________________ HTT શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર છે કે આત્મા પોતાના જ સાચા સ્વરૂપનું ભાન ભૂલી જાય છે. તેથી જ આ કમની પ્રબળતા જણાવવા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે કહ્યું છે: . આત્માની શંકા કરે આત્મા પોતે આપ શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ 58 આત્મા પોતે જ પિતાનાં જ સ્વરૂપની શંકા કરે છે તેને અને દુનિયાભરનું મોટામાં મોટું આશ્ચર્ય કહ્યું. " અને સંસાર વહેવારમાં જીવનું ખરેખર આવું જ સ્વરૂપ જોવામાં આવે છે. તેનું મુખ્ય કારણ આઠ કર્મોમાં મોહનીય કર્મની-મોહરાજાની પ્રબળતા છે. રાગ અને દ્વેપ એ મહારાજાના સુભટ છે, અને આ સુભટોને પ્રભાવથી, આયુષ્ય, નામ, ગોત્રાદિ કર્મો બાંધી છવામાં નવા નવા દેહ. ધારણ કરી ચાર ગતિ ને ચોવીસ દંડક ને ચેરાસી લાખ જવાનીના ચકકરમાં ઘુમે છે. આ દેહ ખરેખર તો જડ પુગલમય પરમાણુઓનો બનેલું છે. પણ આત્મા તે દેહને જ પોતાનું સ્વરૂપ બ્રાંતિથી માની લઈને દેહના દુઃખે દુ:ખી અને દેહના સુખે સુખી હોય એમ માનીને વર્તે છે અને તેની સાથે એવો તો તન્મય થઈ જાય છે કે પછી. દેહન–કમની પકડમાંથી તે જ્યાં સુધી જ્ઞાની પુરૂષોને કે સને. સમાગમ ન થાય ત્યાં સુધી છૂટી શકતો નથી અને અજ્ઞાન દશામાં. જ રહે છે. તેવી અજ્ઞાનદશામાં રહેલા ત્રીજી ગાથામાં કહેલા તેવા ઘુવડ જેવા બાળ જીવ પ્રભુના ગુણ વર્ણવવા સમર્થ ન થાય તે તો. હજીયે સમજી શકાય, પણ તેથી આગળ વધીને આચાર્યશ્રી અત્રે પરમાર્થથી કહે છે કે ઉપરોક્ત મોહનીય કર્મની સર્વ પ્રકૃતિઓ. ખપાવીને જે આત્માનુભવ આત્મસાક્ષાત્કાર કરી રહ્યા છે, અને ત્યારે જિન–પ્રભુમાં રહેલા વિશુદ્ધ આત્માના સર્વ ગુણોનો પિતે પ્રત્યક્ષ અનુભવ પણ કરી રહ્યા છે તેવા સયાગી કેવળ ભગવંત પણ હે. જિનેન્દ્ર ! આપના ગુણોને સંપૂર્ણ પણે યથાતથ્ય અનુભવતા છતાં કહેવાને સમર્થ થતા નથી. આ પ્રમાણે કહીને તીર્થંકર પરમાત્માનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust