Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 23
________________ 23 દિપના પશ્ચિમ મહાવિદેહમાં શુભંકરા નામની નગરીને વિષે વજીવિર્ય રાજાની લક્ષ્મીવતિ રાણીની કુલથી પુત્ર પણે અવતર્યો. તેનું નામ વજનાભ પાડયું. મોટા થતા તેણે ક્ષેમંકર જીનેશ્વર ભગવંત પાસે દીક્ષા લીધી; ને વનાભ મુનિ બન્યા. (6) સાતમો ભવ : કમઠને જીવ છઠ્ઠી નરકેથી નીકળીને સુકચ્છ વિજયમાં કુરગ નામે ભીલ . વજનાભ મુનિ એક વેળા વિચરતાં વિચરતાં તે વિજયમાં આવી ચડ્યા. ત્યારે આ કુરંગ ભીલ હાથમાં ધનુષ-બાણ લઈ શિકાર અથે નીકળ્યો હતો. મુનિ સામા મળતા. કુરંગકે અપશુકન થયા જાણ મુનિને બાણ માર્યું. મુનિ તો મારણતિક ઉપસર્ગ આવ્યો જાણી, અનશન ગ્રહણ કરી સર્વ જીવોને ખમાવી મુત્યુ પામી યક દેવલોકમાં લલિતાંગ નામે પરમાર્ષિક દેવ થયા. (7) આઠમો ભવ સુવર્ણબાહુ ચક્રવતી ને મુનિ : લલિતાંગ દેવલોકથી એવી મરૂભુતિને જીવ જંબુદ્વિપમાં પૂર્વ વિદેહને વિશે પુરાણપુર નગરના કુલીશબાહુ નામના રાજાની સુદર્શના નામે રાણીના ઉદરે અવતર્યો. તેનું નામ સુવર્ણ બાહુ પાડ્યું. અનુક્રમે યૌવન વય પામે. એક વખત એક વક્ર અશ્વ સુવર્ણ બાહુકુમારને ઘણે દૂર લઈ ગયો. પણ પુણ્યશાળી પુરૂષને કશી તકલીફ આવતી નથી. તે તો. ત્યાંના રત્નપૂરના ખેચરેન્દ્રની પદ્માવતી નામે કન્યાને પોતાના પરાક્રમથી . પરણ્યો. ત્યાંથી વૈતાઢ્યગિરિ ઉપર રત્નપુર નગરના અનેક વિદ્યાધરોની પુત્રીઓને પરણ્યો ને બધી કન્યાઓને લઈને પોતાના નગરે પાછો આવ્યા. આમ રાજ કરતા એક વખત તેની આયુધશાળામાં ચક્રરત્ન ને બીજા તેર મળી ચૌદ રત્ન ઉપજયા. તેણે ચક્રના માર્ગને અનુસરી છ ખંડ પૃથ્વી સાધી. ઘણું વર્ષ રાજ કરી શ્રી જગન્નાથ તીર્થંકર પાસે દીક્ષા લીધી. પછી અહંત ભક્તિ આદિ કેટલાક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98