Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 31
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૨૭ ને રમતમાં તમે મનુષ્યભવરૂપી રત્નને સંસારના દરિયામાં ફેંકી દીધું એક પછી એક-એમ અનંતા મનુષ્યભવને દરિયામાં ફેંકી દીધા.... ને વ્યર્થ ગુમાવ્યા; છતાં હજી આ અમૂલ્ય મનુષ્યભવ તમારા હાથમાં છે, ને તમે તે વિષય-કષાયમાં ફેંકી દેવા તૈયાર થયા છો. જ્ઞાની સંતો તમને સાદ પાડીને કહે છે કે સબુર! સબુર! આ મનુષ્યભવને વિષય-કષાયોમાં ફેંકી ન દેશો. આ મનુષ્ય-અવતાર કાંઈ વિષય-કપાયો માટે નથી, આ મનુષ્ય-અવતાર તો આત્માનું અપૂર્વ કલ્યાણ કરવા માટે ચિંતામણિ રત્ન સમાન છે; તમારું હિત કરવાનો અવસર હુજી તમારા હાથમાં છે, -જો જો ફેંકી ન દેશો! જૈનધર્મના સત્ય દેવ-ગુરુ ઉપર જેને વિશ્વાસ છે. અને જેને મુમુક્ષુપણાનો કંઈક પ્રકાશ જાગ્યો છે એવો જિજ્ઞાસુ જીવ, જ્યાં પોતાના જીવનનો (અનંતભવનો ) વિચાર કરે છે ત્યાં તે આભો બની જાય છે કે અરે ! કેટલા બધા ભવ મેં નકામાં ફેંકી દીધા? આ મનુષ્ય અવતારમાં આવા મજાના દેવ-ગુરુ-ધર્મ મને મળ્યા છે-તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86