Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 38
________________ * શ્રી કલ્યાણ માંદિર સ્તોત્ર અન્વય: અધીશ ! અમાદશા: સામાન્યત : અપિ તવ સ્વરૂપે વર્ણયિતું કથં અધીશ (સમર્થ) ભવન્તિ ધષ્ટઃ અપિ કૌશિક (ઘુવડ) શિશુ: યદિ વા દિવાલ્વ: ધમ રમે: (સૂર્યના ધર્મ = ગરમ અને રમિ= કીરણ) રૂપે કિં કિલ પ્રરૂપતિ ? 1 3 5 અર્થ : ઘુવડનું બચ્ચું ગમે તેટલું ધયવાન હોય તો પણ દિવસે અંધ બની જતું હોવાથી સૂર્યનું સ્વરૂપે વર્ણવવાને સમર્થ થતું નથી. તેજ રીતે હે નાથ ! મારા જેવો (મદમતિ) સામાન્ય પ્રકારે પણ આપના સ્વરૂપનું વર્ણન કરવાને શક્તિમાન કેમ બની. શકે ? | 3 | પરમાર્થ : અત્રે આચાર્યશ્રી પિતાને ઘુવડના બચ્ચાની સાથે અને પાર્શ્વ પ્રભુને દેદીપ્યમાન સૂર્ય સાથે સરખાવીને કહે છે કે જેમ ઘુવડનું બચ્ચું દિવસે અંધ બની જવાથી સૂર્યના પ્રકાશને જોઈ શકતું નથી, તો પછી વર્ણવી તે શકે જ કેમ ? તે ન્યાયે પતેઃ પણ મંદમતિ હોવાથી પાર્શ્વ પ્રભુના કેવળજ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ હોવા છતાં, પોતે પ્રભુના સ્વરૂપને સામાન્ય પ્રકારે પણ જાણી શકતા. નથી તો પછી વિશેષ પ્રકારે તો કેવી રીતે વર્ણવી શકે ? અર્થાત. પ્રભુના અસંખ્ય ગુણોને વર્ણવવાને કેમ કરીને સમર્થ થઈશ ? આમ કહીને આચાર્યશ્રીએ લબ્ધિવંત હોવા છતાં પોતાની અત્યંત લાઘવતા. અને પ્રભુના ગુણની તેજસ્વિતા–પ્રભુની મહત્તા અત્રે બતાવી છે. આજ ભાવ શ્રી. ભકતામર સ્તોત્ર ગાથા- 3 માં કહ્યા છે. અો ઘુવડનું દૃષ્ટાંત બીજી રીતે પણ સાર્થક છે. તે એમ કે સારાયે જગતને પ્રકાશનારો સૂર્ય પ્રકાશતો હોવા છતાં પણ ઘુવડ તે પ્રકાશના એક કીરણને પણ જોઈ શકતો નથી, તે કેવી કરુણ દશા. કહેવાય ? તે જ પ્રમાણે કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપી ભાવ સૂર્ય જેમાં પ્રગટ છે તેવા તીર્થંકર પરમાત્માના ભાવ પ્રશનું-સધનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98