Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી કહાન સ્મૃતિ-પ્રકાશનઃ પુષ્પઃ ૪ સૌને ઉત્તમ સંસ્કાર આપતી
ન ધર્મની વાર્તાઓ [૧]
: સંપાદક: બ્ર. હરિલાલ જૈન સોનગઢ
વીર સં. ૨૫૦૮
*
વૈશાખ સુદ બીજ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Meena S. Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Jain Dharmani Vartao (1) is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
18 Sept 2002
First electronic version.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શ્રી મહાવીર-નિર્વાણમહોત્સવ-પ્રકાશનનું પુસ્તક ૩૪)
ADAA
- રપ00 મો કે
જ નિવાણ
બાન મહાવી
(% 2}
*
ભાવા,
का उपयोगला
કા
ક્ષTE.
ભગવાન મહાવીર અઢી હજારવર્ષીય નિર્વાણમહોત્સવના ઐતિહાસિક પ્રસંગે હજારો બાળકોના ઉત્સાહભર્યા સહકાર પૂર્વક જે પ્રકાશનો શરૂ થયેલા, તે હુવે પૂ. ગુરુદેવના ઉપકારોની સ્મૃતિમાં આગળ વધારી રહ્યા છીએ. આ અનુસાર “જૈનધર્મની વાર્તાઓ” ના આવા દશ પુસ્તકો પ્રકાશિત થશે... તેમજ બીજા પણ નવીન પુસ્તકો તુરંત પ્રકાશિત થશે.
જગદીશ જૈન
સુરેશ જૈન; પ્રેમચંદ પ્રાપ્તિસ્થાન શ્રી કહાન-સ્મૃતિ પ્રકાશન સંતસાન્નિધ્ય: સોનગઢ (૩૬૪૨૫૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
SAINT OF SONGAD AND TIGER OF MYSORE
[ વાઘ કહે છે. મને પણ શાંતિ જ ગમે છે.) અહા, શિર ઉપર આવા મહાત્માનો હાથ ફરતા વાઘ જેવું પ્રાણી પણ શાંતિ અનુભવે છે. તો પછી જે મુમુક્ષુ જીવના શિર પર જ્ઞાનીમહાત્માઓના આશીર્વાદ છે–તેની પ્રસન્નતાની અને શાંતિની શી
(ઉપરનું દશ્ય છેઃ વીર સં. ૨૪૯૦)
વાત !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સિંહ અને વાંદરાની વારતા
------
આ ચિત્રમાં ઝાડ ઉપર વાંદરો છે. નીચે તેની છાયા છે. સિંહ ભૂખ્યો છે... પછી શું થાય છે! તે માટે આ વાર્તા વાંચો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧] મૂરખ સિંહ અને ચાલાક વાંદરો
આત્મા સિંહ જેવો શૂરવીર છે, પણ તે પોતાને ભૂલીને અજ્ઞાનથી કેવો દુઃખી થાય છે, તે વાત આ બોધચિત્ર આપણને સમજાવે છે.
એક હતો સિંહ; એને ભૂખ લાગી. જંગલમાં એક ઝાડ ઉપર વાંદરો હતો; નીચે તેની છાયા હતી. સિંહને થયું કે મને સરસ શિકાર મળ્યો. પણ વાંદરો તો ઊંચે બેઠો હતો એટલે સિંહે વાંદરાના પડછાયા ઉપર તરાપ મારી.
ત્યારે ડાળી ઉપર ઊંચે બેઠેલો વાંદરો કહે છે કે અરે વનના રાજા! હું તો અહીં ડાળી ઉપર બેઠો છું. એ પડછાયામાં કાંઈ હું નથી; પડછાયાથી તારું પેટ નહીં ભરાય; માટે નકામી મહેનત ન કર! પડછાયા ઉપર તું ગમે તેટલા વલખાં માર... તારા હાથમાં કાંઈ આવવાનું નથી.
છતાં મૂરખ સિંહ તો પડછાયા ઉપર પંજા મારી મારીને વલખાં મારતો રહ્યો. –ને અંતે હેરાન થઈને થાકયો ! તેના હાથમાં કાંઈ આવ્યું નહીં.
તેમ જગતનો રાજા, એવો આ ચૈતન્યસિંહ આત્મા, તેને સુખની ભૂખ લાગી છે. તે છાયા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ : જૈન ધર્મની વાર્તાઓ
જેવા બાહ્ય વિષયોમાંથી સુખ લેવા માગે છે ને તે વિષયો તરફ ઝાવાં નાંખી-નાખીને દુ:ખી થાય છે.
ત્યારે કોઈ જ્ઞાની તેને સમજાવે છે કેઃ અરે જીવ! સુખ તો તારા આત્મામાં છે; પડછાયા જેવા શરીરમાં કે વિષયોમાં સુખ નથી, માટે તું બહારમાં સુખ ન શોધ. બાહ્ય વિષયો પ્રત્યે તું ગમે તેટલા વલખાં માર, તેમાંથી તને કદી સુખ મળવાનું નથી. આ રીતે આ ચિત્ર ભેદજ્ઞાન કરાવીને સુખનો સાચો રસ્તો બતાવે છે.
તાત્કાલિક દવા
શરીરમાં અચાનક ગંભીર રોગ આવી પડે ત્યારે તાત્કાલિક ઉપાય શું?
શરીરથી ભિન્ન ચૈતન્યની ભાવનામાં ઉપયોગ લગાવી દેવો-તે જ તાત્કાલિક ઉપાય છે. એ ઉપાયથી જ રોગની પીડાનું લક્ષ છૂટીને ચૈતન્યની શાંતિ વેદાય છે. આ ઉપાય અમોઘ છે, એટલે જરૂર લાગુ પડે જ; વળી સ્વાધીન છે એટલે બહારના વૈદ કે ડોકટરની રાહ ન જોવી પડે. આ ઉપાય સર્વ રોગનાં દુઃખ મટાડનારો છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ 2 ] ચાલાક સિંહ અને મૂરખ વાંદરો
[ તમે એક વાર્તા વાંચી, તેમાં જે સિંહ અને વાંદરો હતા, તેના કરતાં આ બીજી કથામાં બીજો વાંદરો અને બીજો સિંહ છે. પહેલી કથામાં તો સિંહ મૂરખ હતો ને વાંદરો ચાલાક હતો. હવે આ બીજી કથામાં વાંદરો મૂરખ છે ને સિંહ ચાલાક છે. ભેદજ્ઞાનરૂપ તાત્પર્ય બને કથામાંથી સરખું જ નીકળે છે. આ કથા ગુરુદેવના પ્રવચન ઉપરથી લખી છે.)
- એક ઝાડ ઉપર વાંદરો રહેતો હતો ત્યાં એક સિંહ આવ્યો; તે સિંહને વાંદરાના શિકારનું મન થયું. ઊંચે બેઠેલો વાંદરો તેના હાથમાં આવે તેમ ન હતો. પણ સિંહુ ચાલાક હતો; તેણે જોયું કે આ મૂરખ વાંદરો નીચેની છાયાને પોતાની જ માની રહ્યો છે! એટલે તેણે વાંદરા સામે જોસથી ગર્જના કરી ને નીચે તેની છાયા ઉપર પંજો માર્યો.
છાયા ઉપર પંજો પડતાં વાંદરો તો બી ગયો કે હાય, હાય! સિંહે મને પંજો માર્યો! એમ ભયભીત થઈને તે નીચે પડ્યો! પણ મૂર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ : જૈન ધર્મની વાર્તાઓ ખાને ખબર નથી કે પંજો તો છાયા ઉપર પડયો છે. પોતે તો છાયાથી જુદો (ઝાડ ઉપર) સલામત બેઠો છે. -જુઓ, અજ્ઞાનને લીધે છાયાને પોતાની માનીને મૂરખ વાંદરે પ્રાણ ખોયા.
તેમ જીવની છાયા જેવું આ જડ શરીર, તેના ઉપર રોગાદિ થતાં કે મૃત્યરૂપી સિંહનો પંજો પડતાં, વાંદરાની જેમ મૂરખ અજ્ઞાની જીવ પોતાનું જ મરણ સમજીને ભયભીત થાય છે કે હાય ! હું મરી ગયો, હાય મને રોગ થયો.
પણ ભાઈ, એ તો બધું શરીરમાં છે, તારામાં નહીં. તું તો શરીરથી જુદો અરૂપી-શાશ્વત ચૈતન્યમૂર્તિ છો; ચૈતન્યના ઊંચા ઝાડ ઉપર તારો આત્મા સલામત છે, તારું ચૈતન્યજીવન સલામત છે, તને કોઈ મારી શકે નહીં.
આ રીતે આ ચિત્ર એવો બોધ આપે છે કે “હું જીવ! તું શરીરથી ભિન્ન આત્માને જાણીને નિર્ભય થા! આત્માનું મરણ જ નથી પછી ભય કેવો?”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩] એક હતો સિંહ.. એક હતો વાંદરો
(છેવટે બન્ને મિત્ર બની ગયા)
અગાઉના જમાનાની વાત છે.
એક સુંદર જંગલ હતું. તેમાં અનેક પશુઓ રહેતાં હતાં. સિંહ રહે ને વાંદરા રહે, હાથી રહે ને હુરણ રહે, સર્પ રહે ને સસલાં રહે.
એક ઝાડ ઉપર બે વાંદરા રહેતા હતા. એક વાંદરો યુવાન હતો; બીજો વાંદરો બુઢો હતો. તે જંગલમાં એક ભૂખ્યો સિંહ શિકારને શોધતો હતો. ફરતાં ફરતાં તે આ ઝાડ પાસે આવ્યો. ઝાડ ઉપર બે વાંદરા જોયા. હવે ઝાડ ઉપર તો સિંહથી પહોંચી શકાય તેમ ન હતું. પણ બુદ્ધિમાન સિંહે વાંદરાને પકડવાની એક યુક્તિ શોધી કાઢી.
ઉનાળાની ભર બપોર હતી. ઝાડ ઉપરના વાંદરાનો પડછાયો નીચે પડતો હતો. સિંહે જોયું કે બુટ્ટો વાંદરો છાયાની ચેષ્ટાને જ પોતાની માની રહ્યો છે; એટલે સિહે તો વાંદરા સામે નજર કરીને એક ગર્જના કરી, અને તેના પડછાયા ઉપર જોરથી પંજો માર્યો.
“હાય ! હાય સિંહે મને પકડ્યો” એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ : જૈન ધર્મની વાર્તાઓ સમજીને તે મૂરખ બુઢ્ઢો વાંદરો તો ભયથી ચીચીયારી પાડતો નીચે પડ્યો ને સિંહુના પંજામાં પકડાઈને મરણ પામ્યો. પણ બીજો યુવાન વાંદરો તો ઊંચા ઝાડ ઉપર નિર્ભયપણે બેસી રહ્યો.. ને ત્યાં બેઠા બેઠા સિંહની ચેષ્ટા તેણે જોયા કરી.
તે યુવાન વાંદરાએ વિચાર કર્યો કે બીજો વાંદરો નીચે પડીને કેમ મરી ગયો? ને હું કેમ ન મર્યો?
વિચાર કરતાં તેણે શોધી કાઢયું કે હા, બરાબર ! તે વૃદ્ધ વાંદરાએ નીચેની છાયાને પોતાની માની, એટલે છાયા પર સિંહનો પંજો પડતાં જ તે અજ્ઞાનથી ભયભીત થઈને નીચે પડ્યો ને સિંહનો શિકાર બનીને મર્યો. મેં છાયાને પોતાની ન માની, તેથી હું મરણથી બચી ગયો.
હવે તે યુવાન વાંદરાને એમ થયું કે સિંહે મારા દાદાને (વૃદ્ધ વાંદરાને) મૂર્ખ બનાવ્યા, તો હું પણ તેને તેની મૂર્ખતા બતાવીને બોધ આપું કે સિંહકાકા! તમે પણ એવી જ મૂર્ખાઈ કરી રહ્યા છો.
એકવાર તેણે તે સિંહને જઈને કહ્યું કે હું સિંહકાકા ! તમે તો આ વનના રાજા છો. પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૯ તમારા જેવો બીજો એક સિંહ આવ્યો છે, તે કહે છે કે વનનો રાજા હું છું, તમે નહિ.
ત્યારે તે સિહે ક્રોધથી કહ્યુંઃ અરે, મારી સત્તાની ના પાડનાર વળી બીજો સિંહ કેવો? ચાલ, બતાવ ! એ કયાં રહે છે? એટલે એની ખબર લઉં!
ત્યારે વાંદરાએ કહ્યું: કાકા, સામેના કૂવામાં તે સિવું રહે છે.
બસ, સિંહ તો દોડ્યો... ને કૂવામાં જોયું તો પોતાના જેવો જ સિંહુ દેખાયો હતી તો તે પોતાની જ છાયા, એ કાંઈ સાચો સિંહ ન હતો. પણ મૂરખો તેને જ બીજ સાચો સિંહુ સમજીને, ક્રોધથી અંધ થઈને, તેને મારવા કૂવામાં પડયો ને અંતે તે મૂરખ સિંહુ કૂવામાં ડૂબી મૂઓ.
આ રીતે સિંહ અને વાંદરાની જેમ અજ્ઞાની જીવો આ છાયા જેવા શરીરને પોતાનું માનીને સંસારમાં જન્મ-મરણ કર્યા કરે છે, ને ભવના કૂવામાં પડીને દુઃખી થાય છે. -પણ જો સાચું જ્ઞાન કરે, ને શરીરથી જુદું પોતાનું સ્વરૂપ જાણે તો તેને જન્મ-મરણ થાય નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ : જૈન ધર્મની વાર્તાઓ
હવે થોડા સમય બાદ ફરી એકવાર એવું બન્યું કે પહેલાંની જેમ જ તે વનમાં ઝાડ પર વાંદરો બેઠો હતો, ને ભૂખ્યો સિંહ આવ્યો. સિંહને એમ થયું કે નીચે છાયા હાલતી ચાલતી દેખાય છે તે જ વાંદરો છે. એટલે તેણે તો તે પડછાયા ઉપર પંજા મારવા માંડ્યા! પંજા મારી મારીને થાક્યો, પણ તે સિંહના હાથમાં તો કાંઈ ન આવ્યું. જેમ પૈસામાં ઝાવાં મારી મારીને થાકે તોપણ જીવને જરાય સુખ મળતું નથી, તેમ સિંહે ઘણાં ઝાવાં માર્યા પણ તેના હાથમાં કાંઈ ન આવ્યું.
ત્યારે ઝાડ ઉપર બેઠેલા વાંદરાએ કહ્યું કે અરે સિંહરાજ! જેમ અત્યારે તમે મૂર્ખાઈ કરી રહ્યા છો તેમ પૂર્વે તમારા દાદાએ પણ એવી મૂર્ખાઈ કરીને પ્રાણ ખોયા હતા. જેમ તમે મારી છાયાને જ વાંદરો સમજીને તેના ઉપર પંજો મારી રહ્યા છો તેમ પૂર્વે તમારા એક સિંહદાદાએ કૂવામાં પોતાની છાયા દેખીને તેને જ સાચો સિંહ માની લીધો ને તેની સાથે લડવા કૂવામાં ઝંપલાવીને ડૂબી મર્યા.
- સિંહ કહેઃ “અરે વાંદરાજી! જેમ મારા દાદાએ ભૂલ કરી હતી તેમ તારા દાદાએ પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૧૧
ભૂલ કરી હતી. એકવાર તારા એક વાંદરા-દાદા ઝાડ ઉપર બેઠા હતા ને નીચે તેની છાયા પર સિંહે પંજો માર્યો, ત્યાં તો ઉપરનો વાંદરો ધ્રુજી ઊઠયો, ને ‘સિંહ મને મારી નાખશે' એવા ભયથી નીચે પડયો; એમ તું પણ હમણાં નીચે પડવાનો છો.
વાંદરાએ હસીને કહ્યું: અરે સિંહમામા! એ જમાના ગયા. હવે તો ભેદજ્ઞાનના જમાના આવ્યા છે. પડછાયાને પોતાનો માનવાના જમાના વીતી ગયા. તમને ખબર નહિ હોય કે હું ‘સોનગઢ ના આંબાવન ' માં રહી આવ્યો છું. એ સોનગઢમાં એક મહાત્માના પ્રતાપે ભેદજ્ઞાનના વાયરા વાઈ રહ્યા છે; ત્યાંના મનુષ્યો તો જડ-ચેતનનું ભેદજ્ઞાન કરનારા છે, ને તે દેખીને મારા જેવા વાંદરાને પણ દેહ ને આત્માની ભિન્નતાની ભાવના જાગી છે. હવે છાયાને પોતાનું રૂપ માનીને પ્રાણ ગુમાવવાની મૂર્ખાઈના જમાના ગયા. તમે તમારે છાયા ઉપર ગમે તેટલા પંજા મારોને, હું તો છાયાથી જુદો નિર્ભયપણે મારા સ્થાને બેઠો છું.
વાંદરાની વાત સાંભળીને સિંહમામા સમજી ગયા કે અહીં મારું કાંઈ ચાલવાનું નથી. ઊલટું વાંદરાની બુદ્ધિ પ્રત્યે તેને બહુમાન જાગ્યું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ : જૈન ધર્મની વાર્તાઓ કે વાહ! દેહ અને છાયાની ભિન્નતાના ભાનથી આ વાંદરાને કેવી નિર્ભયતા છે! તો પછી, દેવું અને આત્માની ભિન્નતા જાણવાથી તો કેવી નિર્ભયતા થાય! આમ સિંહના વિચારમાં પરિવર્તન થયું.
સિંહે પોતાના વિચાર વાંદરાને જણાવ્યા. વાંદરાએ કહ્યું: મામા! તમારી વાત તદ્દન સાચી છે. દેહુ અને આત્માની ભિન્નતા જાણતાં, આ સિંહની તો શી વાત!પરતું કાળરૂપી સિંહનો પણ ભય રહેતો નથી; કાળરૂપી સિંહ આવે કે મૃત્યુ આવે તો પણ તેને પાછો વાળી ઘે કે અરે કાળ! તું ચાલ્યો જા. મારી પાસે તારું જોર નહિ ચાલે; તારો પંજો મારા ઉપર નહિ ચાલે, કેમકે હું કાંઈ દેહુ નથી, હું તો અવિનાશી આતમરામ છું; મૃત્યરૂપી સિંહ મને મારી શકે નહીં.
હે સિંહુમામા! આવા સરસ ભેદજ્ઞાનની વાત સાંભળીને હવે તમે હિંસાના કૂરભાવ છોડો ને આત્માના પરમ શાંતભાવને ધારણ કરો. તમારા વંશમાં પૂર્વે એક સિંહે મુનિરાજના ઉપદેશથી આવું ભેદજ્ઞાન કર્યું હતું ને પછી તે ભરતક્ષેત્રમાં તીર્થકર થયા હતા. દેખો, તેનું ચિત્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૧૩
મહાવીર
(ભગવાન મહાવીરનો જીવ પૂર્વે દશમા ભવે સિંહુ હુતો, ત્યારે મુનિરાજનો ઉપદેશ સાંભળીને આત્મજ્ઞાન પામે છે-તે વખતનું દશ્ય.).
વળી ઋષભદેવ પ્રભુના જીવે, વજ-જંઘના ભવમાં જ્યારે મુનિને આહારદાન દીધું ત્યારે પણ એક સિંહ અને વાંદરાએ એક સાથે તેમાં અનુમોદના કરી હતી. પછી બન્નેએ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : જૈન ધર્મની વાર્તાઓ સાથે બેસીને મુનિનો ઉપદેશ સાંભળ્યો હતો ને જાતિસ્મરણજ્ઞાન પામ્યા હતા. ત્યાર પછી બીજા ભવમાં ભોગભૂમિમાં આત્મજ્ઞાન કરીને તેઓ બન્ને, ઋષભદેવ ભગવાનના પુત્રો થઈને મોક્ષમાં ગયા. આપણે પણ હવે મિત્રપણે સાથે રહીશું ને ભેદજ્ઞાન કરીને ભગવાન થઈશું.
વાંદરાની વાત સાંભળીને સિંહ બહુ ખુશી થયો; તેણે હિંસકભાવ છોડી દીધા, શાંતભાવ પ્રગટ કરીને ભેદજ્ઞાન કર્યું અને તે સિંહ તથા વાંદરો એકબીજાના સાધર્મી મિત્રો બની ગયા.
O) 99
બંદુક અને અહિંસા બંદૂક કે બોમ્બના પ્રહાર પણ અહિંસક જીવને ડગાવી નથી શકતા; બંદૂકની તાકાત કરતાં અહિંસાની તાકાત ઘણી મહાન છે. જીવોને શાંતિ અહિંસામાંથી મળશે, બંદૂક કે બોમ્બ વડે નહીં.
આત્માની શાંતિ તે જ સાચી ક્રાંતિ છે. જેમાં શાંતિ ન મળે એ ક્રાંતિ નથી, એ તો ભ્રાન્તિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૧૫ કીધા ભેગું લીધું સમકિત
|
|
I
J
શ\N
ચિત્રમાં રાજા રાણી જેવા છે તે બન્ને, ઋષભદેવ અને શ્રેયાંસકુમારના જીવ છે. બીજા ચાર જીવોમાં સિંહ અને વાંદરાના જીવો પણ છે.)
મુનિ કહે છે: હે ભવ્ય! પૂર્વભવના સંસ્કારવશ અમે તને સમ્યકત્વ પમાડવા અહીં આવ્યા છીએ. આજે જ તું સમ્યકત્વને ગ્રહણ કર. અત્યારે જ તેનો અવસર છે.
-ને, ઋષભદેવનો જીવ તથા બીજા પાંચે જીવો પણ તરત જ આત્મસ્વરૂપ ઓળખીને સમ્યકત્વ ધારણ કરે છે. (સિંહ વગેરે) ચારે જીવો ભવિષ્યમાં ઋષભદેવના પુત્રો થયા ને મોક્ષમાં ગયા. હે ભવ્યો! ઋષભદેવ પ્રભુનું આ દષ્ટાંત આપણને પણ અબઘડી સમ્યકત્વ-પ્રાપ્તિની પ્રેરણા આપે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : જૈન ધર્મની વાર્તાઓ
.
છે
S
Smti
-૧
)
|
P
.
.
I
! '
જ
છે
તે
:
છે
છે કે
છે છે કે જ છું [
KM
મુનિરાજનાં દર્શન કરતાં ને ઉપદેશ સાંભળતાં સિહ અને વાંદરો બન્ને ભાઈબંધ થઈ ગયા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૧૭ જુઓ તો ખરા... સિંહ અને વાંદરો હળીમળીને કેવા બેઠા છે! બન્ને જીવો આનંદથી મુનિરાજના દર્શન કરે છે, પગે લાગે છે; અને ઉપદેશ સાંભળીને બન્નેને જાતિસ્મરણશાન થાય છે.
સૌથી ઉપર જે રાજા-રાણી બેઠા છે તે ઋષભદેવ અને શ્રેયાંસકુમારના જીવો છે–અહીં તેમનાં નામ છે: વજજંઘ અને શ્રીમતી.
આ પછીના બીજા ભવે ભોગભૂમિમાં ચારે તીર્યચો તેમજ રાજા-રાણીના જીવો સમ્યગ્દર્શન પામે છે, ને આઠ ભવ સુધી તેઓ સાથે ને સાથે રહે છે.
છેવટે જ્યારે રાજાનો જીવ ઋષભદેવતીર્થકર થાય છે ત્યારે વાંદરો અને સિંહના જીવો તેમના દીકરા થાય છે ને પછી મુનિ થઈ ને મોક્ષમાં જાય છે. તેમનાં નામમહાસેન અને ગુણસેન!
સિંહ અને વાંદરાની વાર્તામાં કેવી મજા આવી? આ વાર્તા વાંચીને, તમે પણ તે સિંહ અને વાંદરાની જેમ આત્મહિત કરજો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : જૈન ધર્મની વાર્તાઓ સિંહ અને વાંદરાની વાર્તા ઉપરથી
પ્રાસ થતો બોધ
* જેમ મૂરખ સિંહ અને વાંદરો શરીરની છાયાને
પોતાની માનીને દુઃખી થયા, તેમ અજ્ઞાની જીવો
શરીરને જીવનું માનીને દુઃખી થાય છે. * જેમ ચાલાક સિંહે ને વાંદરાએ શરીરની છાયાને
પોતાથી જુદી જાણી તેથી તેઓ દુ:ખી ન થયા, તેમ આપણે દેહથી ભિન્ન આત્માનું સાચું સ્વરૂપ જાણીએ
તો આપણે ભવદુઃખમાં ન પડીએ ને સુખી થઈએ. * રાગ-ક્રોધાદિ પરભાવો પણ ચૈતન્યની છાયા જેવા
છે, તે આત્માનું અસલી સ્વરૂપ નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા, તે રાગાદિ પર-છાયાથી રહિત હોવા છતાં, તેનાથી સહિત માને છે–તે અજ્ઞાનીને અશુદ્ધ માન્યતા જ સંસારના દુઃખનું બીજ છે. પર ભાવની છાયાથી રહિત શુદ્ધ જીવને અનુભવવો તે
મોક્ષસુખની રીત છે. * છાયા ઉપર તરાપ મારતા સિંહને કાંઈ પ્રાપ્ત ન થયું,
તેમ છાયા જેવા બાહ્ય પદાર્થો કે રાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૧૯ ભાવો, તેમાં સુખને માટે ગમે તેટલા ઝાવાં નાખે, તેથી જીવને કાંઈ સુખ મળે નહિ; અંતરની દષ્ટિથી
ચૈતન્યવહુને ઓળખે તો જ સુખી થાય. * જેમ વાર્તાનો સિંહ એ જંગલનો રાજા છે તેમ છે
જીવ! તું ત્રણ લોકમાં મહાન એવો ચૈતન્ય-રાજા છો. સિં–રાજા પોતાનું ખરું સ્વરૂપ ભૂલ્યો ને છાયાને સિંહ માની લીધો તેથી તે કુવામાં પડીને દુ:ખી થયો. તેમ ચૈતન્યસ્વરૂપ જીવ-રાજા પોતાનું
સ્વરૂપ ભૂલ્યો ને રાગાદિ પર ભાવને પોતાનું સ્વરૂપ માન્યું તેથી ભવના કુવામાં પડ્યો.. પણ હવે દેહથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપનું જ્યાં ભાન થયું ત્યાં તે સિંહું જેવો પરાક્રમી થઈને કેવળજ્ઞાન અને સિદ્ધપદ પ્રગટ કરે છે, ને ત્રણ લોકનો રાજા–પરમાત્મા થાય છે. ભેદજ્ઞાન વડે જીવ “સિંહરાજ' માંથી “સિદ્ધ-રાજ' બની જાય
છે; પશુમાંથી પરમાત્મા થઈ જાય છે.
માટે ભેદજ્ઞાન કરો.
|
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] ચોરાસી લાખના ચક્કરમાંથી છૂટીને મોક્ષનગરીમાં પ્રવેશવાનો અવસર
મોક્ષ , તગરી
અરે જીવ! અનંતકાળના પરિભ્રમણમાં ચાર ગતિમાં અવતાર કરી કરીને મહા દુઃખો તે ભોગવ્યાં; એમાં માંડ-માંડ મનુષ્ય થયો, ને ૮૪ ના ચક્કરમાંથી બહાર નીકળવાનો અવસર હાથમાં આવ્યો; અત્યારે બેદરકાર થઈને બીજે કાળ ગુમાવીશ તો હે ભાઈ ! આંધળાની જેમ તું અવસર ચૂકી જઈશ.
- એક અંધ મનુષ્યને શિવનગરીમાં પ્રવેશવું હતું, નગરીના ગઢને એક જ દરવાજો હતો. કોઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૨૧ દયાળુએ તેને માર્ગ દેખાડયો કે આ ગઢની રાંગે હાથ લગાવીને ચાલ્યા જાઓ, ફરતાં ફરતાં દરવાજો આવે એટલે અંદર પેસી જાજો; વચ્ચે કયાંય પ્રમાદમાં અટકશો નહિ. એ પ્રમાણે ગઢને હાથ લગાડીને તે અંધ મનુષ્ય ફરવા લાગ્યો, પણ વચ્ચે વચ્ચે પ્રમાદી થઈને ઘડીકમાં પાણી પીવા રોકાય, ઘડીકમાં શરીર ખજવાળવા રોકાય: એમ કરતાં કરતાં જ્યાં દરવાજો આવવાની તૈયારી થઈ કે બરાબર તે જ વખતે ભાઈ સાહેબ માથું ખજવાળતાખજવાળતા આગળ ચાલ્યા ગયા, ને દરવાજો તો પાછળ રહી ગયો. આમ શિવનગરીમાં પ્રવેશવાનો અવસર ચૂકીને તે પાછો ચકરાવામાં પડયો.
તેમ હું જીવ! આ ચોરાસીના ચકરાવામાં તને માંડ મનુષ્ય અવતાર મળ્યો, મોક્ષનગરીમાં પ્રવેશવાનો દરવાજો દેખાડનારા સંત મળ્યાઃ તેમણે કરુણા કરીને માર્ગ દેખાડયો કે અંદરના ચૈતન્યમય આત્માને સ્પર્શીને ચાલ્યો જા... એટલે મોક્ષનગરીમાં પ્રવેશવાનો ‘રત્નત્રય દરવાજો ' આવશે. હવે એને બદલે, અંધમનુષ્યની જેમ જે અજ્ઞાની જીવ રાગમાં ધર્મ ને ઇન્દ્રિયવિષયોમાં સુખ માનીને તેમાં રોકાય છે, ને ચૈતન્યને ઓળખવાની દરકાર કરતો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ : જૈન ધર્મની વાર્તાઓ નથી, તે મોક્ષનગરીમાં પ્રવેશવાનો આ અવસર ચૂકી જશે ને પાછો ચોરાસીના ચક્કરમાં પડી ચારગતિમાં રખડશે. માટે હે જીવ! તે અંધની જેમ તું આ અવસર ચૂકીશ મા. દેહની કે માન-મોટાઈની દરકાર છોડીને આત્માના હિતની સંભાળ કરજે. અનંતવાર ગાજરમૂળામાં મફતના ભાવે વેચાણો ત્યાં કોનાં માન કરવાં? એકેન્દ્રિયના અવતારમાં ગાજર કે મૂળામાં અવતર્યો હોય, ને બજારમાં શાકવાળાને ત્યાં તે ગાજર-મૂળાના ઢગલામાં પડ્યો હોય... શાક લેનારની સાથેનો નાનો છોકરો શાક સાથે ગાજર કે મૂળો મફત માગે, ને શાકવાળો તે આપે; ત્યારે તેમાં વનસ્પતિકાયપણે જીવ બેઠો હોય, તે પણ મૂળાની સાથે મફતમાં જાય. -એ રીતે મફતના ભાવે અનંતવાર વેચાયો. અને અત્યારે મનુષ્ય થઈને તું મફતનો માન-અપમાનમાં જીવન કેમ ગુમાવે છે! ભાઈ, અલ્પકાળનો આ મનુષ્ય અવતાર, તેમાં આત્મહિત માટે શું કરવાનું છે તેની દરકાર કર. સાવધાન રહીને આત્મજ્ઞાન કરીને મોક્ષનગરીના દરવાજામાં પ્રવેશી જા. જાગૃત રહેજે... આંધળાની માફક અવસર ચૂકીને ફરી ચક્કરમાં પડીશ મા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫]
સનતકુમા૨-મુનિએ રોગ
કઈ દવાથી મટાડયો ? (ભવરોગનું ઔષધ )
અતિશય રૂપવાળા ચક્રવર્તી સનત કુમારને મુનિદશામાં ભયંકર કોઢનો રોગ થયેલો; ત્યારે એક દેવ વૈદનું રૂપ ધારણ કરીને આવ્યો ને કહ્યું: પ્રભો ! આજ્ઞા આપો તો મારી ઔષધિથી આપનો રોગ એક ક્ષણમાં મટાડી દઉં!
ત્યારે મુનિરાજ કહે છે: હે વત્સ! આ શરીરનો કોઢ જેનાથી મટી જાય એવી લબ્ધિ તો મારા થૂંકમાંય છે; પણ મને દેહના રોગની ચિંતા નથી, મારે તો મારા આત્માનો આ ભવરોગ મટાડવો છે... તેનું ઔષધ હોય તો તે રોગ મટાડ!
ત્યારે દેવ કહે છે: પ્રભો! એ ભવરોગને મટાડનારું રત્નત્રય-ઔષધ તો આપની પાસે છે.
મુનિરાજે રત્નત્રયરૂપ
વીતરાગી ઔષધવડે
ભવરોગને મટાડયો.
આ દષ્ટાંતથી શ્રીગુરુ કહે છે કે હે જીવ! તું દેહની ચિન્તા ન કર; આત્માને દુ:ખી કરનારો ભવરોગ મટાડવાનો ઉપાય કર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ : જૈન ધર્મની વાર્તાઓ
હે જીવ! જો તું જન્મ-જરા-મરણનો રોગ મટાડવા ચાહતો હો ને અજર-અમર થવા માગતો હો.. તો ધર્મરૂપી અમૃતનું પાન કર.
સંસારના વૈદ્ય-દોક્તરોએ ટી. બી. , કેન્સર વગેરે રોગોનું ઔષધ શોધ્યું પરંતુ જન્મમરણનો રોગ મટાડવાનું કોઈ ઔષધ તેમની પાસે નથી. તે ભવરોગ મટાડવાનું ઔષધ તો ભગવાન જિનદેવે શોધ્યું છે; –તે કયું ઔષધ? કે રત્નત્રય ધર્મરૂપી રસાયણ તે ભવરોગ મટાડવાનું અમોઘ ઔષધ છે. તેનું સેવન કરો.
ધર્મના સેવનથી મોહ–રોગ મટી જશે ને મોક્ષ થશે; શરીર જ નહિ રહે, પછી રોગ કેવો ને જન્મ-મરણ કેવા? ધર્મ-ઔષધિના સેવનથી તું સિદ્ધ પદ પામીને અજર-અમર થઈશ.
બધી ઋતુમાં ફળે એવું ઝાડ ગુરુદેવ કહે છે કે
આત્મા તે અતીન્દ્રિય આનંદનું ઝાડ છે. સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધી જે આનંદદાયી ફળ છે તે આ અતીન્દ્રિય ચૈતન્ય-ઝાડમાં પાકે છે.
બધી ઋતુમાં મીઠાં ફળ આપે એવું અતીન્દ્રિય આનંદનું ઝાડ આત્મા જ છે. સર્વ શોકને હરનારું અશોકવૃક્ષ પણ તે જ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જો જો! રત્ન ફેંકી દેશો નહિ
એક માણસ દરિયા કિનારે બેઠો હતો.
એના હાથમાં અચાનક એક થેલી આવી. અંધકારમાં થેલીના પાંચિકા સાથે તે રમત કરવા લાગ્યો, એક પછી એક પાંચિકો લઈને સમુદ્રમાં ફેંકવા લાગ્યો... ફેંકતાં-ફંકતાં છેલ્લો પાંચિકો હાથમાં લઈને જ્યાં ફેંકવા જાય છે ત્યાં તો કોઈ સજ્જન પુરુષે અવાજ કર્યોસબુર! સબુર! ફેંકી દઈશ નહિ... તારા હાથમાં છે તે પથ્થર નથી, એ તો ઘણું કિંમતી રત્ન છે!
થોડો પ્રકાશ થયો હતો; સજ્જનના વચન ઉપર વિશ્વાસ લાવીને પ્રકાશમાં તે માણસે હાથમાં રહેલ વસ્તુ સામે જોયું, અને તે આભો જ બની ગયો. ઝગઝગાટ કરતું મહાન રત્ન તેના હાથમાં હતું. તે વિચારવા લાગ્યો–અરેરે, હું કેવો મૂર્ખા! આવાં રત્નોની તો આખી થેલી ભરી હતી, ને મેં અજ્ઞાનપણે મૂર્ખાઈથી રમતમાં ને રમતમાં તે બધાંય રત્નો દરિયામાં ફેંકી દીધાઅરેરે ! હાથમાં આવેલા અમૂલ્ય નિધાનને અજ્ઞાનથી હું ગુમાવી બેઠો !—આમ તે રૂદન કરવા લાગ્યો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ : જૈન ધર્મની વાર્તાઓ
ત્યારે સજ્જને તેને કહ્યું: ભાઈ! તું મૂંઝા મા! તું બધું નથી હારી બેઠો. હુજી પણ એક રત્ન તારા હાથમાં છે. તે રત્ન પણ એવું કિંમતી છે કે જો તું તેની કિંમત સમજીને બરાબર સદુપયોગ કર તો આખી જીંદગી તને સુખ-સંપત્તિ મળી રહેશે; આ એક રત્નથી પણ તારું કાર્ય સરી જશે. માટે જે રત્નો ગયાં તેનો અફસોસ છોડીને, હુજી જે રત્ન હાથમાં છે તેનો સદુપયોગ કરી લે. “જાગ્યા ત્યાંથી સવાર.' [ તે માણસે હાથમાં બચેલાં એક રત્નનો સદુપયોગ કર્યો ને તે સુખી થયો.).
વીરબંધુઓ ! આ વાત કોની છે–ખબર છે? બીજા કોઈની નહિ પણ તમારા પોતાના જીવનની જ આ વાત
હું!' જી. હા! સાંભળો
તમે આ સંસારસમુદ્રના કિનારે બેઠા છો. હજી જ્ઞાનસૂર્ય ઊગ્યો નથી એટલે અંધારું છે.
જેમ તે માણસના હાથમાં રત્નભરેલી થેલી આવી, તેમ તમને આ સંસારમાં ઘણી-ઘણીવાર રત્નચિંતામણિ જેવા મનુષ્ય-અવતાર મળ્યા. પણ તે મનુષ્ય-અવતારમાં શું કરવા જેવું છે–તેના ભાન વિના, બેભાનપણે વિષયકષાયોની રમતમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૨૭ ને રમતમાં તમે મનુષ્યભવરૂપી રત્નને સંસારના દરિયામાં ફેંકી દીધું એક પછી એક-એમ અનંતા મનુષ્યભવને દરિયામાં ફેંકી દીધા.... ને વ્યર્થ ગુમાવ્યા; છતાં હજી આ અમૂલ્ય મનુષ્યભવ તમારા હાથમાં છે, ને તમે તે વિષય-કષાયમાં ફેંકી દેવા તૈયાર થયા છો.
જ્ઞાની સંતો તમને સાદ પાડીને કહે છે કે સબુર! સબુર! આ મનુષ્યભવને વિષય-કષાયોમાં ફેંકી ન દેશો. આ મનુષ્ય-અવતાર કાંઈ વિષય-કપાયો માટે નથી, આ મનુષ્ય-અવતાર તો આત્માનું અપૂર્વ કલ્યાણ કરવા માટે ચિંતામણિ રત્ન સમાન છે; તમારું હિત કરવાનો અવસર હુજી તમારા હાથમાં છે, -જો જો ફેંકી ન દેશો!
જૈનધર્મના સત્ય દેવ-ગુરુ ઉપર જેને વિશ્વાસ છે. અને જેને મુમુક્ષુપણાનો કંઈક પ્રકાશ જાગ્યો છે એવો જિજ્ઞાસુ જીવ, જ્યાં પોતાના જીવનનો (અનંતભવનો ) વિચાર કરે છે ત્યાં તે આભો બની જાય છે કે અરે ! કેટલા બધા ભવ મેં નકામાં ફેંકી દીધા? આ મનુષ્ય અવતારમાં આવા મજાના દેવ-ગુરુ-ધર્મ મને મળ્યા છે-તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ : જૈન ધર્મની વાર્તાઓ અમૂલ્ય રત્નો છે; મારા હાથમાં આવાં રત્નો આવ્યાં છે. હુજી મનુષ્ય ભવમાં હિતનો અવસર છે. તો હવે આ અવસરને હું પાપમાં નહીં ગુમાવું. અરેરે, મેં કેવી મૂર્ખાઈ કરી કે આટલા બધા ભવો અજ્ઞાનપણે મૂર્ખાઈથી મેં રાગ-દ્વેષની રમતમાં નકામા ગુમાવી દીધા!
સંત જ્ઞાની કહે છે: હે ભાઈ ! તું મૂંઝા મા! હજી તું બધું નથી હારી બેઠો. હજી પણ જૈનધર્મનું રત્ન તારા હાથમાં છે. તે રત્ન એવું કિંમતી છે કે, તું તેની કિંમત બરાબર સમજીને સદુપયોગ કર, એટલે કે તેમાં કહ્યા પ્રમાણે ઉત્તમ આચરણ વડે જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ સમજ, તો આખી જીંદગી ને ભવિષ્યમાં સદાકાળ તને આત્માની અપૂર્વ શાંતિ મળશે. અનંતભવનું સાટું આ એક ભવમાં વળી જશે. તારા હાથમાં રહેલો આ એક ભવ પણ આત્માની સાધના અર્થે વીતાવ તો તારું અપૂર્વ કલ્યાણ થઈ જશે. માટે જે ભવો વીત્યા તેનો અફસોસ છોડીને હજી ધર્મનો જે અવસર અત્યારે તારા હાથમાં છે તેનો ઉત્તમ સદુપયોગ કરી લે. “જાગ્યા ત્યાંથી સવાર.'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સૌને ઉપયોગી છ અક્ષરનો મંત્ર
સંસારમાં ગૃહસ્થોને વિધવિધ પ્રકૃતિવાળા અનેક માણસોના પરિવાર વચ્ચે રહેવાનું હોય છે, અને છતાં પરિવારમાં સ્નેહ-શાંતિ-પ્રેમ રહ્યા કરે તે જોવાનું હોય છે. તો તે કઈ રીતે રહી શકે? તેનો એક મંત્ર જાણવા જેવો છે.
એક સદગૃહસ્થ સેંકડો માણસોના પરિવાર વચ્ચે રહેતા હતા; વિધવિધ પ્રકૃતિના નાના-મોટા માણસોમાં રોજરોજ અવનવા પ્રસંગો બનતા, છતાં પરિવારમાં સર્વત્ર શાંતિનું વાતાવરણ રહેતું હતું.-આ કારણે આખા ગામમાં એ પરિવારના સપનાં વખાણ થતાં હતાં.
હવે બીજા એક પરિવારમાં બે–ચાર માણસો જ હતાં; છતાં તેઓ સંપીને સાથે રહી શકતાં ન હતાં, ને રોજ કાંઈ ને કાંઈ કલેશ થયા કરતો. એકવાર તે સદ્દગૃહસ્થના પરિવારની શાંતિ સાંભળીને આ પરિવારના માણસોને આશ્ચર્ય થયું, અને તેનું રહસ્ય જાણવા માટે તેમની પાસે ગયા, અને તે વાત પૂછી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૩૦ : જૈન ધર્મની વાર્તાઓ
ત્યારે તે વડીલ સદ્દગૃહસ્થે કહ્યુંઃ ભાઈઓ, વિશાળ પરિવારની વચ્ચે પણ શાંતિ રહેવી એ કાંઈ બહુ અઘરી વાત નથી. તે માટે તેમણે એક કાગળ આપીને કહ્યું કે, શાંતિ માટેનો મહાન મંત્ર મેં આમાં લખ્યો છે; તે મંત્ર વડે જરૂર તમારા પરિવારમાં પણ શાંતિ થશે.
તે માણસોએ ઘરે જઈને તે મંત્ર વાંચ્યો... સો વાર વાંચ્યો... ને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા-કે વાહ! આટલો સહેલો મંત્ર! અને તે મંત્રથી તરત જ તેમના પરિવારમાં શાંતિનું આનંદમય વાતાવરણ ફેલાઈ ગયું.
પાઠકજી! તમને પણ તે મંત્ર જાણવાની ઉત્કંઠા થતી હશેઃ તો સાંભળો ! સદ્દગૃહસ્થે કાગળમાં માત્ર એક જ મંત્ર સો વાર લખ્યો હતો કે ‘ સહનશીલતા ’.. સહનશીલતા... સહનશીલતા... સહન...' [ વાહ! કેવો સહેલો મંત્ર! અને છતાં જીવનમાં સદાય કેવો ઉપયોગી છે! ]
સહનશીલતા એક એવો અમોઘ મંત્ર છે કે, જ્યાં બીજા કોઈ ઉપાયો કામ ન કરે ત્યાં પણ તે મંત્ર કામ કરે છે. સર્વ પ્રસંગમાં ઉપયોગી એવા એ મંત્રનો પ્રયોગ કદી નિષ્ફળ જતો નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૩૧
ગુરુદેવ ઘણીવાર કહેતા કે જ્યાં બીજા બધા પ્રકારે નિરુપાયતા હોય ત્યાં પણ ‘સહનશીલતા ' તે અમોઘ ઉપાય છે. સાચી સહનશીલતા રાગ-દ્વેષ વગરની હોવી જોઈએ, એટલે તે સહનશીલતાને આપણે વીતરાગીસમભાવ પણ કહી શકીએ. જિનવાણીએ આપણને વીતરાગતાના મંત્રો આપ્યા છે.
વીતરાગભાવ-રસિક
સાધર્મીઓ ! સંસારમાંગૃહવાસમાં ડગલે ને પગલે ઊભા થતા વિખવાદના પ્રસંગોની વચમાં અશાંતિના ઘોર દુ:ખમાંથી છૂટવા માટે તમે આ ‘સહનશીલતા ' મંત્રનો પ્રયોગ કરી જુઓ... તે જરૂર સફળ થશે; તમારી શક્તિ રાગ-દ્વેષમાં વેડફાતી અટકી જશે, ને સર્વ શક્તિ આત્મહિત સાધવામાં કેન્દ્રિત થઈ જશે, એટલે શીઘ્ર જ આત્મહિત સાધીને તમે મહાન શાંતિની અનુભૂતિ કરશો. બસ, બીજું શું જોઈએ !
“સ હુ ન શી લ તા”
[સાતમી વાર્તા પૂરી ]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮] ભાઈ બહેનની ધર્મચર્ચા (એક જૈન સદગૃહસ્થના ઘરમાં સૌ ઉત્તમ સંસ્કારી હતા; તેમાં ભાઈનું નામ આનંદકુમાર અને બહેનનું નામ ધર્મવતી. આ ભાઈ–બેન બન્ને બહારની વિકથા કે સિનેમા ટી. વી. વગેરેમાં રસ લેવાને બદલે, દરરોજ રાત્રે તત્ત્વચર્ચા કરતા, તેમ જ મહાપુરુષોની ધર્મકથા કરીને આનંદ મેળવતાં. તે ભાઈ બહેન કેવી મજાની ચર્ચા કરતા હતા, તેનો નમૂનો અહીં આપ્યો છે. તમે પણ તમારા ભાઈ બેન સાથે ધર્મચર્ચા કરતા જ હશો. ન કરતા હો તો હવે જરૂર કરજો. ધર્મચર્ચા માટે અત્યારનું મુહૂર્ત ઘણું સારું છે. )
આ
જ
*
TNI
--
ધર્મવતીબેન કહે: ભાઈ, અનંતકાળે આપણને આ
મનુષ્ય-અવતાર મળ્યો; તો હવે આ જીવનમાં શું કરવા જેવું છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૩૩ આનંદકુમાર કહે: બહેન, મનુષ્યજીવનમાં સમ્યગ્દર્શન
જ્ઞાન-ચારિત્રની આરાધના કરવા જેવી છે. બેનઃ હું ભાઈ ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની
આરાધના કેવી રીતે થાય? ભાઈ: બેન! એ રત્નત્રયના મુખ્ય આરાધક તો
મુનિવરો છે; તેઓ ચૈતન્યસ્વરૂપમાં લીનતા વડ
રત્નત્રયને આરાધે છે. બેનઃ ભાઈ ! રત્નત્રયના “મુખ્ય આરાધક મુનિવરો છે,
તો શું ગૃહસ્થોને પણ રત્નત્રયની આરાધના હોઈ
શકે ? ભાઈ: હા, બેન! એક અંશરૂપે રત્નત્રયની આરાધના
ગૃહસ્થોને પણ હોઈ શકે છે. બેનઃ આપણા જેવા નાના બાળક પણ શું રત્ન-ત્રયની
આરાધના કરી શકે ? ભાઈ: હા, જરૂર કરી શકે; પણ તે રત્નત્રયનું મૂળબીજ
સમ્યગ્દર્શન છે; તેથી પહેલાં તેની આરાધના કરવી
જોઈએ. બેનઃ અહા ! સમ્યગ્દર્શનનો તો અપાર મહિમા સાંભળ્યો
છે. ભાઈ, તે સમ્યગ્દર્શનની આરાધના કેવી રીતે થાય ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ : જૈન ધર્મની વાર્તાઓ ભાઈ: આત્માની ખરેખરી લગનીપૂર્વક, જ્ઞાની-સંતો
પાસેથી તેની સમજણ કરવી જોઈએ, અને પછી અંતર્મુખ થઈને તેનો અનુભવ કરવાથી
સમ્યગ્દર્શન થાય છે. બેનઃ આવું સમ્યગ્દર્શન થતાં આત્માનો કેવો અનુભવ
થાય? ભાઈ: અહા, એનું શું વર્ણન કરવું! સિદ્ધભગવાન જેવો
વચનાતીત આનંદ ત્યાં અનુભવાય છે. બેનઃ હું ભાઈ ! તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કર્યું છે તો
તત્ત્વો કેટલાં છે? ભાઈ: તત્ત્વો નવ છે; અને તે નવ તત્ત્વોની શ્રદ્ધા તે
સમ્યગ્દર્શન છે. બેન: તે નવ તત્ત્વોનાં નામ કહો જોઈએ! ભાઈ: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર,
નિર્જરા, બંધ અને મોક્ષ-એ નવ તત્ત્વો છે. બેનઃ આ નવ તત્ત્વોમાં ઉપાદેય તત્ત્વો કયા છે? ભાઈ: નવ તત્ત્વોમાંથી શુદ્ધ જીવતત્ત્વ ઉપાદેય છે; તેને
ઉપાદેય કરતાં સંવર-નિર્જરા ને મોક્ષ પ્રગટે છે. બેનઃ બાકી કયા કયા તત્ત્વો રહ્યાં?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૩૫ ભાઈ: બાકી અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ એ પાંચ તત્ત્વો રહ્યાં; તે પાંચ તત્ત્વો ય છે.
બેન: વાહ! આજે સમ્યગ્દર્શનની અને હૈયઉપાદેય તત્ત્વની ઘણી સરસ ચર્ચા થઈ; આના ઉપર ઊંડો વિચાર કરીને આપણે સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવા જેવું છે.
ભાઈ: હા, બેન! સૌએ એ જ કરવા જેવું છે; જીવનમાં તું એ જ પ્રયત્ન કરજે. એનાથી જ જીવનની સફળતા છે.
ચારિત્ર અને સમ્યક્ત્વ
[વગર ટીકીટે મુસાફરી કરશો નહિ]
એક મુમુક્ષુઃ ચારિત્રદશા ધારણ કર્યે જ મોક્ષ પમાય છે. બીજો મુમુક્ષુઃ એ વાત તદ્દન સત્ય છે. પરંતુ ચારિત્રદા સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે. સમ્યગ્દર્શન વગરના આચરણની મોક્ષમાર્ગમાં કાંઈ જ ગણતરી નથી; માટે પ્રથમ સમ્યગ્દર્શન કરજે. સમ્યગ્દર્શન તે મોક્ષમાર્ગમાં પ્રવેશવાની ટીકીટ છે. એના વગર મોક્ષમાં દાખલ થવા જઈશ તો ગુનેગાર બનીશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
[ ૯ ] ધર્મ.... પહેલો
(
વૃદ્ધાવસ્થા થશે ત્યારે ધર્મ કરશું' એમ કહેતાંકહેતાં અનેક જડબુદ્ધિઓ ધર્મ કર્યા વગર જ મરી ગયા. અરે, ધર્મ કરવામાં વળી વૃદ્ધાવસ્થાની રાહ શું જોવી ? મુમુક્ષુને જીવનમાં પહેલું સ્થાન ધર્મનું હોય. પહેલી ક્ષણ ધર્મની... પહેલું કામ ધર્મનું.
એક સાથે ત્રણ વધાઈ આવી ત્યારે, ભરતરાજે પુત્ર અને રાજચક્ર બન્નેને ગૌણ કરીને, કેવળજ્ઞાનની પૂજા પ્રથમ કરી; તે ધર્મની પ્રધાનતા પ્રસિદ્ધ કરે છે.
ભાઈ, તારે દુ:ખથી છૂટવું હોય તો વર્તમાન ક્ષણ તારી પાસે હાજર છે, તેનો સદુપયોગ કરી લે; બીજી ક્ષણના ભરોસે રાહ જોઈને બેસી ન રહે. ધર્મમાં પ્રમાદી થઈશ તો પસ્તાવાનો વખત આવશે... અને જો ધર્મના સંસ્કાર લઈશ તો વૃદ્ધાવસ્થામાંય તે તને એવો સુંદર સહારો આપશે, કે બીજા સહારાની તારે જરૂર નહીં પડે. માટે ચેતી... જા !
*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૦]. સિંહના બચ્ચાંની વારતા [તું પણ સિદ્ધનો બચ્ચો છો]
ક
"
[ {
U
એક સિંહનું બચ્યું હતું તે ભૂલું પડીને બકરાના ટોળામાં પેસી ગયું, ને પોતાને બકરું સમજીને બકરીની જેમ વર્તવા લાગ્યું.
બીજા એક અનુભવી સિંહે તેને દેખ્યું... ને તેને જગાડવા સિંહનાદ કર્યો. સિંહની ગર્જના સાંભળતાં જ બકરાં તો બધા ભાગ્યાં, પણ સિંહનું બચ્ચું તો નિર્ભયપણે ત્યાં જ ઊભું રહ્યું, સિંહની બીક એને ના લાગી.
ત્યારે બીજા સિંહે તેની પાસે આવીને પ્રેમથી કહ્યું: અરે બચ્ચા! તું બેં-બેં કરનારું બકરું નથી, તું તો મહા પરાક્રમી સિંહ છો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ : જૈન ધર્મની વાર્તાઓ દેખ, મારો સિંહનાદ સાંભળીને બકરાં તો બધાય બીને ભાગ્યા, ને તને બીક કેમ ન લાગી? –કેમકે તું તો સિંહ છો, મારી જાતનો જ છો.
વળી વિશેષ ખાતરી કરવા તું ચાલ મારી સાથે. જે... આ સ્વચ્છ પાણીમાં દેખ! તારું મોઢું કોના જેવું છે? સિંહ જેવું છે કે બકરા જેવું?
હજી વિશેષ લક્ષણ બતાવવા સિંહે કહ્યું: તું એક અવાજ કર! અને જો... કે તારો અવાજ કોના જેવો છે? –સિંહ જેવો છે કે બકરા જેવો?
સિંહના બચ્ચાએ જ્યાં ત્રાડ પાડી ત્યાં તેને ખાતરી થઈ કે હું સિંહ છું. સ્વચ્છ પાણીમાં પોતાનું મોટું જોતાં તેને સ્પષ્ટ દેખાણું કે હું સિંહુ જ છું. ભૂલથી હું મારું સિંહપણું ભૂલી, મારી શક્તિને ભૂલી, મને બકરી જેવો માની રહ્યો હતો.
આ રીતે ચિતથી તેનું અસલી સ્વરૂપ ઓળખાવીને સિંહે તેને કહ્યું: અરે શાર્દૂલકા બચ્ચા! તું આ બકરીના ટોળામાં નથી શોભતો. આવી જા... આ સિંહના ટોળામાં!
તેમ અહીં સિંહ જેવો એટલે સિદ્ધ ભગવાન જેવો જીવ, પોતાના પરમાત્મ-સ્વરૂપને ભૂલીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૩૯ પોતાને બકરીના બચ્ચા જેવો દીન-હીન-રાગી પામર માનીને, ભવ-ભવમાં ભટકી રહ્યો છે; તેને જગાડવા ધર્મકેસરી સર્વજ્ઞ પરમાત્મા અને સંતો ચૈતન્યના સિંહનાદ વડે કહે છે કે અરે જીવ! તું અમારી જાતનો પરમાત્મા છો.
આ તરફ આવ
3
જેવા ૫૨માત્મા અમે છીએ તેવો જ તું છો. તું દેહવાળો-રાગી-નમાલો બકરી જેવો નથી; સિદ્ધ જેવો
છો.
નિર્મળ જ્ઞાનદર્પણમાં તું તારા સ્વલક્ષણને જો જોઈએ ! તારી ચેતનમુદ્રા અમારી સાથે મળતી આવે છે કે જડ સાથે? સ્વસંવેદનથી તને ખાતરી થશે કે તું અમારા જેવો પ૨માત્મા છો.
વળી, હું સિદ્ધ... એમ સ્વસન્મુખ વીર્યના ઉલ્લાસથી શ્રદ્ધાનો સિંહનાદ કર... તને તારું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ : જૈન ધર્મની વાર્તાઓ
સિદ્ધપણું સ્પષ્ટ પ્રતીતમાં આવી જશે.
બેટા, તું સિદ્ધનો બચ્ચો છે... આ સંસારમાં પુદ્દગલના ટોળા વચ્ચે રહેવાનું તને શોભતું નથી. આવી જા... આ સિદ્ધોના ટોળામાં!
આ પ્રમાણે સર્વજ્ઞવાણીના સિંહનાદથી પોતાના સિદ્ધસ્વરૂપનું ભાન કરતાં જ મુમુક્ષુ જીવ આનંદિત થાય છે, તેનું પરાક્રમ જાગી ઊઠે છે, ને મોક્ષને સાધીને તે અનંત સિદ્ધોના ટોળામાં ભળી જાય છે.
અહા, જુઓ તો ખરા... આ વીતરાગી સંતોની વીરહાક! આત્માનું પરમાત્મપણું બતાવીને તેઓએ ૫૨મ ઉપકાર કર્યો છે.
Th
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૪૧
હે કહાનગુરુ!
સિંહનાદ જેવી તમારી વિરહાક.. એના પડઘા આ લખતાં-વાંચતાંય અમારા હૃદયમાં અત્યારે ગુંજી રહ્યા
છે. અમને “ભગવાન... આત્મા’ કહીને બોલાવતો તમારો એ મીઠો રણકો... અત્યારે અમારી ચેતનાને ઉલ્લાસાવી રહ્યો છે.
ધન્ય તમારા ઉપકાર!
Go
આંખમાં અંજન એક સખી બીજી સખીને આંખમાં અંજન આંજવા ગઈ. ત્યારે બીજીસખી કહે છે કે રહેવા દે; મારા નયનમાં કૃષ્ણપ્રેમ એવો ઠાંસી-ઠાંસીને ભર્યો છે કે તેમાં હવે અંજનની જગ્યા નથી.
તેમ ધર્મીની દષ્ટિમાં ચૈતન્યપ્રેમ એવો ભર્યો છે કે તેમાં હવે રાગની કાલિમાનો અંશ પણ સમાય તેમ નથી. એની દષ્ટિમાં આતમરામ વસ્યા છે, તેમાં હવે અન્યનો અવકાશ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [૧૧] વૃદ્ધાવસ્થામાં વૈરાગ્યની વૃદ્ધિ
ઘડપણમાં શરીર કામ કરતું ન હોય, પ્રતિકૂળતા હોય, સેવા કરનાર કોઈ ન હોય તોપણ... બાપુ! તમે ગભરાશો મા! મારું કોઈ નથી એમ હતાશ થશો મા ! તમારા જીવનના ઉત્તમ સંસ્કારોની મોંઘી મૂડી તમારી પાસે જ છે. અંતિમ જીવનની તમારી ઉત્તમ ભાવનાઓ જ તમને શાંતિ આપનાર છે. માટે તેના ઉપર જ જોર આપો.
શરીરનું મમત્વ તો છોડવાનું છે. મમત્વ રાખવા જેવું શરીરમાં છે ય શું? તો એવા શરીરની સેવા કરનાર કોઈ હો... ન હો, તેની શી ચિંતા ! આત્માની ચિંતા કરો કે જેથી તેનું ભવિષ્ય ઉત્તમ બને.
જુવાનીમાં પણ જે ન થઈ શકયું તે શૂરવીર થઈને અત્યારે કરી લ્યો. શૂરવીર આત્માની શુરવીરતાને વૃદ્ધાવસ્થા કાંઈ ઢીલી કરી શકતી નથી.
હૃદયમાં જિનભક્તિ કરો... પંચપરમેષ્ઠીને યાદ કરો... મુનિપદની ભાવના કરો... શરીરની ક્ષણભંગુરતા અને આત્માની નિત્યતા વિચારીને વૈરાગ્યની ઉત્તમ ભાવનાઓ કરો.. બસ, તમને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૪૩ કાંઈ દુ:ખ નહિ રહે. અંદરમાં જિનભાવના છે તો બહારની પ્રતિકૂળતા શું કરી શકવાની છે? માટે ખેદ છોડો... ને પ્રસન્ન ચિત્તે આત્માને સાધો.
હે મુમુક્ષુ! જીવનમાં મહાવીર-શાસનને પામીને હવે તમે ખેદખિન્ન જીવન જીવશો નહિ, આનંદમય જીવન જીવજો. તમારા જીવનને આનંદમય બનાવવા જ સંતોનો ઉપદેશ તમે જીવનમાં ઘણીવાર સાંભળ્યો છેઘણું વાંચ્યું છે ને ઘણું વિચાર્યું છે. અહા, આવા આનંદ સાધવાના અવસરમાં ખેદ શો! મુમુક્ષુને તો નિજાનંદની પ્રાપ્તિના અવસરમાં પરમ ઉત્સાહ હોય.
અરે મુમુક્ષુ! ભલે વૃદ્ધ થયા.. તોપણ તમે મુમુક્ષુ છો. શરીર ઢીલું થયું તેથી મુમુક્ષુપણાના ઉત્સાહને ઢીલો ન કરશો. યુવાની મટીને વૃદ્ધતા આવી તેથી કાંઈ તમે “મુમુક્ષુ” મટી નથી ગયા. મોક્ષની જ જેને અભિલાષા છે એવા મુમુક્ષુને વળી ખેદ શેનો? જગતમાં એવું તે શું દુઃખ છે કે તમારે ખેદ કરવો પડે? તમારે તો અત્યારે આત્માને સાધવાનો મહા આનંદપ્રસંગ છે... તો પ્રસન્નચિત્તે આત્માને સાધવામાં લાગી જાઓ. ખેદ છોડો! યાદ તો કરો, જીવનમાં તમને કેવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૪૪ : જૈન ધર્મની વાર્તાઓ
સરસ દેવ-ગુરુ મળ્યા છે! કેવો સરસ માર્ગ મળ્યો છે! ને અંદર કેવો મજાનો સુંદર આત્મા બિરાજી રહ્યો છે! જગતમાં આવો સરસ યોગ મળ્યો, પછી હવે ખેદ કરવાનું કયાં રહે છે? ખેદની ટેવ છોડો... ને મહાન ઉલ્લાસથી, શાંતભાવે તમારા આનંદધામમાં જાઓ. તમારું જીવન અપૂર્વ ચેતનવતું બની જશે.
હઠાગ્રહ છોડ દો... સાધર્મી પ્રેમ જોડ દો !’
આપણે વ્યવહારકુશળ ગણાતા જૈન લોકો, લાખો રૂપીયાના ખર્ચે કેસ લડીલડીને કોઈ જૈનેતર ન્યાયધીશ દ્વારા આપણા તીર્થો બાબતમાં અપાતા ફેંસલાને માનવા તૈયાર છીએ.
"
પરંતુ આશ્ચર્ય છે કે, આપણા જ શાસન-નાયક વીરનાથ ભગવાનના નામ પર એકબીજા હળી-મળીને કોઈ સુયોગ્ય સર્વહિતકારી સમાધાન હજી પણ નથી કરી શકતા!
બસ, હવે તો અવસર આવી ગયો છે. –વીતરાગતા જ સૌથી શ્રેષ્ઠ ન્યાય છે'-જે આપણા મહાવીર ભગવાને આપણને શીખડાવ્યો છે. આપણે તે શીખીશું અને રાગ-દ્વેષ છોડીને પરસ્પર પ્રેમથી હળીમળીને વીતરાગમાર્ગમાં આગળ વધીશું. -બસ, આપણે આટલું કરશું જ કરશું.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૨]
બે ભાઈનો પ્રેમ [ આપણે તો વીતરાગશાસનના સાધર્મી ]
બે ભાઈ... બન્નેને એકબીજા ઉપર પ્રેમ. મોટો ભાઈ વિશાળ પરિવાર સહિત હતો; નાનો ભાઈ એકલો, કુંવારો, ઉપાધિ વગરનો હતો.
બન્ને ભાઈના ખેતર બાજુ-બાજુમાં હતાં. બન્નેએ પાકના ઢગલા કરીને મૂક્યા હતા. સાંજે ઘરે જવાનું ટાણું થયું. મોટાભાઈએ કહ્યું-ભાઈ, આ પાકના ઢગલા પડયા છે, હું ઘેર જઈ આવું ત્યાં સુધી તું અહીં રહીને ધ્યાન રાખજે.
એમ કહીને મોટોભાઈ તો ઘેર ગયો.
આ બાજુ ખેતરમાં એકલા રહેલા નાનાભાઈને, બન્ને ઢગલા દેખીને વિચાર આવ્યો કે મોટાભાઈને તો ઘણો પરિવાર છે ને હું તો એકલો છું. આટલા બધા પાકને મારે શું કરવો છે? મોટાભાઈ આમ તો મારું કાંઈ લેશે નહિ; માટે લાવ, અત્યારે મોટા ભાઈને ખબર ન પડે એ રીતે તેના ઢગલામાં થોડું અનાજ નાખી દઉં. -એમ વિચારી પોતાના ઢગલામાંથી સોએક મણ અનાજ મોટાભાઈના ઢગલામાં નાખી દીધું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ : જૈન ધર્મની વાર્તાઓ
મોટોભાઈ ખેતરે આવ્યો એટલે નાનોભાઈ ઘેર ગયો. હવે ખેતરમાં રહેલા મોટાભાઈને તો કાંઈ ખબર નથી. તેના દિલમાં પણ એવો વિચાર આવ્યો કે મારો નાનોભાઈ ભોળો છે, એને હુજી સંસારની માયાની ખબર નથી, ને કાંઈ મૂડી પણ તેણે ભેગી કરી નથી; હું કાંઈ આપીશ તો લેશે પણ નહિ; પણ હું તેનો મોટોભાઈ છું, મારે તેનું ધ્યાન રાખવું જોઈએ. એમ વિચારી તેણે પોતાના અનાજના ઢગલામાંથી સોએક મણ અનાજ નાનાભાઈના ઢગલામાં નાખી દીધું.
એકબીજાના હિત માટે કેવી ઊંચી ભાવના !
આ દષ્ટાંતમાં વસ્તુની કિંમત નથી, પણ બન્ને ભાઈઓની અરસપરસની ભાવનાની કિંમત છે. અને આ દષ્ટાંતનો ઉદ્દેશ એ છે કે લૌકિક ભાઈ–ભાઈ એકબીજાનાં હિતનું આવું ધ્યાન રાખે છે, તો ધર્મના સંબંધથી જેઓ એકબીજાના સાધર્મી ભાઈ છે તેઓને તો પરસ્પર એકબીજાનાં હિત માટે કેવી ઊંચી ભાવના હોય! પોતાની કોઈપણ વિભૂતિ પોતાના સાધર્મીના હિતોપયોગમાં આવે તેવા પ્રસંગે પ્રસન્નતા થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૪૭ અહા, સાધર્મી પ્રત્યે જ્યાં આવી ઉત્તમ ભાવના હોય ત્યાં એકબીજાનાં અનિષ્ટની કે નિંદાની કલ્પનાય ક્યાંથી હોય?–એમાંય આપણે તો વીતરાગ-શાસનના સાધર્મીઓ ! ભગવાનના શાસનમાં ઉત્તમ ધર્મસંસ્કાર વડે એકબીજા પ્રત્યે વાત્સલ્યની ભાવનાથી આપણું જીવન જરૂર શોભી ઊઠશે.
જય મહાવીર [ જૈન “કલ્યાણના આધારે, સાભાર]
0 ) ૐ 93
આત્મિક સંપત્તિ અમેરિકાના પ્રમુખ શું કહે છે?— તેમણે પોતાના પ્રવચનમાં હમણાં કહ્યું હતું કે-આપણે (અમેરિકનો) ભૌતિક રીતે સંપન્ન બન્યા છીએ પણ આત્મિક સંપત્તિમાં દરિદ્ર છીએ...” ત્યારે આપણે ભારતીઓ નિઃશંકપણે એમ કહી શકીએ કે અમારા ભારતદેશની આધ્યાત્મિક સંપત્તિ મહાન છે, અને અમારી તે સમૃદ્ધિવડે અમે ગૌરવ અનુભવીએ છીએ. કેમકે ગમે ત્યારે પણ સાચું સુખ ને શાંતિ આધ્યાત્મિક સંપત્તિવડ જ મળવાની છે. આપણા દેશની આ અમૂલ્ય સંપત્તિનું મહત્વ સમજીએ અને પરદેશ પાછળની દોડ છોડી દઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૩]
પાણી અને પથ્થર (પાણીનું ટીપું અને કાળમીંઢ પથ્થર વચ્ચે ચર્ચા)
નિર્ધારિત કાર્ય માટેની સતત લગની એ જ તેની સફળતાનું રહસ્ય છે-એમ બતાવતી એક બોધકથા “જન્મભૂમિ પ્રવાસી' માં આવેલ; તે ઉપયોગી હોવાથી અહીં સાભાર લીધી છે. આ પ્રેરક બોધકથા જિજ્ઞાસુઓને આત્મસાધનામાં પણ લાગુ પડે છે. (સં.)
એક નળમાંથી પાણીનાં ટીપાં હમેશાં નીચે જડેલા પથ્થર પર નિયમિત ટપક્યાં કરતાં હતાં. પાણીનાં ટીપાં પથ્થર પર પછડાતાની સાથે જ વેરવિખેર થઈ જતાં, સૂર્યનો તાપ અને પવન તેને તરત જ સૂકવી નાંખતા.
એક દિવસ પથ્થરે પાણીનાં ટીપાને પૂછ્યું “અરે ઓ મૂર્ખ જલબિંદુ! શા માટે તું રોજ ટપક્યા કરે છે? શા માટે નાહક તારી શક્તિને વેડફી દે છે? તારા ટપકવાથી મને તો કશું નુકસાન થતું નથી. પણ ઊલટાનું તું વેરવિખેર બનીને સૂકાઈ જાય છે–તારો જ નાશ થાય છે.'
પેલા ટીપાએ નરમાશથી પથ્થરને કહ્યું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૪૯ “ભાઈ ! મેં નક્કી કર્યું છે કે મારે તારા અંગમાં એક છેદ પાડવો; અને મારા આ ધ્યેયને સિદ્ધ કરવા માટે હું નિયમિત ટપક્યા કરું છું.”
નાનકડા અશક્ત જણાતા જલબિંદુની વાત સાંભળીને પેલો કાળમીંઢ પથ્થર અભિમાનપૂર્વક ખડખડાટ હંસી પડ્યો અને ઉપહાસ કરતો બોલ્યો:
અરે મૂર્ખ, તારામાં શક્તિ જ ક્યાં છે કે તું મારા કઠણ દેહમાં છેદ પાડી શકે ! મારા કઠણ દેહ સાથે અથડાઈને નાહક તું તારી શક્તિનો નાશ કરી રહ્યું છે. તારા જેવું નજીવું બિંદું શું મારા વજસમા દેહમાં છેદ પાડી શકવાનું હતું? તારું ભલું ઈચ્છતું હો તો આવી મૂર્ખતા કરવાનું છોડી દે.'
જલબિંદુ કહે: “એ તો કેમ બને ? મેં જે કાર્ય હાથ પર લીધું છે તેને મુશ્કેલીઓના વિચારે છોડી દઉં તો હું કાયર ગણાઉં. મેં તો નક્કી જ કર્યું છે કે કાં તો કાર્ય સિદ્ધ કરવું નહીં તો એ કાર્યસિદ્ધિ માટે મરી ફીટવું.'
પથરો બિંદુની વાત સાંભળીને અભિમાનપૂર્વક હસ્યો અને પછી તિરસ્કારપૂર્વક બોલ્યો: “તો મર, મારે શું?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫) : જૈન ધર્મની વાર્તાઓ
જલબિંદુએ પથ્થરના તિરસ્કાર કે ઉપહાસને ન ગણકારતાં પોતાનું ટપકવાનું કાર્ય ચાલુ જ રાખ્યું.
કેટલાક સમય પછી, પથ્થરના આશ્ચર્ય વચ્ચે એ જલબિંદુએ એ વજસમાં દેહવાળા પથ્થરની છાતી પર એક ખાડો પાડી દીધો. પથ્થરનું અભિમાન ગળી ગયું. તેણે જલબિંદુને તેના કાર્યની સફળતાનું રહસ્ય પૂછયું. જલબિંદુ તરફથી પથ્થરને જે જવાબ મળ્યો તે આ હતો:
ભાઈ, આમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. કોઈપણ ધ્યેયને સિદ્ધ કરવા માટે જરૂર છે-એકાગ્રતાની અને આત્મવિશ્વાસની. ભયને ગણકાર્યા વિના, અસફળતાઓની શંકાઓથી ડગ્યા વિના, જે કોઈ ધ્યેયસિદ્ધિને માટે એકાગ્રચિત્તે, આત્મ-વિશ્વાસપૂર્વક કાર્ય કરતા રહે છે તે ગમે તેવાં કઠિન કાર્યને પણ પાર પાડી શકે છે.”
તે દિવસે પથ્થરને સફળતાનું રહસ્ય જાણવા મળ્યું. એકાગ્રતા અને આત્મવિશ્વાસથી કઠિન કાર્ય પણ પાર પાડી શકાય છે. –સફળતાની આ ચાવી પથ્થરના હૈયા પર કોતરાઈ ગઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૫૧ (પાણીના ટીપાંની સફળતાનું રહસ્ય બતાવતી આ બોધકથા દ્વારા જિજ્ઞાસુઓ આત્મવિશ્વાસ અને એકાગ્ર પરિણામથી પોતાની આત્મસાધનાના ધ્યેયમાં મક્કમપણે આગળ વધો.. જરૂર સફળતા મળશે. ચૈતન્યરસના બિંદુઓના સતત અભ્યાસ વડે મોહનો કાળમીંઢ પથ્થર પણ ભેદાઈ જશે.)
મ.. ઘ... [ મીઠું નહીં પણ કડવું] મધ એ મનુષ્યનો ખોરાક નથી, મધ એ તો માખીનો ખોરાક છે. મધની અંદર માખીના ઈંડાંનો રસ છે તેથી તે સર્વથા અભક્ષ્ય છે. આપણા જૈનધર્મમાં માંસ જેટલો મધનો પણ સર્ણ નિષેધ છે. દવા ખાતર પણ મધ વપરાય નહિ. માંસ-મધુ ને મધ (દારૂ) નો જે ત્યાગી હોય તેને જ “શ્રાવક' અથવા જૈન કહી શકાય. જૈન કદી મધ-માંસ-દારૂનું સેવન કરે નહિ. (ઈડાં કે માછલીનું ભક્ષણ તે પણ માંસાહાર જ છે.) મધ ખાવામાં એટલું પાપ છે કે તેનું ફળ પણ નરક કહ્યું છે. માટે મધ ખરેખર મીઠું નથી પણ અત્યંત કડવું છેતે ઝેરથી પણ વધુ કડવા દુઃખ દેનાર છે.
માટે મારામાં એટલું પાપ
અમેરિકામાંથી કોઈ જીવો મોક્ષ પામ્યા હશે? હા, અનંતા જીવો ત્યાંથી મોક્ષ પામ્યા છે. -રશિયામાંથી? -હ, ત્યાંથી પણ અંનતા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૪] એક સુંદર વસ્તુ
બે મિત્રો; બન્ને રાજપુત્રો, બન્નેનાં શરીર અત્યંત સુંદર, બન્ને સુંદર રાજમહેલમાં વસનારા, બન્ને પાસે સુંદર સ્ત્રીઓ, સુંદર વસ્ત્રો-આભૂષણો: ઠાઠમાઠ અને વૈભવ વચ્ચે બન્ને રહેનારા. બન્ને મિત્રોનું મિલન થયાને ઘણો વખત વીતી ગયો; એક મિત્રને થયું કે-ચાલ, મારા મિત્રને મળી આવું!... એટલે એ તો ચાલ્યો મિત્રને
મળવા.
જતાં જતાં વચ્ચે એક વન આવ્યું. વનમાં એક ઝાડ નીચે જીર્ણશીર્ણ શરીરવાળા કોઈ સાધુ ધ્યાનમગ્ન બેઠા હતા. પેલો મિત્ર પણ ત્યાં વિસામો લેવા બેઠો... તેણે સાધુને જોયા... જોતાંવેંત આશ્ચર્યથી તેના મોઢામાંથી ઉદ્દગાર નીકળી ગયાઃ અરે મિત્ર! તું અહીં! હું તો તને મળવા જઈ રહ્યો હતો... ને તું અહીં, –આવા રૂપમાં કયાંથી ? ( પોતે જેને મળવા જતો હતો તે રાજકુમા૨ જ આ સાધુવેષમાં હતા. )
સાધુએ કહ્યું:- મિત્ર! એ બધું છોડીને હું સાધુ થયો છું, આત્માનો સાધક થયો છું.
‘અરે મિત્ર! એ સુંદર રાજ્ય, સુંદર સ્ત્રીઓ બાગ-બગીચા વગેરે વૈભવો-એ બધાયને તમે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : પ૩ કઈ રીતે છોડી શકયા? એ બધા સુંદર પદાર્થો પણ તમને અસાર કેવી રીતે લાગ્યા?'
,
IT : Jitu
રા
,
છે.'
::
E
ક
સાંભળ, મિત્ર!' સાધુએ કહ્યું-એ બધી વસ્તુઓ સુંદર તો ખરી, છતાં તે બધી સુંદર વસ્તુઓ પણ જેની પાસે સર્વથા અસુંદર લાગે એવી બીજી કોઈ એક પરમ સુંદર વસ્તુને મેં મારા અંતરમાં દેખી; એટલે તેની પાસે બીજા બધાયને અસુંદર અને અસાર સમજીને મેં છોડી દીધા; મને કાંઈ ખોટ નથી ગઈ, મેં વધુ સુંદરતા મેળવી છે.
- સ્વામી! એ સુંદર વસ્તુ કઈ છે કે જેની સુંદરતાથી મુગ્ધ થઈને, એ સુંદરતા પાસે આખું જગત તમને અસુંદર લાગ્યું?
