________________ 17 મુનીએ કહ્યું “હે રાજન ! તમારી આજ્ઞા છે. તે હું તેમને પ્રણામ જરૂર કરીશ. પણ તમારા આ મહાદેવ મારા પ્રણામ સહન નહિ કરી શકે. મારા પ્રણામ કરવાની સાથે જ આ શિવલિંગ ફાટશે. માટે બરાબર વિચારી લો. આપની આજ્ઞા બરાબર છે ને ? રાજાને તો આ ચમત્કાર જોવાની રઢ લાગી તેથી ફરીથી હા. કહી એટલે મુની બેઠા થયા ને સ્તવન બોલવા લાગ્યા. ત્યારે તેમણે જે સ્તુતિ કરી તે જ આ કલ્યાણ મંદિર સ્તોત્ર રાજા અને લેકે એકાગ્રતાથી સ્તવન સાંભળવા લાગ્યા અને જ્યારે મુની પાર્શ્વ–પ્રભુને સ્તવતા સ્તવતા ૧૧મી ગાથા “ચમન દુર પ્રમુstવ હતઝમાના " બોલીને નમન કર્યા કે તુરત જ શિવલીંગ ખરેખર ફાટયુ ને પાર્શ્વનાથ પ્રભુની ધરણે સહિતની મૂર્તિ પ્રગટ થઈ. ભૂમિ ધ્રુજી ઉઠી ને લિંગમાંથી તેજ પુંજ નીકળતો જણાય. આમ કેમ બન્યું તેની સ્પષ્ટતા કરતા મુનીશ્રીએ કહ્યું “આ સ્થળે પૂર્વે ભદ્રા શેઠાણીના પુત્ર અવંતિસુકુમારના પુત્ર મહાકાળે, તેના પિતા આ સ્થળે કાર્યોત્સર્ગ કરીને નલિની ગુલ્મ વિમાનને પામ્યા હતા તેથી આ ભવ્ય પ્રાસાદ બનાવરાવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની સ્થાપના કરી હતી. તેના ઉપરજ કોઈએ કાળે કરીને ઈટો જડી દઈ શીવલીંગ બનાવી રૂદ્રલીંગની સ્થાપના કરી. પ્રભુજી આજે પ્રગટ થવા ઈચ્છતા હતા તેથી રાજાની આજ્ઞા મેળવી મેં સ્તુતિ કરી. તેથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ફરી પ્રગટ થયા છે. છે. આ સાંભળીને રાજાને તે ઘણે હર્ષ થયો અને પોતે આચાર્ય શ્રી પાસે શ્રાવકધર્મ સ્વીકારી જનધમી બન્યા અને શ્રી પાર્શ્વનાથ પ્રાસાદને 100 ગામ નિભાવ અથે આપ્યા. ' ' - આ પ્રમાણે કુમુદચંદ્ર સ્વામીએ પારાચિક પ્રાયશ્ચિત યથોચિત પાળ્યું. તેમ છતાં ગુરૂ પાસે ન ગયા પણ રાજાના પાલખી આદિ પૂજા સત્કારને લીધે ઉજજૈનીમાં જ રહી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust