________________ શ્રી કલ્યાણ મંદિર તેત્ર 41 અર્થ: હું માનું છું કે હે દેવ ! તમારો દેવદંદુભિ આકાશ -વ્યાપી ગર્જના કરતો ત્રણે જગતને જાણે આ પ્રકારે નિવેદન કરી રહ્યો છે, “હે ત્રણે જગતના છો ! તમે પ્રમાદ તજીને આવો અને આ પાર્થ પ્રભુ જે મોક્ષપુરીના સાર્થવાહ છે તેમને ભજે.” રપા પરમાર્થ : અત્રે દેવદુંદુભિ વાગતી વાગતી જાણે બોલતી કેમ ન હોય તેમ બતાવીને “ઉદ્વેક્ષા” અલંકારને પ્રયોગ કર્યો છે. દેવદુંદુભિ જાણે કહી રહી છે કે “હે ભવ્યો ! પાર્શ્વપ્રભુએ મેપુરીને સાર્થ કાઢો છે; અને તેમાં જે કોઈ ભવિજીવને જોડાવું હોય તે ખુશીથી જોડાવ.” એટલું જ કહીને બેસી નથી રહેતી પણ વળી સલાહ આપે છે કે તમે અત્યારે અવસર આવ્યો છે માટે પ્રમાદ ‘તજીને પ્રભુના સાથમાં સવારે જોડાઈ જાવ એટલે કે શ્રદ્ધાપૂર્વ તમારી જાતનું પ્રભુના ચરણે અહંભાવ તજી સમર્પણ કરે, તે પછી મૃતિપુરીએ હેમખેમ પહોંચાડવાની સઘળી જવાબદારી પ્રભુ લૌકીક સાર્થવાહની જેમજ પિતાના શિરે લેશે. પ્રમાદ જ ભવભ્રમણનું કારણ છે. સિદ્ધાંતમાં પણ પાંચ પ્રમાદ તે (1) મદ (2) વિષય (3) કષાય (4) નિદ્રા અગર નિંદા ને (5) વિકથા ને જીવાત્માને સંસારમાં પાડનારા કહ્યા છે. તેની ગાથા છે : - " મજવિસય કસાયા, નિદા વિકહાય પંચમી ભણિયા એ એ પંચમ્પમાયા, છવા પાડતિ સંસારે છે માટે અત્રે પ્રમાદ તજવાનું કહ્યું. પ્રમાદ છુટે કે જીવના મોક્ષ તરફના પગલા તુરત જ શરૂ થાય. જીવાત્મા મોક્ષ સન્મુખ થાય. તે પ્રમાદ, નમિરાજર્ષિ, ઈલાચિ કુમાર, મૃગાપુત્ર, સમુદ્રપાળ મુનિ હરિકેશબળ મુનિ, આદ્રક કુમાર મુનિ આદિ અનેક ભવ્ય મહાત્માઓએ છોડ અને પ્રભુના મોક્ષપુરીના સાર્થમાં જોડાઈને પોતે પણ મોક્ષપુરીએ પહોંચી ગયા. તેમના અધિકાર ચિંતવવા. રપા આઠમો છત્રાતિછત્ર અતિશય પ્રભુનું ત્રિલોકીનાથપણું સૂચવે છેઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust