Book Title: Jambudweeplaghusangrahani
Author(s): Haribhadrasuri, Nandighoshvijay, Udaysuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 24
________________ (૨૩) આ પદ્ધતિ ભૂલભરેલી છે અને તેનાથી સેકડો કે હજારો વર્ષોની નહીં પરંતુ લા છે અને કડો વર્ષોની ભૂલ આવે છે. એટલે જે પદાર્થને તેઓએ ૭-૮ કરોડ વર્ષ પહેલાંનો છે. એમ નક્કી કર્યું હોય તે પદાર્થ કદાચ ૭૦૦-૮૦૦ અબજ કે એથી પણ વધુ વર્ષો પૂર્વેનો હોઈ શકે છે. મતલબ કે વૈજ્ઞાનિકોએ નક્કી કરેલી પદ્ધત્તિનો સિદ્ધાંત ખામી ભરેલું હોવાથી તેઓની ગણતરી સાચી આવતી નથી અને તે રીતે તેઓનાં તારણે માત્ર અનુમાનો જ છે. તેથી તે જરાય વિશ્વસનીય બની શકતાં નથી. આ અંગે “The Pyramid power નામના પુસ્તકમાં તેના લેખકે મેકસ ટોથ (Max Toth) અને ગ્રેગ નાઇલસેન (Greg Nielsen) લખે છે : “ It shoulod be noted here that to determine the date of an archaeological find, excavators all over the world have been using the analysis of radio active carbon, the isotope carbon-14.. Unfortunately, it now appears that the dates obtained through the use of this method are highly questionable since contamination from present day organic materials could substantially affect the process. Archaeologists now believe that most of the sites dated with carbon 14 are older than the dating process showed that they were. There is currently an enormous controversy raging in a chacological circles over the claim of some archacologists that carbon 14 dating is incorrect by thousands of years, not hundreds as was previously thoughts". અત્યારે વૈજ્ઞાનિકો એવો ભય સેવી રહ્યા છે કે જે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો અવકાશમાં વારંવાર ઉપગ્રહો મુકવા માટે અને અવકાશમાં પ્રયોગો કરવા માટે સ્પેસ શટલનો વધુ પડતો ઉપયોગ કરશે તો, સૂર્યમાંથી આવતા, મનુષ્ય અને સજીવ સૃષ્ટિને હાનિકર્તા એવા પારજાંબલી (Ultraviolet) કિરણોને રોકનાર વાતાવરણનું ઉપરનું ઓઝોન વાયુનું સ્તર ખલાસ થઈ જશે અને સૂર્યનાં પારજાંબલી કિરણોથી સજીવ સૃષ્ટિનો નાશ થઈ જશે. સૂર્ય માંથી આગનો વરસાદ થશે અને પૃથ્વીનો પ્રલય થશે. આવું જ વર્ણન જૈન ગ્રંથમાં છઠ્ઠી આરા માટેનું છે. ત્યાં જણાવ્યું છે કે અગ્નિનો વરસાદ થશે, મીડું વિગેરે ક્ષારોનો વરસાદ થશે. તે વરસાદ ખૂબ ઝેરી હશે તેનાથી પૃથ્વી હાહાકાર કરશે. આ રીતે પૃથ્વીને પ્રલય થશે. મનુષ્યો વિગેરે દિવસે બૈતાઢય પર્વતની ગુફામાં રહેશે. ફકત રાતે જ બહાર નીકળશે. બધા જ માંસાહારી હશે. ટૂંકમાં વૈજ્ઞાનિકોએ જે ભય સેવ્યો છે તે યથાર્થ છે. અને એની આગાહી ભગવાન મહાવીરે ૨૫૦૦-૨૫૦૦ વર્ષ પહેલાં કરેલી છે. આ રીતે ડાવિનના ઉત્ક્રાંતિવાદના પુરાવા રૂપ અવશેષે જ જૈન ધર્મના અવસર્પિણીકાળના પુરાવા બની શકે તેમ છે. ફકત એ વિશે વધુ સંશોધન થવું જરૂરી છે. જબૂદીપ સંગ્રહણી સૂત્રમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વી ગોળ નથી અને ફરતી નથી એ સનાતન સત્ય છે. તેને વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા આપણે સિદ્ધ કરી આપવું પડશે. પૃથ્વી સંપૂર્ણ દડા જેવી ગોળ હોય તે, જેમ પૂર્વપશ્ચિમ પ્રદક્ષિણે થાય છે તેમ સંપૂર્ણ રીતે ઉત્તરદક્ષિણ પ્રદક્ષિણા થવી જોઈએ. જેમ ઉત્તર પ્રવ ઉપર થઇને વિમાનમાં મુસાફરી થઈ શકે છે 1. The Pyramid Power, Pp. 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142