Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ નથી. પરન્તુ એ મહત્વ શ્રી તીર્થરનામકર્મના વિશિષ્ટ પુણ્યોદયે પ્રાપ્ત થનારી ત્રણ ગઢ વગેરે બાહ્યસમ્પદાને લઈને નથી. કારણ કે બુદ્ધિમાનોને ચમત્કારનું કારણ બનનારી એ બાહ્યસમ્પદાસ્વરૂપ મહત્ત્વ માયાવી ઈન્દ્રજાળ રચનારાને પણ હોય છે. માત્ર તેવા પ્રકારની બાહ્યસમ્મદાના કારણે જ જો મહત્ત્વ માનવાનું હોય તો તે ઐન્દ્રજાલિક માયાવીમાં પણ માનવાનો પ્રસજ્ઞ આવશે. અને તેથી શ્રી તીર્થંકર પરમાત્મામાં જેમ મહત્ત્વની બુદ્ધિ ધર્મનું કારણ બને છે તેમ માયાવીમાં પણ તેવા પ્રકારની બાહ્યસમ્પદાના કારણે થનારી મહત્ત્વની બુદ્ધિ ધર્મનું કારણ બનશે. આથી જ સમન્તભદ્ર આચાર્યું પણ આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે દેવતાઓનું આગમન; આકાશમાં વિહાર (સુવર્ણકમલ ઉપર પગ સ્થાપવા) અને ચામર વગેરે વિભૂતિઓ માયાવી પુરુષોમાં પણ દેખાય છે. તેથી એ વિભૂતિઓને લઈને તમે મહાન છો-એવું અમે માનતા નથી.” યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ બાહ્યસંપદા માયાવીમાં હોય તો ધર્મજનક મહત્ત્વની બુદ્ધિને ઉત્પન્ન કરતી નથી. પરન્તુ તીર્થંકરપરમાત્મામાં એ બાહ્યસમ્પડ્યા હોય તો મહત્ત્વની બુદ્ધિને ઉત્પન્ન કરવા દ્વારા ધર્મનું કારણ બને છે. તેથી આ રીતે વ્યક્તિવિશેષની બાહ્યસમ્પદાને ધર્મની પ્રયોજિકા માનવાથી કોઈ જ અતિપ્રસંગ નથી; પરન્તુ આ રીતે વ્યક્તિવિશેષની અપેક્ષાએ બાહ્યસમ્પદાને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે કારણ માનીને અતિપ્રસંગનું નિવારણ કરવાનું હોય તો મહત્ત્વબુદ્ધિધની પ્રત્યે દરેક પદાર્થમાં રહેનારા પ્રમેયત્વ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66