________________
(૧૦)
these questions, for more than 3000 years, the different religious circles and the principal schools of thought in India have striven unceasingly to supply answers."
(Pp. No. 9 ) જેમ ભૌતિકવિજ્ઞાનનો માર્ગ અપનાવવા, તે માટેની યોગ્યતા હોવી જરૂરી છે તેમ અધ્યાત્મનો માર્ગ અપનાવવા માટે પણ કેટલીક શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક ગ્યતાઓ હોવી જરૂરી છે. આ યોગ્યતાઓ વિનાને મનુષ્ય, જે અધ્યાત્મનો માર્ગ અપનાવે તો તેને કાં તો સદંતર નિષ્ફળતા મળે છે અથવા તા ધારી સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. તો બીજી બાજુ ભૌતિકવિજ્ઞાનને માગ પણ એટલો સરળ નથી. કુદરતનાં રહસ્યો પામવા માટે તેના અત્યાધુનિક ઉપકરણો પણ તદ્દન વામણાં પુરવાર થાય છે
અત્યારના વૈજ્ઞાનિક યુગમાં વૈજ્ઞાનિક સાધનોની ભરમાળ ભલે ઉપલબ્ધ હોય, છતાં, તે આધ્યાત્િમક ઉપકરણોની તુલના કરી શકે તેમ નથી. પરંતુ વર્તમાન યુગમાં એ આધ્યાત્મિક યેગ્યતા તથા સાધને પ્રાપ્ત કરવાં દુઃશક્ય જણાય છે. તેથી આપણા માટે બે માંથી એક પણ માગ સંપૂર્ણ ઉપકારક નિવડી શકે તેમ નથી. એટલે આપણી જિજ્ઞાસા સંતોષવાના ફક્ત એક જ માર્ગ છે અને તે એ કે આપણે પૂર્વના મહષિઓએ આ આધ્યાત્મિક માર્ગ, કુદરતનાં રહસ્યને પ્રાપ્ત કરીને આપણી સમક્ષ મૂક્યાં છે. તેનો અભ્યાસ કરી, તે રહસ્યોને જગતના અન્ય જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરવાં.
પ્રસ્તુત પુસ્તકમાં, આપણું પ્રાચીન મહાપુરુષોએ રજૂ કરેલ પૃથ્વી એટલે કે જંબુદ્વીપ અને તેમાં રહેલ અન્ય પદાર્થોનું વર્ણન છે. આ પ્રાચીન ગ્રંથમાં આવતા પદાર્થો અને આધુનિક વિજ્ઞાન – ખગોળશાસ્ત્રમાં આવતા પદાર્થો અને તેના વર્ણનમાં ઘણો જ તફાવત જોવા મળે છે. આ તફાવતનું ખરું કારણ શોધવું ઘણું જરૂરી છે.
સામાન્ય રીતે આપણે જૈન આગમો, એ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની વાણી છે, તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આપેલી દેશનાઓ-ઉપદેશ-છે અને શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૧૧ મુખ્ય શિષ્યો-ગણધરોએ તે ઉપદેશને સૂત્રબદ્ધ કર્યો તેને દ્વાદશાંગી કહેવામાં આવે છે. પ્રાચીન કાળમાં આ સંપૂર્ણ દ્વાદશાંગી કંઠસ્થ રાખવામાં આવી હતી એટલે કે દરેક શ્રમણ તે મુખપાઠ કરતા હતા અને તે રીતે મુખપાઠની પરંપરા લગભગ શ્રુતકેવળી ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી સુધી ચાલી. તેઓના સમયમાં બાર વર્ષના ભયંકર દુષ્કાળ દરમ્યાન અપૂરતા પિષણ તેમજ મંદયાદ શકિતના પરિણામે કેટલુંક શ્રુત ભૂલાઈ ગયું. ત્યાર બાદ, શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૯૮૦ વષે એટલે કે વિક્રમ સંવત ૨૧૦ આસપાસ દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ, વલભી વાચના વખતે, સર્વસિદ્ધાંત, શ્રુત-આગમગ્રંથને પુસ્તકારુઢ કરાવ્યા. ત્યાં સુધીમાં ઘણું શ્રુતજ્ઞાન વિસરાઈ ગયું હતું અને જે કાંઈ ઉપલબ્ધ હતું તેમાં શંકાસ્પદ પાઠો પણ ઘણા હતા. અત્યારે ઉપલબ્ધ–આગમગ્રંથની. તાડપત્રીય હસ્તપ્રતે, લગભગ બધીજ, વિક્રમના અગિયારમા સૈકાની અને તે પછીની જ છે. એટલે કે શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણ મહારાજે પોતે લખાવેલી કોઈપણ હસ્તપ્રત અત્યારે ઉપલબ્ધ નથી. આ પ૦૦-૬૦૦ વર્ષના ગાળામાં પણ આગમના પાઠમાં કાંઈ કેટલાય પાઠાંતરે થયા હશે અને એ પાઠાંતર સાથેનું આગમ-જ્ઞાન આપણી પાસે આવ્યું છે. એ આગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org