________________
૩૧૯ ઉપલા બે દ્વારમાં જે કહ્યું, તે ગાથાવડે સૂચવે છે –
એગાહણાઉ માણું, એવં સંખેઓ સમખાય; જે પુણ ઈથ વિસા, વિસેસ સુત્તાઉ તે નેયા. ૩૮
અર્થ:-(આગાહણાઉમાણે કેટ) જેનેવિષે જીવની સ્થિતિ હોય છે. જેમાં જીવ રહે છે તેને અવગાહના કહિયે, એવું જે પ્રત્યેક જીવનું શરીર તેના આયુષ્યનું પ્રમાણ (એવું કે.) એવી રીતેં (સંખેઓ કેટ) સંક્ષેપે કરી (સમખાય કે ) સમાખ્યાત એટલે કહ્યું, પરંતુ (જે પુણ ઇથ કે) અને હજી જે કાંઈ દેવલોકા દિકનેવિષે પ્રતરાદિ આશ્રિત ( વિશેસા કે) વિશેષ અવગાહના તથા આયુના ભેદ છે. (તે વિસેસ સુરાઉ કે.) તે વિશેષ સૂત્ર જે સંગ્રહિણી પ્રજ્ઞાપનાદિક સૂરે છે તેથકી (નેયા કેટ) જાણી લેવા.
હવે ત્રીજું સ્વકાસ્થિતિદ્વાર કહે છે – એગિદિયા યસ, અસંખ ઉરૂપિણી સકાયમિ; ઉવવતિ ચયંતિએ, અણુતકાયા અસંતાઓ. ૩૯
અર્થઃ—(સરવે એચિંદિયા કે) પૃથ્વીકાય, અપ કાય; તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય, એ જે પંચ સ્થાવર એકેંદ્રિય છે. તે સર્વ.(અસંખ ઉસ્સપિણ કેટ) અસંખ્ય ઉત્સર્પિણી તથા અવસર્પિણ સુધી ( સકાયમિ કે) તેજ પિતાની કાયને વિષે (વિવતિ કે.) ઉત્પન્ન થાય છે, અને (ચયંતિઆ કે૦) મરણને પામે છે. અર્થાત્ તેજ કાયમાં ઉત્પન્ન થઈને ફરી ત્યાં જ નાશ પામે છે, તથા (અણુતકાયા કે) અનંત કાય વનસ્પતિ છે જે છે તે