________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 11 : , તીવ્રાપ-પહત-પાંથ-જનાનિદાધે. પ્રણાતિ પધસરસ: સરસેનિલપિ કા અન્વય : જિન! અચિંત્ય મહિમા તે સંતવ; આસ્તામ્ (દૂર રહો) ભવત: (આપનું) નામ: અપિ ભવતઃ (સંસાર થકી) જગતિ પાતિ, પારસ: (પસરેવરનું જળ) (આસ્તામ) સરસ: (શીતળ જળશીકર યુકત) અનિલ (વાયુ) અપિ નિરાધે (ઉનાળામાં) તીવ્ર તપ ઉપહત (પીડા પામેલા) પાંથા જનાનું (મુસાફરને) પ્રીણાતીuછા અર્થ : જિનેશ્વર! તમારું નામસ્મરણ પણ ત્રણે જગતના જીવોનું ભવ બ્રમણથી રક્ષણ કરે છે, તો પછી તમારા અચિંત્ય મહિમાવાળા રૂડા સ્તવનના (પાઠની) શી વાત કરવી ? ઉનાળાના સખત તાપથી પીડા પામેલા પથિકોને પદ્મસરોવરના જળશીકરથી શીતળ બનેલે વાયુ પણ પ્રસન્ન બનાવી દે છે, તો પછી પદ્મસરનું શીતળ જળ પીવા મળે તેની શી વાત કરવી ? 7 | પરમાર્થ : શ્રી ભકતામર સ્તોત્રની 7 મી ગાથાની જેમ પ્રભુના નામ સ્મરણનું ભવ કદી રૂપ અનુપમ ફળ બતાવ્યું છે. શ્રી ભકતામર સ્તોત્રમાં ૯મી ગાથામાં “સંકથા કહ્યું, અને “નામાપિ” કહીને સમાન , ભાવજ બતાવ્યા છે. વળી અત્રે પઘસરોવર અને પથિકના દૃષ્ટાંતે - ભક્તામરના સૂર્ય અને પદ્મ કમળના દૃષ્ટાંતની જેમ જિનેશ્વરની વીતરાગતાનું સ્વરૂપ આબેહુબ બતાવ્યું છે. તે આ રીતે : પદ્મસરોવર તે દૂર દૂર છે, અને તેમાં રહેલું શીતળ જળ તે ઉનાળાના બળ- - બળતા તાપથી પીડાએલા પથિકની તૃષાને આવશ્ય દૂર કરે જ તેમાં . કશી શંકા નથી, પણ સુદૂર હોવાથી પથિક ત્યાં સુધી ન પહોંચી શકે તોપણ તે પદ્મસરોવરને સ્પર્શ પામેલા જળશીકર યુકત શીતળ . વાયુ પણ તે ત્રાસેલા પથિકને શાંતિ પમાડે છે, અને તેથી તે પથિક પિતાના સ્થાને પહોંચવા શકિતમાન થાય છે, તેજ ન્યાયે સિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust