Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 57
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : પ૩ કઈ રીતે છોડી શકયા? એ બધા સુંદર પદાર્થો પણ તમને અસાર કેવી રીતે લાગ્યા?' , IT : Jitu રા , છે.' :: E ક સાંભળ, મિત્ર!' સાધુએ કહ્યું-એ બધી વસ્તુઓ સુંદર તો ખરી, છતાં તે બધી સુંદર વસ્તુઓ પણ જેની પાસે સર્વથા અસુંદર લાગે એવી બીજી કોઈ એક પરમ સુંદર વસ્તુને મેં મારા અંતરમાં દેખી; એટલે તેની પાસે બીજા બધાયને અસુંદર અને અસાર સમજીને મેં છોડી દીધા; મને કાંઈ ખોટ નથી ગઈ, મેં વધુ સુંદરતા મેળવી છે. - સ્વામી! એ સુંદર વસ્તુ કઈ છે કે જેની સુંદરતાથી મુગ્ધ થઈને, એ સુંદરતા પાસે આખું જગત તમને અસુંદર લાગ્યું? હે મિત્ર! એ વસ્તુ છે ચૈતન્યતત્ત્વ ! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86