________________
વાર દઈને ગુરુમુખેં પચ્ચખાણ કરીયે. પછી સામાયિક પાલવા ત્રણ નવકાર ગણી. પછી “જે જેમણેણુબદ્ધ ઈત્યાદિક ગાથા કહી પ્રતિક્રમણ સમાપ્ત કરીયે.
ઇતિ શ્રી રાઈ પ્રતિકમણુવિધ સમાસઃ
અથ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૦૨૦> – પ્રથમ ત્રણ ખમાસમણ દઈ ઈચ્છાકારો કહી, ગમનાગમન નિમિત્તે ઈરિયાવહી, તસોત્તરી કહી એક લેગસનું કાઉસ્સગ્ગ કરી પછી પ્રગટ લેગસ કહી, ગમનાગમન આલોચી પછી સામાયિક ઠાવા ત્રણ નવકાર ગુણી જીવરાશિ ખમાવી અઢાર પાપસ્થાનક આવવાં, પછી ગુરુસ્થાપના નિમિત્ત પચંદિય કહી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ધારવા. પછી સામાયિક વ્રત ઉચ્ચાર કરવા, એક નવકાર ગુણ સામાયિક વ્રત ઉચ્ચાર કરી પછી ફરી બીજા આવશ્યક ભણી ઇરિયાવહી, તરોત્તરી કહી એક લેગસ્સનું કાઉસગ્ગ કરી પછી પ્રગટ લેગસ કહી છેડો પડિલેહી પછી ત્રીજા આવશ્યક ભણી આવશ્યક વાંદણાં બે વાર દેવા. પછી એક જણ ઉભો રહી ચોથા આવશ્યક ભણી ઈચછામિ ખમાસમણ પૂર્વક-ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગુરુ પર્વભણી પાંખી સવિશેષ અતિચાર આલઉંજી.--એમ કહી પછી “નવકાર મંત્ર” કહીને મોટા અતિચાર કહેવા. તે કહે છે.