________________ 19 બિરૂદ આવ્યું, જે નામથી આજપર્યંત તેઓ જૈન-જગતમાં પ્રસિદ્ધ છે. આ પ્રમાણે આપણને પ્રાયશ્ચિતમાંથી એક ઉત્તમ પ્રકારનું વન પ્રાપ્ત થયું. તેના ઘણું ભાવ શ્રી ભક્તામર સ્તોત્ર જેવા જ છે. જો કે શ્રી ભકતામર સ્તોત્રની રચના આ સ્તોત્રની રચના પછી ઘણા વર્ષ પછી થઈ છે. બંને તત્ત્વજ્ઞ આચાર્યો સેંકડો વર્ષ પછી થયા હોવા છતાં આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરે પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર દ્વારા અને આચાર્યશ્રી માનતુંગાચાર્યું પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની શ્રી ભકતામર સ્તોત્ર દ્વારા જે અત્યંત ભકિતભાવ વિભોર વાણથી અભૂત શબ્દ પ્રયોગો કરીને રૂડા ભાવે સ્તવના કરીને ભાવનું સુંદર મજાનું સામીપ્ય બતાવ્યું છે, તેથી આશ્ચર્ય પામવા જેવું નથી કારણ કે દરેક તીર્થકર ભગવાનના ગુણો અપરંપાર હોવા છતાં સમાન જ હોવાથી ભકત હૃદયની સરવાણી જુદા જુદા શબ્દોથી વ્યકત થવા છતાં ભાવથી તો સમાન જ રહે છે અને તેથી જે કઈ કોઈ પણ સ્તવનની સ્તુતિ કરે છે તેને સરખું ફળ જ મળે છે. . આ પુસ્તિકા પ્રભુ સ્તુતિની છે. " તેની આશાતના કેઈ પ્રકારે થવા દેશે નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust