________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અન્વય : જિન ! યોગિન: હૃદયાંબુજકેશો . (હૃદયરૂપી કમળાના કેશ એટલે ડોડા અર્થાત મધ્યભાગે) પરમાત્મરૂપ –ામ સદા અષયંતિ દિવા નનુ નિર્મલ છે: (કાંતિ) પૂતસ્ય (પવિત્ર) અક્ષમ્ય (કમળનું બીજ (2) આત્મા) કણિકાયા: (દાંડી) અન્યત પદં કિં સંભવિ. (સંભવે છે) ? ૧૪મા ; - - અર્થ: હે જિન ! મહર્ષિઓ પોતાના હૃદયકમળના મધ્ય ભાગને વિષે સિદ્ધ સ્વરૂપ એવા તમોને નિરંતર જ્ઞાન ચક્ષુએ કરી જુએ છે. (આપના યથાર્થ સ્વરૂપનું ધ્યાન ધરે છે) તે યુક્ત જ છે. કારણ કે નિર્મળ કાંતિવાળા પવિત્ર કમળના બીજનું સ્થાન કમળના મધ્ય પ્રદેશમાં રહેલી દાંડી સિવાય બીજું શું સંભવે છે ? 14 પરમાર્થ : બારે તપમાં ઉત્તમ ધ્યાન તપ છે અને તે ધ્યાન પણ જિન સ્વરૂપનું જ અંતરમાં ધરવું તેમ પરમાર્થથી “અક્ષ” શબ્દનો શ્લેષાલંકાર તરીકે ઉપયોગ કરીને કહે છે : “અક્ષરની વ્યુત્પત્તિ છે. “અક્ષણાતિ ઈતિ અક્ષર” અર્થાત “જે જાણે છે તે આત્મા છે.” “અક્ષ ધાતુનો અર્થ છે “જાણવું " તેથી તેને એક અર્થ થાય છે જાણનાર તે “આત્મા અને બીજો અર્થ છે “કમળનું બીજ.” હવે કમળના પવિત્ર બીજનું સ્થાન કમળની દાંડીના મધ્યભાગમાં છે, અને શુદ્ધ નિર્મળ આત્માનું સ્થાન શરીરના વિષે હૃદયકમળના મધ્ય-- ભાગમાં છે. તેથી જ ચોગી લેકે હદય વિષે પ્રભુનું ધ્યાન ધરે છે; અને પરમ આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતી પણ પોતાના અંતરમાં જ કરે છે તે યથાર્થ છે, એમ કહીને ભારપૂર્વક એ કહ્યું કે મહાન યોગીઓને પણ ધ્યાન ધરવા જેવું કંઈ સ્વરૂપ હોય તે તે એકમાત્ર કર્મયુક્ત થઈને નિર્મળ બનેલા જિનેશ્વર પરમાત્માનું જ છે. અને તેમનું ધ્યાન ધરીને જ જીવાત્મા સિદ્ધપદ પામે છે. આ aa aa aa aa ITT III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust