Book Title: Jain Vartao 01 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪ : જૈન ધર્મની વાર્તાઓ જેવા બાહ્ય વિષયોમાંથી સુખ લેવા માગે છે ને તે વિષયો તરફ ઝાવાં નાંખી-નાખીને દુ:ખી થાય છે. ત્યારે કોઈ જ્ઞાની તેને સમજાવે છે કેઃ અરે જીવ! સુખ તો તારા આત્મામાં છે; પડછાયા જેવા શરીરમાં કે વિષયોમાં સુખ નથી, માટે તું બહારમાં સુખ ન શોધ. બાહ્ય વિષયો પ્રત્યે તું ગમે તેટલા વલખાં માર, તેમાંથી તને કદી સુખ મળવાનું નથી. આ રીતે આ ચિત્ર ભેદજ્ઞાન કરાવીને સુખનો સાચો રસ્તો બતાવે છે. તાત્કાલિક દવા શરીરમાં અચાનક ગંભીર રોગ આવી પડે ત્યારે તાત્કાલિક ઉપાય શું? શરીરથી ભિન્ન ચૈતન્યની ભાવનામાં ઉપયોગ લગાવી દેવો-તે જ તાત્કાલિક ઉપાય છે. એ ઉપાયથી જ રોગની પીડાનું લક્ષ છૂટીને ચૈતન્યની શાંતિ વેદાય છે. આ ઉપાય અમોઘ છે, એટલે જરૂર લાગુ પડે જ; વળી સ્વાધીન છે એટલે બહારના વૈદ કે ડોકટરની રાહ ન જોવી પડે. આ ઉપાય સર્વ રોગનાં દુઃખ મટાડનારો છે. Please inform us of any errors on rajesh@Atma Dharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 86