Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 27
________________ કેઈ નગરની પાસે આવેલા તાપસના આશ્રમ સમીપ આવ્યા. ત્યાં - સૂર્ય આથમવાથી એક-વડ નીચે જગદગુરૂ કાયોત્સર્ગે રહ્યા. તે સમયે કમઠ તાપસને જીવ જે મેઘમાળા નામે દેવ થયો છે. તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે પ્રભુ કાઉસગ્ગ ધ્યાને રહેલા છે. તેથી . = પૂર્વના વેરભાવના કારણે ત્યાં આવ્યું અને પ્રભુને કલ્યાણ મંદિર સ્તોત્રની 31, 32, ને ૩૩મી ગાથા અનુસાર ઉપસર્ગો દેવા લાગ્યો. મુસળધાર મેઘ વરસાવવાના કારણે જ્યારે પાણી નાસિકાના અગ્રભાગ, સુધી પહોંચ્યું છતાં પ્રભુ ડગ્યા નહિ ત્યારે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું. અવધિજ્ઞાનથી ધરણેન્દ્ર જાણ્યું કે મેઘમાળી નામને દેવ પ્રભુને ઉપસર્ગ આપે છે. તેથી તે તુરત જ પ્રભુ પાસે આવ્યો . અને નમન કરીને પ્રભુના ચરણ નીચે કેવળી પ્રભુના આસન જેવું લાંબી નાળવાળું એક સુવર્ણ કમલ વિકુવ્યું અને પોતાની કાયા વડે પ્રભુની પીઠ તથા પડખાને ઢાંકી દઈ પોતાની સાત ફણા વડે. પ્રભુના માથે છત્ર ધર્યું. ધરણેન્દ્રની દેવી પદ્માવતીએ અન્ય દેવીઓ . સાથે પ્રભુસમીપે ગીત તથા નૃત્ય કરવા શરૂ કર્યા. પછી નાગરાજ ધરણેન્દ્ર કોપથી મેઘમાળીને કહેવા લાગ્યો. “હે દુષ્ટ આ તે શું આદર્યું છે ? પ્રભુએ જ્યારે તારા પર નિષ્કારણ. કરૂણા કરી તેને પાપ કરતા અટકાવ્યો તે ઉપકારને બદલે અપકાર . કરવાને તૈયાર થયો છે ? તારી અજમાવેલી બધી શકિત નિષ્ફળ ગઈ છે માટે સમજીને આ ઉપદ્રવો દૂર કર નહિતર તું પોતે બચીશ નહિ. " આ ઠપકો સાંભળી મેઘમાળીએ નીચે જોયું તો ધરણંદ્રથી. સેવિત એવા પ્રભુ પાર્શ્વનાથને અડગપણે ધ્યાનમાં જોયા. તેથી તેણે . વિચાર્યું કે આ પ્રભુ એવા બલિષ્ઠ છે કે એક મુઠ્ઠીથી પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ છે. તથાપિ એ કરૂણાના ભંડાર હોવાથી મને. ભસ્મીભૂત કરતા નથી. પણ ધરણેન્દ્રથી મને ભય છે. આ ત્રિલોકી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98