Book Title: Jambudweeplaghusangrahani
Author(s): Haribhadrasuri, Nandighoshvijay, Udaysuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 13
________________ (૧૨) આ જ ખૂદ્વીપમાં મેરૂપ તની દક્ષિણે, ૧,૦૦,૦૦૦ યાજનના ૧૯૦ મા ભાગના એટલેકે પર૬ યેાજન અને કલા, ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળું તેમજ સાધિક ૧૪૪૭૧ યેાજન પૂપશ્ચિમ વિસ્તારવાળુ” ભરતક્ષેત્ર છે. તેનાથી ઉત્તરમાં ભરતક્ષેત્રના ઉત્તર-દક્ષિણ વિસ્તારથી ખમણા વિસ્તારવાળા લઘુહિમવાન પંત છે. તેની ઉત્તરે તેનાથી ખમણા વિસ્તારવાળું હિમવત ક્ષેત્ર છે, તેની ઉત્તરે હિમવતક્ષેત્રથી ખમણા વિસ્તારવાળા મહાહિમવાન પર્વત છે. તેની ઉત્તરે તેનાથી પણ બમણા વિસ્તારવાળું હરિવષ ક્ષેત્ર છે, તેની ઉત્તરે હરિવ ક્ષેત્રમાં ખમણા વિસ્તારવાળા નિષધ પત છે. તેનાથી ઉત્તરે અને જ ખૂદ્વીપના મધ્યમાં ભરતક્ષેત્ર કરતાં ૬૪ ગણા વિસ્તારવાળું મહાવિદેહ ક્ષેત્ર છે. આ મહાવિદેહની ઉત્તરે અનુક્રમે નીલવત પર્યંત, રમ્યક્ ક્ષેત્ર, રુકિમ પ ત, હૈરણ્યવતક્ષેત્ર, શિખરી પર્યંત અને અરવતક્ષેત્ર, પૂર્વ-પૂર્વ પ°ત કે ક્ષેત્ર કરતાં અડધા-અડધા ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળા છે. નિષધ અને નીલવંત પર્યંત સમાન વિસ્તાર તથા સ્વરૂપવાળા છે. હરિવષ ક્ષેત્ર અને રમ્યકક્ષેત્ર સમાન વિસ્તાર અને સ્વરૂપવાળા છે. તે જ રીતે મહાહિમવાન પવ ત અને રુકિમ પત, હિમવત ક્ષેત્ર અને હૈરણ્યવત ક્ષેત્ર, લઘુહિમવાન્ પર્યંત અને શિખરી પત તેમજ ભરતક્ષેત્ર અને અરાવત ક્ષેત્ર પરસ્પર સમાન વિસ્તાર અને સ્વરૂપવાળા છે. સૌથી મધ્યમાં આવેલ અને ભરતક્ષેત્ર કરતાં ૬૪ ગણા એટલે કે ૩૩૬૮૦ યેાજન અને ૪ કલા જેટલા વિસ્તારવાળું મહાવિદેહ ક્ષેત્ર સૌથી વિશિષ્ટ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની મધ્યમાં મેરૂ પર્વત છે અને તેની ઉત્તરે-ઉત્તરકુરુક્ષેત્ર તથા દક્ષિણે દેવકુરુક્ષેત્ર અ ચદ્રાકારે આવેલા છે. અને નીલવંત પર્યંત તથા નિષધ પર્યંત તરફની તેમની પૂર્વ-પશ્ચિમ લખાઈ ૫૩,૦૦૦ યેાજન છે. તે દેવકુરુ અને ઉત્તર-કુરુ ફોત્રની પૂર્વમાં અને પશ્ચિમમાં મહાવિદેહહોત્રની ૧૬–૧૬ વિજય આવેલી છે. તેમાંના ઘણા પદાર્થાનું સ્વરૂપ-ભરત ક્ષેત્રના પદાર્થોના સ્વરૂપ જેવુ જ છે. દેવકુરુ ઉત્તરકુરુ, હિમવત, હરિવ', રમ્યક, હેરણ્યવત હોત્રાને યુગલિક ફોત્ર કહેવામાં આવે છે. તેઓનુ વિશેષ સ્વરૂપ આ ગ્રંથની ટીકામાં જણાવેલ છે. ત્યાંથી જોઈ લેવુ. તે જ રીતે મહાવિદેહનુ' સ્વરૂપ પણ આ ગ્રંથની ટીકામાંથી જોઈ લેવું. આ ગ્રંથમાં જે પદાર્થાંનું વર્ણન કરવામાં આવેલ છે, તે પદાર્થા પ્રાયઃ શાશ્વત જ છે, તેમ, જૈન સિદ્ધાંતાનુસાર ટીકાકાર આચાર્યશ્રીએ જણાવેલ છે. અને તેનુ કારણ આપતાં તેઓશ્રી જણાવે છે. કે જ'બૂદ્વીપમાં રહેલ અશાશ્વત પદાર્થાં અસ`ખ્ય છે, અને તે દરેકનુ વન કરવું શકય નથી, તેમજ તેના સ્વરૂપમાં દેશ–કાળને અનુસરી ઘણું ઘણું પરિવર્તન થતુ રહે છે. તે દરેકને શબ્દમાં સમાવવું શકય નથી. આથી જે પદાર્થા શાશ્વત એટલે કે અનાદિ-અનંત સ્થિતિવાળા છે અને જેના સ્વરૂપમાં દેશ-કાળ અનુસારે કાંઈ જ પરિવન થતું નથી, તેનું જ આ ગ્રંથમાં વર્ણન કરવામાં આવેલ છે. તે પ્રમાણે મેરૂ પર્યંતની દક્ષિણે લવણુસમુદ્ર પાસે આવેલ અચંદ્રાકાર ભરતક્ષેત્રની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લખાઈવાળા વૈતાઢય પત છે. આ પર્યંત ભરતક્ષેત્રના એ ભાગ કરે છે. મેરૂ પર્વત તરફના વિભાગને ઉત્તરાધ ભરત કહે છે, અને લવણુસમુદ્ર તરફના વિભાગને દક્ષિણા ભરત કહેવામાં આવે છે. આ બંને વિભાગને-હિમવાન પ ત ઉપરના પદ્મસરોવરમાંથી નીકળતી ગ'ગા અને સિન્ધુ નહી ત્રણ-ત્રણ ભાગમાં વિભાજિત કરે છે. અને તે રીતે ભરત ક્ષેત્રના છ ખંડ થાય છે. દરેક ચક્રવતી આ છ યે ખડાને જીતે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 142