Book Title: Jambudweeplaghusangrahani
Author(s): Haribhadrasuri, Nandighoshvijay, Udaysuri
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 23
________________ (૨૨) ઘટતાં ઘટતાં બીજા આરાની શરૂઆતમાં દેહમાન ૨ ગાઉ અને આયુષ્ય ૨ પલ્યોપમ થાય છે. ત્રીજા આરાની શરૂઆતમાં તે યુગલિક મનુષ્યો તથા તિય ચિના દેહમાન તથા આયુષ્ય ઘટીને અનુક્રમે ૧ ગાઉ અને ૧ પલ્યોપમ જેટલાં થઈ જાય છે. ત્રીજા આરાના અંતે મનુષ્યનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વ વર્ષ થાય છે અને શરીરની ઊંચાઈ ૫૦૦ ધનુષ્ય હોય છે. જેથી આર અડધે પસાર થઈ જાય છે તે સમયે મનુષ્યનું દેહમાન ૪પ૦ ધનુષ્ય અને આયુષ્ય લગભગ ૫૦ લાખ પૂર્વ હોય છે. પાંચમા આરાની શરૂઆતમાં દેહમાન ૭ હાથ અને આયુષ્ય લગભગ ૭૫ વર્ષ આસપાસ હોય છે. પાંચમા આરાના અંતે આયુષ્ય ફકત ૨૦ વર્ષ અને દેહમાન ફકત ૧ હાથ થઈ જાય છે. આમ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ આયુષ્ય અને દેહમાનમાં થતો ઘટાડો થવાનું કેઈ ચોકકસ પ્રમાણ ન હોવા છતાં, ઉપરનું વર્ણન વાંચ્યા પછી એક વાત ચોકકસ છે કે અવસર્પિણીમાં જેમ જેમ નીચે જઈએ એટલે કે સમય પસાર થતો જાય છે તેમ તેમ આયુષ્ય અને દેહમાનમાં થતો ઘટાડો પસાર થતા કાળની સરખામણીમાં ઘણા ઝડપી થાય છે. અત્યારના વૈજ્ઞાનિકોમાંના એક વૈજ્ઞાનિક મિ. કાર્લ સેગને એક કૉસ્મિક કેલેન્ડર બનાવ્યું છે તે અને ઈ.સ. ૧૯૭૯માં છપાયેલ ડાવિનના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક “Origin of species” માં આપેલ ચાર્ટમાં કૅસ્મિક બનાવોનું સમયાંકન બતાવ્યું છે. તે પ્રમાણે બનાવોના નામને બાદ કરતાં, તેમાં જણાવેલ સમયગાળાઓને ગુણોત્તર, જૈન ગ્રંથમાં જણાવેલ કાળચક્રના અવસર્પિણી કાળનાં સમયગાળાને ઘણે મળતો આવે છે. પ્રથમ જિનેશ્વર યુગાદિદેવ શ્રી ત્રાષભદેવ પ્રભુના આયુષ્ય તથા શરીરની ઊંચાઈ વિગેરે માટે અત્યારના બુદ્ધિમાન ગણાતા વૈજ્ઞાનિકને અતિશયોકિત લાગે પરંતુ જૈન કાળચક અને કેમિક કેલેન્ડરને બારીકાઈથી અભ્યાસ કરતાં, તે જરા પણ અશકય કે અસંભવિત જણાતું નથી. અત્યારે પૃથ્વી ઉપર મળી આવતા મહાકાય પ્રાણીઓના અવશેષમાં ડિનોસોરના અવશેષો મુખ્ય છે. એ અવશેના આધારે ડિને સૌરની લંબાઈ લગભગ ૧૫૦ ફૂટ આવે છે અને તે ડાવિનના ચાર્ટ મુજબ મેઝેઇક (Masozoic) સમયમાં થઈ ગયા. આ સમય આજ થી લગભગ ૭ કરોડ વર્ષ પૂર્વેને માનવામાં આવે છે. જેન કાળચક્રની ગણતરી પ્રમાણે આ કાળ લગભગ બારમા તીર્થકર શ્રીવાસુપૂજ્ય સ્વામી પછી અને સેળમાં તીર્થકર શ્રી શાંતિનાથ પૂવેનો આવે છે. જે સમયગાળાના ગુણોત્તરના પ્રમાણમાં, કેમિક કેલેન્ડર સાથે સરખાવતાં બરાબર એ જ સમય અ અહીં કોઈકને પ્રશ્ન થાય કે અત્યારના વૈજ્ઞાનિકની ગણતરી પ્રમાણે ફક્ત છ કરોડ વર્ષ પૂર્વેનો સમય આવે છે. જ્યારે જૈન કાળચક પ્રમાણે આજથી ૪૭ સાગરોપમ પૂવે થી લઈને સાડા ત્રણ સાગરોપમ પૂર્વેનો સમય આવે છે. જૈન કાળગણના પ્રમાણે ૧૦ કોડાકોડી - પલ્યોપમે એક સાગરોપમ થાય છે અને એક પલ્યોપમમાં અસંખ્યાતા વર્ષે આવે છે. તો બંનેમાં આટલે બધો તફાવત શા માટે ? વૈજ્ઞાનિકો અફિમભૂત અવશેની પ્રાચીનતા નકકી કરવા માટે, કાર્બન-૧૪ ના સમસ્થાનિકો (Isotops of Carbon-14 ) નો ઉપયોગ કરે છે. અને તેના આધારે અવશેષમાંના કિરણોત્સર્ગી ( Radio Active) પદાર્થમાંથી નીકળતા કિરણોત્સર્ગના પ્રમાણ ઉપરથી તે પ્રાચીનતા નક્કી કરે છે. પરંતુ પશ્ચિમના વૈજ્ઞાનિકોએ પણ જાતે કબુલ કર્યું છે તે પ્રમાણે ૧. પૂવ વર્ષ એટલે કે ૭૦,૫૬,૦૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142