Book Title: Jambudweeplaghusangrahani Author(s): Haribhadrasuri, Nandighoshvijay, Udaysuri Publisher: Jain Granth Prakashan SamitiPage 25
________________ (૨૪) તેમ દક્ષિણ ધવ ઉપર થઈને પણ મુસાફરી કરવી જોઈએ, પરંતુ વિશ્વની પ્રખ્યાત વિમાની za Trans World Airilnes pa Pan-American Airways a 241 2457789104 તે તેઓએ પણ જણાવ્યું કે આવી કેઈ વિમાની સર્વિસ (Flight) છે નહી. બીજી તરફ ભારતની પ્રસિદ્ધ વિજ્ઞાન સંસ્થા ઈસરો (ISO) ને અને વેધશાળાનો સંપર્ક સાધતાં અને તેઓને ઉપગ્રહોની ભ્રમણકક્ષા અંગે પૂછાવતાં તથા ઉપર જણાવ્યું તેમ સંપૂર્ણ ઉત્તર-દક્ષિણ ભ્રમણકક્ષાવાળા ઉપગ્રહોની માહિતી મંગાવી પરંતુ ઈસ તરફથી કે પ્રત્યુત્તર નથી અને વેધશાળા તરફથી જે ઉત્તર આપવામાં આવ્યો છે તેમાં પૂછાવેલ પ્રશ્ન. સિવાયની માહિતી આપી છે પરંતુ જે માહિતી જોઈએ છે તે અંગે કાંઈ જણાવ્યું નથી. મતલબ કે પૃથ્વીની સંપૂર્ણ ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા અંગે કોઈ જ ચોકકસ જવાબ આપતા નથી. આ ગ્રંથ ઉપર એક પ્રાચીન, શ્રી પ્રભાચંદ્ર સૂરિકૃત સંક્ષિપ્ત ટીકા મળે છે પરંતુ આ ગ્રંથના અભ્યાસુઓને કાંઈક વિશેષધ થાય તે માટે શાસન સમ્રાટ, બાલબ્રહ્મચારી, સૂરિચકચકવતી, કદંબગિરિ–કાપરડાઇ-શેરીસાદિ–અનેક તીર્થોદ્ધારક સુગૃહીતનામધેય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજ્યને મસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ. પૂ. સિદ્ધાન્તવાચસ્પતિ, જાતિઃ શિ૯૫ાદિ શાસ્ત્રવિશારદ આચાર્ય ભગવંત શ્રી વિજયેાદયસૂરીશ્વરજી મહારાજે આ જ સૂત્ર ઉપર ટીકા લખી હતી. જે અદ્યાવધિ અપ્રગટ હતી. તેઓશ્રીની જન્મશતાબ્દી નિમિત્તે તેનું પ્રકાશન થાય તેવી શુભ ભાવનાથી, પ. પૂ. પરમોપકારી ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદથી અને પ. પૂ. પન્યાસ શ્રીશીલચન્દ્રવિજ્યજી મ.સા. ની શુભ પ્રેરણાથી, આ ગ્રંથનું સંપાદન કાર્ય મને સાંપવામાં આવ્યું. આવા સંસ્કૃત ગ્રંથના સંપાદનને આ માટે પ્રથમ પ્રયત્ન જ છે, આથી બિનઅનુભવ અને મારા મતિમાંદ્યના કારણે અથવા દષ્ટિદોષથી, જે કઈ ક્ષતિ રહી જવા પામી હોય તે તરક વિદ્વજનો અંગુલી નિર્દેશ કરશે તો તે ભવિષ્યમાં અન્ય ગ્રંથમાં ઉપયોગી બની રહેશે. આ શ્રુતજ્ઞાનની ભક્તિના અપૂર્વ શુભકાર્યમાં પ. પૂ. ગુરૂભગવંત આચાર્ય મહારાજશ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. પંન્યાસ શ્રીશીલચંદ્રવિજયજી મ.સા. ૫ પૂ. પંન્યાસ શ્રીભદ્રસેનવિજયજી મ. સા. આદિના આશીર્વાદ માર્ગદર્શન, પ્રેરણા, પ્રેત્સાહન સમયે મળતાં રહ્યા છે. તેનો મને અત્યંત આનંદ છે. પરિશિષ્ટોમાં ઉદ્ધરણેની, ગ્રંથ ગ્રંથકાર અને વિશેષ નામોની અકારાદિ કમે સૂચિ પૂ. મુનિશ્રીવિમલ કીતિવિજયજીએ કરી આપી છે. તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ પરિશિષ્ટ નં. ૩ માં આપેલ “ Squaring The Circle શ્રીનિવાસ રામાનુજને આપેલે ઉકેલ અને તેની સાબિતી “ સાયન્સ રીપિટર’ ના ડિસેમ્બર, ૧૯૮૭ એકમાંથી લીધેલી છે અને તેની અનુમતિ આપવા બદલ “સાયન્સ રીપોટર” ના મુખ્ય સંપાદક શ્રી બિમાન બસુ ધન્યવાદને પાત્ર છે. આ ગ્રંથને અંતે આપેલ પરિરિશિષ્ટમાં, પ્રથમ પરિશિષ્ટમાં પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયેાદય સૂરીશ્વર મહારાજે રચેલ “સ્થાવરની સિદ્ધિ” નામને ગ્રંથ આપેલ છે. પ્રાન્ત, આ ગ્રંથની વિસ્તૃત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લખવામાં આવેલી પ્રસ્તાવનામાં શાસ્ત્રવિરૂદ્ધ કાંઇપણ લખાયું હોય તો તે બદલ “મિચ્છામિ દુકકડ” દઈ વિરમું છું. વિ. સં. ૨૦૪૫ આ વદી–૫ –નંદીષવિજય તા. ૨૯-૧૦-૧૯૮૮ ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142