________________ પણ ગુરુ જેનું નામ તે શિષ્યને ભૂલ્યા ન હતા. તેની રજે– રજની માહિતી મેળવતા હતા. રાજાના માન-પાનમાં પિતાને આચાર ભૂલી ગયા જાણું ગુરુ તેમને પ્રતિબોધવા ઉજજેન પધાર્યા. મુની રેજ સવારે રાજાને આશીર્વાદ આપવા પાલખીમાં બેસીને જાય છે તે જાણી પોતે માર્ગમાં ઉભા રહ્યા અને એક ભોઈને સમજાવીને પિતે તેના બદલે પાલખી ઉપાડવા જોડાઈ ગયા. ગુરુ વૃદ્ધ હોવાથી ધીમે ચાલતા હતા અને ટેવાયેલા ન હોવાથી પાલખી ડોલવા લાગી. ત્યારે અંદર બેઠેલા કુમુદચંદ્ર મુનીએ પૂછ્યું: “મુરિ મરીકાંતઃ ઠંધ વિ તા થાય તે ?" અર્થાત “શું તારે ખભો ઠંડીથી ધ્રુજે છે ?" - હવે “બાપતિ " બોલવું તે ખોટું છે, સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે “બાધતે” બોલાય. તેથી તક જોઈ ગુરુએ જવાબ વાળે : “ન તથા વાતે રા યથા વાધરિ વાધતે” અર્થાત પોષ માસની આ અત્યંત ઠંડી ખભાને તેટલી પીડાદાયક નથી જેટલી પીડા બાધતિ” સાંભળવાથી લાગે છે. ' આ સાંભળી કુમુદચંદ્ર મુની જાગ્રત થઈ ગયા. પોતાની બેલવાની ભૂલ તરત સમજી ગયા. પણ આ ભૂલ બતાવનાર કોઈ સામાન્ય માણસ ન હોઈ શકે. તુરત જ યાનાની બહાર જોયું. ગુરુને ઓળખ્યા. એકદમ નીચે ઉતરીને ગુરુના ચરણમાં પડી ગયા. ગુરુની આશાતના થઈ ગઈ તેથી ગુરુને ખમાવીને મિચ્છામિ દુકકડમ્ લીધું. પાલખી છોડી દીધી ને ગુરુની સાથે વિહાર કરતા રાજાના મહેલે ગયા રાજાને ગુરુના દર્શન કરાવ્યા. ગુરુએ સુંદર મજાને ધર્મબોધ રાજાને આપે અને શિષ્યને સાથે લઈ સ્થાનકે પધાર્યા અને ગચ૭માં ભેળવ્યા. તે પછી તે કુમુદચંદ્ર સ્વામીની પ્રખર શાસ્ત્રજ્ઞ તરીકે એટલી બધી નામના વધી ગઈ કે લેકોએ તેમને “સિદ્ધસેન દિવાકર”નું ..P.P. Ac. Gunratnasuri M.S, Jun Gun Aaradhak Trust