________________
૩૦૪
અર્થ – એ ઉપર કહેલા (સરવે કે.) સર્વ પ્રકારના ( જલ થલ ખયરા કે ) જલચર સ્થલચર, તથા ખેચર જીવો તે ( સંમુછિમાં કેટ) એક સંમૂછિમ અને બીજા (ગર્ભાયા કે. ) ગજ એ ( દુહા કે બે પ્રકારના ( હુંતિ કેવ) છે. એમ પ્રત્યેકના બન્ને પ્રકાર હોવાથી છે ભેદ થયા. જે છે માતા પિતાની અપેક્ષાવિના ઉત્પન્ન થાય તે સંભૂમિ કહેવાય છે. અને જે જીવ ગનમાં ઉત્પન્ન થાય તે ગજ કહેવાય છે. તિહાં એકેંદ્રિય, દ્રિય તથા ચતુરિંદ્રિય સર્વ એ જી સંમૂછિમજ હેાય છે. એ તિર્યંચના સર્વ મલી અડતાલીશ ભેદ થાય છે તે આવી રીતે –પ્રથમ એકેંદ્રિય જીવ બધા થાવર કહેવાય છે તેના બાવીશ ભેદ આગલ તેરમી ગાથાના અર્થમાં દર્શાવ્યા છે. અને બીજા ત્રસ જીવના ભૂલ બેંઢી, તેંદ્રી, ચરિત્રી અને પચેંદ્રી એ ચાર ભેદ છે તેમાં બેંદ્રી. તેંદ્રી, તથા ચારિદ્રી એ ત્રણ વિકલેંદ્રોને પર્યાપ્ત તથા અપર્યાપ્તા ગણતાં છ ભેદ થાય તે પૂર્વોક્ત બાવીશ સાથે મેલવતાં અઠાવીશ ભેદ થયા. - હવે પચેંદ્રી તિર્યંચના વીશ ભેદ છે તે દેખાડે છે. જલચર, થલચર, ખેચર, ઉર પરિસર્પ અને ભુજપરિ સર્પ, એ મૂલ પાંચ ભેદ સંમૂઈમના અને પાંચ ગજના મલી દશ ભેદ થાય. તે દશ પર્યાપ્તા અને દશ અપર્યાપ્ત મલી વીશ ભેદ થયા, તેને પૂવક્ત અઠાવીશ સાથે મેલવતાં અડતાલીશ ભેદ તિર્યંચના થાય. એ રીતે ગાથાના પૂર્વાદ્ધમાં પચંદ્રી તિર્યંચનું વર્ણન કર્યું.