Book Title: Jambudweeplaghusangrahani Author(s): Haribhadrasuri, Nandighoshvijay, Udaysuri Publisher: Jain Granth Prakashan SamitiPage 16
________________ (૧૫) પૃથ્વી ગોળ નથી જ એમ સિદ્ધ કરવા પ. પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજીએ સારી રીતે પ્રયત્ન કર્યો છે. ૧. પૃથ્વી ગોળ છે તે સિદ્ધ કરવા વર્તમાન શિક્ષણકા, દરિયામાં જતી આવતી સ્ટીમરોનું દષ્ટાંત આપે છે. તેમાં તેઓ જણાવે છે કે વહાણ-જહાજ કે સ્ટીમર જેમ દૂર જાય છે તેમ ક્રમશઃ નીચેનો ભાગ, પછી તેની ઉપરનો અને છેવટે ટોચનો ભાગ દેખાતો બંધ થાય છે કારણ કે પૃથ્વીની ગોળાઈ આડી આવે છે. પરંતુ આ વાત સત્ય નથી. સ્ટીમર જેમ જેમ દૂર જાય છે તેમ તેમ તે નાની-નાની દેખાય છે. પરંતુ દેખાય છે તો આખી જ, કારણ કે સંપૂર્ણ સ્ટીમર જે નરી આંખે ન દેખાતી હોય અને ગોળાઈને કારણે નીચેનો કે વચલે ભાગ ને દેખાતો હોય તો દૂરબીન દ્વારા પણ સંપૂર્ણ સ્ટીમર ન દેખાતી જોઈએ, પરંતુ પ્રાયોગિક પરિણામોમાં નરી આંખે સ્ટીમર દેખાતી બંધ થયા પછી દુરબીન દ્વારા જોતાં, સંપૂર્ણ સ્ટીમર દેખાય છે. વસ્તુતઃ આપણી આ બેની સંરચના જ એવી છે કે તેમાં આંખથી પદાર્થ જેમ જેમ દૂર જતો જાય છે તેમ તેમ નેત્રપટલ ઉપર પડતું પ્રતિબિંબ વધુને વધુ નાનું થતું જાય છે. અને પદાથી અત્યંત દર જતાં નેત્રપટલ ઉપરનું પ્રતિબિંબ એટલું બધું નાનું થઈ જાય છે કે આંખના જ્ઞાનતંતુ (Optic-Nerve) તેને ગ્રહણ કરી શકતા નથી. આ પરિસ્થિતિ આકાશમાં ઊંચે ઉડતા વિમાન વિગેરેની પણ હોય છે. આ હકીકતો સિદ્ધ કરે છે કે પૃથ્વી ગોળ નથી. ૨. અમેરિકામાં – હેરાશની દીવાદાંડી ૪૦ માઈલ દૂરથી દેખાય છે. તેનું શું કારણ? જે પૃથ્વી ગોળ હોય તો ૪૦ માઈલમાં પૃથ્વીનો વળાંક ૯૦૦ ફૂટ આવે, જ્યારે દીવાદાંડી ફક્ત ૩૦૦ ફૂટ જ ઊંચી છે. *. સુએઝ નહેર–પૃથ્વી ગોળ નથી એ સિદ્ધાંત ઉપર બંધાયેલી છે. અને તેને બાંધનાર કેન્ચ ઈજનેરે હતા, આને ઉલેખ બ્રિટિશ પાર્લામેન્ટના ધારામાં મળે છે. ૪. કેપ્ટન જે. રાસે ઈ.સ. ૧૮૩૮માં કેપ્ટન કૅશિયર સાથે દક્ષિણ ધ્રુવતરફ સફર કરી ત્યારે સમુદ્રમાં જ્યાં સુધી શકય હતું ત્યાં સુધી વહાણમાં ગયા, ત્યાર બાદ ૪૫૦ ફૂટથી ૧૦૦ ફૂટ ઉંચી પાકી બરફની દિવાલ મળી આવી, તેના ઉપર તેઓ સતત ચાર વર્ષ સુધી ચાલ્યા, લગભગ ૪૦,૦૦૦ માઈલની મુસાફરી થઈ, પરંતુ તે બરફની શેતરંજનો અંત ન આવ્યો. જે પૃથ્વી ગોળ હોત તો-જે અક્ષાંશ ઉપર આ બરફની શેતરંજ મળી, ત્યાંની પરિધિ ફક્ત ૧૦,૭૦૦ માઈલની જ છે. તો તેઓ ત્યાં ને ત્યાં એક જ સ્થાન ઉપર ચાર વાર આવી જવા જોઈએ. તેમ થવાને બદલે તેઓને પાછા વળવું પડયું અને પાછા આવતાં અઢી વર્ષ થઈ ગયા. આ હકીકત પણ સિદ્ધ કરે છે કે પૃથ્વી ગોળ નથી. ૫. બે રેખાંશ વચ્ચેનું અંતર, અક્ષાંશ બદલાય તેમ બદલાય છે. વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તરમાં કે દક્ષિણમાં આગળ જઈએ તેમ તેમ બે રેખાંશ વચ્ચેનું અંતર ઘટતું જાય છે. - ઉત્તરના ૨૩ અક્ષાંશ ઉપર બે રેખાંશ વચ્ચે ૪૦ માઈલનું અંતર છે. જે પૃથ્વી ખરેખર દડા જેવી ગોળ હોય તે દક્ષિણને ૨૩ અક્ષાંશ ઉપર પણ બે રેખાંશ વચ્ચે ૪૦ માઈલનું - અંતર હોવું જોઈએ તેને બદલે ૭૫ માઈલનું અંતર જણાયું છે અને આગળ નીચે દક્ષિણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142