Book Title: Jambudweeplaghusangrahani
Author(s): Haribhadrasuri, Nandighoshvijay, Udaysuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 10
________________ પ્રસ્તાવના • Science is a series of approximations to the truth; at no stage do we claim to have reached finality; any theory is liable to revision in the light of new facts....... This is both the joy and inspiration of science that there appears to be no end to new knowledge with its interest. Each advance yields a more farreaching and interesting picture of the physical world, while at the same time opening up fresh views in the shape of new problems awaiting solution.” (વિજ્ઞાન – એ સત્ય તરફ લઈ જનાર અનુમાનેની શ્રેણિ છે, પરંપરા છે અને વિજ્ઞાને આપેલ નિર્ણયો અને રહસ્ય અંતિમ સત્ય અથવા નિરપેક્ષ સત્ય છે એવો દાવો પણ આપણે કયારેય કરી શકીએ તેમ નથી. વિજ્ઞાનને કોઈપણ સિદ્ધાંત નવા સંશોધનના અનુસંધાનમાં, ફેરસ્કાર માગી લે છે અથવા નવું કોઈપણ સંશાધન વિજ્ઞાનના પવવતી’ સિદ્ધાંતને અસત્ય ઠેરવી શકે છે....... વિજ્ઞાનને આનંદ અને એની પ્રેરણાદાયક હકીકત એ છે કે વિજ્ઞાનમાં નવા જ્ઞાનને કદાપિ અંત જણાતું નથી. દરેક સંશોધન આ ભૌતિક જગતનું સુંદર અને વધુ વિશ્વાસપાત્ર સ્વરૂપ દર્શાવે છે અને તે સાથે જ ઉકેલની રાહ જોતા નવા પ્રશ્નોના સ્વરૂપમાં, નવા દષ્ટિકણો-ખ્યાલોને માર્ગ ખુલ્લે કરી આપે છે.) મનુષ્યની જિજ્ઞાસાવૃત્તિ અદમ્ય છે અને એ જિજ્ઞાસાવૃત્તિ એ મનુષ્યને, નવી નવી શોધ કરવાની પ્રેરણા આપી છે, અને તે રીતે વિજ્ઞાનને પ્રારંભ થયો. આ જિજ્ઞાસાવૃત્તિઓ અનાદિકાળથી મનુષ્યના ચિત્તમાં વસવાટ કરેલ છે. ક્યારેક એ તીવ્ર બને છે તો કયારેક સાવ મંદ પડી જાય છે. પરંતુ જ્યારે એ તીવ્ર બને છે ત્યારે, મનુષ્ય જગતના સ્વયંસંચાલિત તંત્રનું રહસ્ય પામવા મથે છે. આ રહસ્ય પ્રાપ્ત કરવા માટે મુખ્યત્વે બે માર્ગ અપનાવાય છે. એક માગ” અધ્યાત્મને છે અને બીજો માર્ગ ભૌતિકવિજ્ઞાનને છે. ભારતીય સંસ્કૃતિના પાયામાં જ આધ્યાત્મિક્તા રહેલી હોવાથી ભારતની કોઈપણ પ્રાચીન પરંપરામાં બ્રહ્માંડના રહસ્યને સમજવા, જાણવા માટે પ્રાચીન મહર્ષિઓએ અધ્યાત્મને જ માર્ગ અપનાવેલ છે (અને) પ્રાચીન કાળમાં બ્રહ્માંડના રહસ્યો જાણવા ભારતીય પ્રજાજને પણ ખુબ જ ઉત્સુક હતા, અને આ વિષયમાં બીજી કેઈપણ સંસ્કૃતિ કરતાં ઊણું ઉતરે તેવા ન હતા. આ અંગે કેન્ચ સંધિકા શ્રીમતી કૈલટ કૅચ્યાં [ Collete Caillat] ધ જૈન કોલેજ The Jain Cosmology] નામનું પુસ્તકમાં કહે છે. - “The civilization of India, no less than other civilizations, has not failed to ask questions about the place which man occupies in the world and the location of both the human and the animal kingdoms in space and time, To 1. A. W. Barton. [ Introduction, Cosmology Old and New by G. R. Jain] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 142