Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 36
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ચરણકમળને રૂડા ભાવથી વંદન નમસ્કાર કરીને; જેમના સાગર સમાન વિશાળ મહિમાની સ્તુતિ કરવાને કુશાગ્ર બુદ્ધિવાળા દેવોના ગુરુ બૃહસ્પતિ પોતે પણ સમર્થ નથી, અને જે ભગવંત કમઠ નામે દેવના ગર્વને ભસ્મીભૂત કરવામાં અગ્નિસમાન રહેલા છે. તે પ્રભુની હું ખરેખર રૂડી સ્તુતિ કરીશ જ. ધ 1-2 છે પરમાર્થ : પ્રથમની આ બે ગાથામાં શ્રી ભક્તામર સ્તોત્રની જેમ જ જિનેશ્વર ભગવંતને સંસાર સાગરમાં ડૂબી રહેલા જીવોના એક માત્ર તારનારા કહીને રૂડી ભાવાંજલિ મંગલાચરણ રૂપે આપી છે. “કલ્યાણ મંદિર” શબ્દનું પ્રયોજન પણ “ભક્તામર' શબ્દની જેમજ અત્રે બહુ રૂડા અર્થમાં કર્યું છે. આચાર્યશ્રી એમ કહેવા માગે છે કે જે કોઈ રૂડાભાવથી પાર્શ્વ પ્રભુને વંદન નમસ્કાર કરશે તે જીવનું એકાંતે કયાણ જ થશે; આ લેકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામશે અને પરલોકમાં સુગતિ. જિનેશ્વર ભગવાન આવા એકાંત કલ્યાણના કરનારા હોવાથી તેમને - અત્રે “કલ્યાણના મંદિર કહ્યા. * અત્રે પણ અભિન” અને “સંસ્તવન ' કહીને ભક્તામરના સમ્યફ પ્રણમ્ય”ની જેમજ સ્તવનની શરૂઆતથી જ “રૂડા ભાવ’ . અર્થાત્ સમકિત ઉપર શરૂઆતથી જ ભાર મુક્યો છે. જૈનધર્મમાં સમકિતને મોક્ષ દેનારી કહી છે તેથી ‘બોધબીજ' કહેવાય છે. બીજને ચંદ્ર નાની રેખા સમાન હોવા છતાં પૂજનીય છે, તે જ પ્રમાણે સમકિતની લહેર પણ અનાદિના મિથ્યાત્વમાંથી જીવાત્માને બહાર કાઢનારી હોવાથી જૈનધર્મમાં મોક્ષના પાયારૂપ વંદનીય કહી છે. અજ્ઞાનરૂપી અનાદિના અમાવાસ્યાના મિથ્યાત્વરૂપી અંધકાર પછી. સમક્તિરૂપી બોધબીજ જ્યારે જીવને પ્રગટે છે, ત્યારથી તે જીવના ભવ હવે ગણત્રીમાં બાકી રહે છે; અને જીવ પરિત સંસારી બની અવશ્ય ચરમ શારીરી હોય તો તે જ ભવે અને હજી ભવ બાકી હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98