરમસંમદસંગભા આ ભવ્યા વ્રજતિ તરસામ્રજરામરત્વમ્ રિલા - અન્વય : ગભીર (ગંભીર) હૃદય ઉદધિ–સંભવાયાઃ (સંભવતી) તવ ગિર: (વાણી) પીયૂપતાં (અમૃતપણાને) સમુદીરયંતિ (પામે છે) સ્થાને (તે યુકત જ છે) યતઃ (કારણ કે) પરમ સંમદ (આનંદ) સંગ ભાજ: ભવ્યા: પીવા તરસા (શીઘ) અપિ અજરામરત્વે વ્રજતિ પરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98