હે મિત્ર! એ વસ્તુ છે ચૈતન્યતત્ત્વ !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૫૪ : જૈન ધર્મની વાર્તાઓ
પોતાનું ચૈતન્યતત્ત્વ અને તેના શાંતરસનું વેદન તે અદ્દભુત સુંદર છે. પરથી ભિન્ન આત્માના એકત્વમાં જે સુંદરતા છે તે સુંદરતા જગતમાં બીજે કયાંય નથી. એની સુંદરતામાં વીતરાગતા છે, ને વીતરાગતામાં આનંદ છે.
અહો મિત્ર! તમે આવું સરસ... ૫૨મ સુંદર ચૈતન્યતત્ત્વ બતાવીને મારા ઉપર ઉપકાર કર્યો છે. હું પણ એ જ તત્ત્વને અંગીકાર કરું છું.
[અહા, ચક્રવર્તીપદ છોડવું પણ જેની પાસે સાવ સહેલું લાગે છે-એ ચૈતન્ય તત્ત્વની સુંદરતાની શી વાત ? ]
(જૈન ‘ કલ્યાણ ’ ના એક લેખના આધારે સાભાર –સં.)
ગણીત
પ્રશ્ન:- એક જીવ એક પદાર્થને એક સમયમાં જાણે છે, તો લાખ પદાર્થને કેટલા સમયમાં જાણશે ?
ઉત્તર:- એક સમયમાં.
પ્રશ્ન:- એક જીવે મોહકર્મનો ક્ષય કર્યો, તો હવે આઠ કર્મોમાંથી તેની પાસે વધુમાં વધુ કેટલા કર્મો બાકી રહેશે ?
ઉત્તરઃ- સાત કર્મ.
પ્રશ્ન:- એક જીવે જ્ઞાનાવરણ કર્મનો ક્ષય કર્યો, તો હવે તેની પાસે વધુમાં વધુ કેટલા કર્મો બાકી રહેશે ?
ઉત્તર:- ચાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૫] આપણે સૌ સાધર્મી
દુનિયામાં માતા-પુત્ર, અથવા ભાઈ–બેનનો સંબંધ ઉત્તમ છે, પણ સાધર્મીનો સંબંધ તો એના કરતાંય ઘણું ઊંચું સ્થાન ધરાવે છે; એટલે તો પ્રસિદ્ધ છે કે “સાચું સગપણ સાધર્મીતણું” એની તુલનામાં આવે એવો કોઈ સંબંધ હોય તો તે એક જ છે-ગુરુ અને શિષ્યનો; પરંતુ ગુરુ-શિષ્યનો આ સંબંધ પણ અંતે તો સાધર્મીના સગપણમાં જ સમાય છે, કેમકે એક જ ધર્મને માનનારાઓમાં જે મોટા તે ગુરુ, ને નાનો તે શિષ્ય. એટલે “સાચું સગપણ સાધર્મીતણું” એની સૌથી ઉત્કૃષ્ટતા છે.
એક રાષ્ટ્રમાં રહેનારા વિધર્મીઓ પણ રાષ્ટ્રીય ભાવના વડે એક બીજાને ભાઈ–ભાઈ સમજવામાં ગૌરવ અનુભવે છે, તો એક જિનશાસનની છાયામાં રહેનારા, ને એક જ દેવ-ગુરુ-ધર્મને ઉપાસનારાઓમાં ધાર્મિક ભાવના વડે પરસ્પર જે બંધુત્વનું નિર્દોષ વાત્સલ્ય વર્તતું હોય છે, અને “આ મારો સાધર્મીભાઈ કે બહેન છે' એવું કહેતાં એના અંતરમાં જે નિર્દોષ ભાવના અને ધાર્મિક ગૌરવ વર્તે છે–તેની તુલના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ : જૈન ધર્મની વાર્તાઓ જગતનો એકકેય સંબંધ કરી શકે તેમ નથી.
આપણો ધર્મ તો વીતરાગ ધર્મ! તેમાં સાધર્મીસાધર્મીના સંબંધની ઉત્કૃષ્ટતાનું બીજું કારણ એ છે કે તેમાં એકબીજાના સંબંધથી માત્ર ધાર્મિકભાવનાની પુષ્ટિ સિવાય બીજી કોઈ આશા કે અભિલાષા હોતી નથી. મને જે ધર્મ વહાલો લાગ્યો તે જ ધર્મ મારા સાધર્મીને વહાલો લાગ્યો, એટલે તેણે મારી ધર્મ ભાવનાને પુષ્ટ કરી.. ને એની ધર્મ ભાવનાને હું પુષ્ટ કરું. આમ અરસ-પરસ ધર્મપુષ્ટિની નિર્દોષ ભાવના વડે શોભતું ધર્મ-વાત્સલ્ય જગતમાં જયવંત હો.
આપણે સૌ એક જ ઉત્તમ પંથના પથિક છીએ; આ કડવા સંસારમાં સાધર્મીના સંગની મીઠાશ દેખીને, ને આત્મિક ચર્ચાના બે શબ્દો સાંભળીને મુમુક્ષુને અસાર સંસારનો થાક ઊતરી જાય છે, ને ધાર્મિક ઉત્સાહમાં અનેરું બળ મળે છે. બસ, સાધર્મીના સ્નેહ પાસે બીજી લાખ વાતોને પણ ભૂલી જાઓ. સાધર્મી પ્રત્યે વાત્સલ્ય એ મુમુક્ષુનું આભૂષણ છે.
વીરનાથ પ્રભુના વીતરાગ શાસનમાં સર્વે સાધર્મીજનો વાત્સલ્યના પવિત્ર વાતાવરણથી વીરશાસનને શોભાવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
[ ૧૬ ] ક્રોધથી તારું ઘર સળગે છે
જીવ ક્રોધથી અંધ બનીને પોતે પોતાને કેવું નુકસાન કરે છે તેનું એક સ્થૂળ દષ્ટાન્ત:- બે માણસોને એકબીજા સાથે દુશ્મનાવટ થઈ; બન્નેનું ઘર બાજુબાજુમાં જ હતું. એકે ક્રોધથી વિચાર્યું કે હું સામાનું ઘર બાળી નાખું, એટલે સામાના ઘરમાં અગ્નિ ફેંકીને તે ભાગ્યો.
પણ સામો માણસ તે દેખી ગયો; પોતાનું ઘર બળતું હોવા છતાં ક્રોધથી તેણે વિચાર્યું કે જો ઘર ઠારવા રોકાઈશ, તો આ શત્રુ ભાગી જશે માટે તેને પકડું. એમ વિચારી તેને પકડવા તેની પાછળ ગયો;
અને પછી પાછો આવીને જુએ છે તો પોતાના ઘરનું નામનિશાન ન મળે... આગમાં બધુંય ભસ્મીભૂત ! તે દેખીને તેને પસ્તાવો થયો કે અરેરે! શત્રુ ઉપર ક્રોધ કરવા કરતાં મેં પોતે મારા ઘરની આગ ઠારી હોત તો મારું ઘર ન બળત.
તેમ જીવને કાંઈક પ્રતિકૂળતાનો પ્રસંગ આવતાં સામા ઉપ૨ તે ક્રોધ કરે છે, એ ક્રોધ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ : જૈન ધર્મની વાર્તાઓ વડે પોતે પોતાના સ્વઘરની શાંતિને બાળે છે; પણ ક્રોધાગ્નિ બૂઝાવીને પોતે પોતાના શાંત પરિણામમાં રહે તો એને કાંઈ જ નુકસાન ન થાય, ને પોતાને આત્મિક શાંતિ મળે.
આ રીતે પ્રતિકૂળતામાં ક્રોધ એ કાંઈ દુ:ખથી બચવાનો ઉપાય નથી, પણ શાંતિ એ જ દુઃખથી બચવાનો ઉપાય છે. જગતનો કોઈ શત્રુ તારી જે શાંતિને હણવા સમર્થ નથી તે શાંતિને તું પોતે જ ક્રોધ વડે કેમ હણે છે?
જ્યાં ક્રોધ છે ત્યાં દુઃખ છે. જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે.
હિમાલયથી ઊંચો કહો જોઈએ-આપણા હિમાલય પર્વતની ઊંચાઈ કેટલી ? -પાંચ કે છ માઈલ જેટલી.
અને શાશ્વત જિનમંદિરોથી શોભિત મેરુ પર્વતની ઊંચાઈ કેટલી? શું હિમાલયથી બમણી હશે?
ના, ના, હિમાલયથી તો આઠ કરોડ ગણી એની ઊંચાઈ છે. હિમાલયની પાંચ છ માઈલ, તો મેરુની પચાસ કરોડ માઈલ! જૈનવૈભવથી ભરપૂર મેરુ તે માનવલોકની મહાન શોભા છે. શાશ્વત જિનમંદિરો તથા તીર્થકરોના અભિષેકને લીધે તે જગપૂજ્ય તીર્થ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭] ગુરુદેવ પૂછે છે-“સોનાનો ભાવ ?” [ વાત છે વીર સં. ૨૪૯૫ ના કારતક વદ ચોથની]
તે દિવસે ચર્ચાની શરૂઆતમાં જ ગુરુદેવે કહ્યું: મારે એક પ્રશ્ન પૂછવો છે!
સભાજનો આશ્ચર્યથી પ્રશ્ન સાંભળવા આતુર બન્યા, કે ગુરુદેવ શું પૂછશે?
ત્યાં તો ગુરુદેવે પૂછ્યું-સોનાના “ભાવ” શું છે? ઘડીભર તો સૌ વિચારમાં પડી ગયા.
એક શ્રોતાએ જવાબ આપ્યો-સોનાના ભાવ હમણાં શું ચાલે છે તે ખબર નથી.
બીજા ભાઈ કહે કે આજે છાપામાં ભાવ વાંચ્યા
નથી.
ત્રીજા ભાઈ બોલ્યાઃ હમણાં સોનાનો ભાવ એક તોલાના ૧૨૫ રૂા. છે.
ગુરુદેવ કહે-સોનાનો ભાવ તો સોનામાં હોય, સોનાનો ભાવ કાંઈ સોનાથી જુદો ન હોય.
સોનાનાં રજકણોમાં જે વર્ણગંધ-રસ સ્પર્શ છે તે જ સોનાનો ભાવ છે. “ભાવ” એટલે વસ્તુના ગુણ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ : જૈન ધર્મની વાર્તાઓ
જેમ આત્માનો ભાવ શું? કે જ્ઞાન-દર્શન વગેરે ચૈતન્ય-ભાવ તે જ આત્માનો ભાવ છે. અરે, તારા આત્માનો “ભાવ” શું તેની પણ તને ખબર નથી? દરેક વસ્તુના ગુણ તે જ તેનો સ્વભાવ છે.
આત્માનો ભાવ તો અનંત જ્ઞાનાદિરૂપ ત્રિકાળ છે. ક્ષણિક રાગાદિક વિકાર તે આત્માનો ખરો ભાવ નથી; તે રાગભાવ વડે આત્માની ખરી કિંમત અંકાતી નથી. વસ્તુને તેના સાચા ભાવ વડે ઓળખવી જોઈએ.
જેમ લાખ રૂા. ની કિંમતનો હીરો હોય ને તેની કિંમત પાંચ પૈસા ટાંકે તો તેને હીરાના ભાવની ખબર નથી. તેમ ચૈતન્યહીરો અનંત જ્ઞાનસમ્પન્ન, તેની કિંમત રાગ જેટલી ટાંકે તો તેને ચૈતન્ય-હીરાના સાચા ભાવની ખબર નથી; આત્માનો ભાવ, આત્માનો ગુણ તેણે જાણ્યો નથી. વસ્તુનો “ભાવ” જાણ્યા વગર વસ્તુની પ્રાપ્તિ થાય નહિ.
દરેક વસ્તુમાં પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય છે ને તેના વડે તે વસ્તુ ઓળખાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૬૧ આમ ગુણ-પર્યાયને ધારણ કરનાર દ્રવ્ય છે. અસંખ્ય અરૂપી ચૈતન્યપ્રદેશ તે તેનું ક્ષેત્ર છે. વર્તમાન જે પર્યાયમાં વર્તે છે તે તેનો કાળ છે. જ્ઞાનાદિ જે અનંતગુણો તે આત્માનો ભાવ છે.
આ રીતે “સોનાના ભાવ”ના દષ્ટાંતે ગુરુદેવે આત્માના ભાવ સમજાવ્યા હતા.
ઘણીવાર લોકો કહે છે કે અમારો કોઈ ભાવ પૂછતું નથી! પણ ભાઈ ! તે પોતે કદી તારો “ભાવ” પૂછયો છે? તારો પોતાનો “ભાવ” શું છે તેની તને ખબર છે? હજી તને જ પોતાના ભાવની ખબર નથી - પહેલાં તું તો તારા “ભાવ” ને જાણ. બીજા ભલે પૂછે કે ન પૂછે, પણ તારો ભાવ તો તારામાં છે. અનંતજ્ઞાનદર્શન આનંદના ભાવો તારામાં ભર્યા છે.–તેનો અપાર મહિમા છે. જડભાવથી જુદો ને રાગભાવથી પણ જુદો, પરમ આનંદથી ભરેલો તારો ચૈતન્યભાવ છે. –એ જ તારો સાચો ભાવ છે.
પુણ્યવડે શુભરાગવડે તું આત્મા લેવા માંગીશ તો તે ખોટો ભાવ છે, આત્માનો તે સાચો ભાવ નથી.
જ્ઞાનરૂપભાવ તે જ આત્માનો સાચો ભાવ છે; તે ભાવ દ્વારા આત્માની પ્રાપ્તિ (અનુભવ) થાય છે.
આવા તારા આત્મભાવને તું જાણ!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૮]
એક હતા પંડિતજી (કાશીના પંડિતજી વાસણ ખરીદવા ગયા ત્યારે બનેલો બનાવ)
એક હતા પંડિત. કાશીમાં રહે. જૈન સિદ્ધાંતના ભારે અભ્યાસી. ૬૦ વર્ષ પહેલાંની વાત છે. એકવાર મુંબઈમાં તેઓ પૂજા માટેના સ્ટીલના વાસણ લેવા ગયેલા. સ્ટીલના વાસણના એક સેટની કિંમત તે જમાનામાં સાડા અગિયાર આના થઈ. કરકસર માટે પંડિતજીએ દુકાનદારને કહ્યું કે ભાઈ, બે પૈસા ઓછા લ્યો એટલે કે અગિયાર આના લ્યો.
દુકાનદાર કહે અરે પંડિતજી! તમે ભગવાનની પૂજા માટે આ વાસણ લઈ જાવ છો એટલે ભગવાન તો તમને ઘણા પૈસા આપશે! પછી બે પૈસાનો લોભ શું કરો છો?
પંડિતજી પણ ખરા હતા. એ તો કાંઈ બોલ્યાચાલ્યા વગર, કે પૈસા આપ્યા વગર, એમને એમ વાસણ થેલીમાં નાખીને માંડયા હાલવા !
દુકાનદાર તો આભો થઈ ગયો.. ને સાદ કર્યો કે અરે પંડિતજી! પૈસા તો આપતા જાવ.
પંડિતજી કહે-ભાઈ, આ વાસણ તો હું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૬૩
ભગવાનની પૂજા કરવા લઈ જાઉં છું; તમે જ હમણાં કહ્યું કે ભગવાન ઘણા પૈસા આપશે! તો તમારા વાસણથી હું ભગવાનની પૂજા કરીશ તેથી તમને પણ ભગવાન ઘણા પૈસા આપશે! પછી મારી પાસેથી અગિયાર આના લેવાની શી જરૂર છે?
પંડિતજીએ કેવી સરસ યુક્તિથી ઇશ્વરકર્તૃત્વનું ખંડન કર્યું! વેપારી તો પંડિતજીની યુક્તિથી અંજાઈ ગયો.
પછી તો પંડિતજીએ પૂરા પૈસા ચૂકવી દીધા, ને તેને યુક્તિથી સમજાવ્યું કે ભાઈ, ભગવાન મને કે તને કાંઈ આપતા નથી. ભગવાન તો પૂર્ણદશાને પામેલા ૫૨માત્મા છે; તેઓ પૂજા વડે પ્રસન્ન થઈને કાંઈ આપતા નથી, તેમજ નિંદા કરનારને તેઓ કોઈ શિક્ષા કરતા નથી. અને આપણે પણ ભગવાન પાસેથી કાંઈ લેવા માટે તેમની પૂજા નથી કરતા. આપણે તો ભગવાનના ગુણો પ્રત્યેનું બહુમાન પૂજાદ્વારા વ્યક્ત કરીએ છીએ; તેમાં આપણા પરિણામની જેટલી વિશુદ્ધિ થાય છે તેટલો આપણને લાભ છે.
(બનારસના એ પંડિત હતા-શ્રી ફૂલચંદજી સિદ્ધાંત શાસ્ત્રી! તેમણે આ પ્રસંગ ફત્તેપુરમાં પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે કહેલો.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૯]
અરી. સો (ભરત ચક્રવર્તીએ એક વાર ઉપવાસ કર્યો હતો અને પોતાની રાણીઓ સાથે ધર્મચર્ચા કરીને તેમને આત્મજ્ઞાનની વાત સમજાવતા હતા.. અરીસાનું દષ્ટાંત આપીને રાગથી ભિન્ન આત્મસ્વરૂપ દેખાડતા હતા.)
એક સુંદર મજાનો સ્વચ્છ અરીસો છે. પણ તેના ઉપર ગારો ચોપડીને કોઈ જુએ, તો શું તેને અરીસામાં મોઢું દેખાશે?-ના.
અરીસા ઉપર ગારાને બદલે ચંદનનો લેપ લગાડીને કોઈ જુએ તો શું તેને મોટું દેખાશે?-ના.
ગારો કે ચંદન, બન્ને લેપ છે-આવરણ છે, તે બન્નેથી રહિત શુદ્ધ અરીસામાં જાઓ, તો જ મોટું દેખાય.
તેમ આ આપણો આત્મા જગતપ્રકાશી સ્વચ્છ ચૈતન્ય-અરીસો છે; તેના ઉપર પાપનો ગારો ચોપડીને કોઈ જુએ તો તેને પોતાનું સાચું સ્વરૂપ દેખાય નહિ.
ચૈતન્ય-અરીસા ઉપર પાપને બદલે પુણ્ય-રાગનો લેપ લગાડીને કોઈ જુએ તો તેને પણ આત્માનું સાચું સ્વરૂપ દેખાય નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૬૫ પાપ કે પુણ્ય તે બન્ને લેપ છે, આવરણ છે, તે બન્નેથી રહિત સ્વચ્છ ચૈતન્ય-અરીસામાં જોતાં પોતાનું સાચું સ્વરૂપ દેખાય છે.
11Bali
Sha
રામને વહાલો ચાંદલો
૧/li
,, :
૨
સાધકને વહાલા સિદ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૦] અહિંસા-ધર્મની વારતા (૧)
[ મુનિ... રાજા... અને ૪૦ લૂંટારા ]
એક જંગલમાં ૪૦ લૂંટારાઓ રહેતા હતા. તેઓ ક્રૂરપરિણામી અને માંસાહારી હતા. જંગલમાં શિકારની શોધમાં તેઓ ફરતા હતા.
એવામાં એક ધર્માત્મા-સંત તે જંગલમાંથી પસાર થતા હતા; આત્માને જાણનારા ને વીતરાગભાવમાં મહાલનારા તે સંત, દુષ્ટ લૂટારાઓની નજરે પડયા. એટલે તેમને મારી નાંખવા અને તેમનું માંસ ખાવા તે લૂટારાઓ તેમની પાછળ પડયા.
ધર્માત્મા સંત-મુનિ તો ઉપસર્ગ સમજીને શાંતિથી ધ્યાનમાં ઊભા રહ્યા. લૂંટારાઓ તેમને મારવાની તૈયારીમાં હતા... પણ...
એ જ વખતે ત્યાં એક રાજા આવી ચડયો; રાજા સજ્જન હતો ને બહાદુર હતો. મુનિને અને લૂંટારાઓને દેખીને તે તરત પરિસ્થિતિ સમજી ગયો. દુષ્ટ લૂંટારાઓના પંજામાંથી મુનિની રક્ષા કરવા તેણે લૂંટારાઓને ઘણા સમજાવ્યા કે આ નિર્દોષ ધર્માત્માને હેરાન ન કરો. પણ માંસના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૬૭ લોભી દુષ્ટ લૂંટારાઓ કોઈ રીતે માન્યા નહિ, ને તેમણે તો મુનિને મારવાની તૈયારી કરી.
*
::
::::
:
મી
ત્યારે રાજાથી રહેવાયું નહિ તેણે મુનિની રક્ષા કરવા લૂંટારાઓનો સામનો કર્યો, ચાલીસ લૂંટારાઓ પણ એક સાથે રાજા ઉપર તૂટી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮: જૈન ધર્મની વાર્તાઓ પડ્યા. પણ બહાદુર રાજાએ તે બધા લૂંટારાઓને મારીને મુનિની રક્ષા કરી. લૂંટારાઓ ન મુનિને મારી શક્યા, કે ન રાજાને મારી શકયા. હવે આપણે અહીં બે વાત વિચારવાની છેઃ(૧) રાજા દ્વારા તો ચાલીસ લૂંટારા હણાયા. (૨) લૂંટારાઓ વડે એક પણ માણસ મર્યો નહિ.
તો હવે તે બેમાંથી વધારે હિંસક તમે કોને માનશો? રાજાને વધુ હિંસક કહેશો? કે લૂંટારાઓને?
ચોક્કસપણે તમે લૂંટારાઓને જ વધુ હિંસક કહેશો, ને રાજાને હિંસક નહીં કહો, પણ તેના કાર્યની પ્રશંસા કરશો. (૧) ૪૦ માણસો માર્યા ગયા છતાં તે રાજાને ઓછી હિંસા કેમ ગણી? (૨) અને કોઈ માણસ ન મરવા છતાં તે લૂંટારાઓને વધુ હિંસા કેમ ગણી? (૩) મુનિરાજ તો બન્ને પ્રત્યે તટસ્થ, રાગદ્વેષ વગરના છે, તેથી તેઓ વીતરાગી અહિંસક છે.
વિચાર કરતાં ઉપરના પ્રશ્નોનો ખુલાસો નીચે મુજબ આવશે -
“વધુ જીવ મરે માટે વધુ હિંસા, ને ઓછા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૬૯ જીવ મરે ત્યાં ઓછી હિંસા” એવો નિયમ નથી. જો એમ હોત તો રાજા જ વધારે હિંસક ઠરત. પણ એમ નથી. ત્યારે કેમ છે? વધુ કષાય ત્યાં વધુ હિંસા
ઓછો કષાય ત્યાં ઓછી હિંસા, ને અકષાયરૂપ વીતરાગભાવ
ત્યાં અહિંસા-એમ સિદ્ધાંત છે. * લૂંટારાઓએ મુનિને મારવાના ભાવનો ઘણો કષાય કર્યો તેથી તેને વધુ હિંસા લાગી ને તેઓ નરકમાં ગયા. * રાજાએ ઓછો કષાય કર્યો માટે તેને ઓછી હિંસા લાગી. જો કે તેને મુનિને બચાવવાનો શુભભાવ હતો, તેથી તે સ્વર્ગમાં ગયો; પરંતુ તેણે જેટલો કષાય કર્યો તેટલી તો હિંસા જ
થઈ, કેમકે કષાય પોતે જ હિંસા છે. * જેમણે રાગ-દ્વેષ ન કર્યો એવા મુનિરાજ પરમ-અહિંસક રહ્યા; ને મોક્ષ પામ્યા. આ રીતે વીતરાગભાવ તે જ અહિંસા છે, ને તે મોક્ષનું કારણ છે. [ અહિંસા-ધર્મની એક વાર્તા પૂરી.]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૭૦ : જૈન ધર્મની વાર્તાઓ
મુનિ, રાજા ને ૪૦ લૂટારા
(૧) રાજા દ્વારા ૪૦ લૂટારાનું મરણ થવા છતાં તેને ઓછી હિંસા લાગી અને તે સ્વર્ગમાં ગયો.
(૨) લૂટારાઓ દ્વારા કોઈ ન મર્યું છતાં તેઓને તીવ્ર હિંસા લાગી અને નરકમાં ગયા.
(૩) વીતરાગ ભાવમાં સ્થિત મુનિરાજ અહિંસક રહ્યા ને મોક્ષ
પામ્યા.
આ ઉપરથી નક્કી થાય છે કે જેટલો રાગ તેટલી હિંસા છે; અને જે વીતરાગભાવ છે તે જ અહિંસા છે. અહિંસા તે મોક્ષનું કારણ હોવાથી પરમ ધર્મ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
[૨૧]
એક વાણીયો રાત્રિભોજન છોડીને
રામ બન્યો....
તમેય રાત્રિભોજનનું પાપ છોડો
એક જીવ પૂર્વે ભરતક્ષેત્રમાં ધનદત્ત નામનો વાણિયો હતો. એક વાર માર્ગમાં અત્યંત થાકેલો તે ધનદત્ત, ખેખિન્ન થઈને સૂર્યાસ્ત પછી રાત્રે કોઈ ધાર્મિક આશ્રમમાં પહોંચ્યો. તેને તરસ ખૂબ લાગી હતી; તેથી ત્યાં કોઈ મહાત્માને જોઈને કહ્યું-આપ પુણ્યકાર્ય કરનારા છો, હું બહુ તરસ્યો છું માટે મને પાણી આપો !
ત્યારે તે મહાત્માએ તેને મધુરવાણીથી કહ્યું-હૈ વત્સ ! રાત્રિમાં અમૃત પણ પીવું ઉચિત નથી, તો પછી પાણીની તો શું વાત ? જ્યારે આંખ પોતાનો વેપાર (દેખવાનું ) છોડી દે છે, અને આંખથી ન દેખાય એવા સૂક્ષ્મ જીવો ચારેકોર ફરતા હોય છે, એવા અંધકારમાં રાત્રિ સમયે તું ભોજન-પાન ન કર. હે બંધુ! કષ્ટ થાય તોપણ તું રાત્રિભોજન ન કર. રાત્રિભોજન કરીને દુ:ખથી ભરેલા સંસાર–સમુદ્રમાં ન પડ.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર : જૈન ધર્મની વાર્તાઓ
ધર્માત્માની અમૃત જેવી મધુરવાણી સાંભળતાં ધનદત્તનું મન શાંત થઈ ગયું, ને પ્રસન્નતાથી તેના ચિત્તમાં દયા પ્રગટી. તેથી તેણે રાત્રિભોજન છોડીને અહિંસાદિ અણુવ્રત ધારણ કર્યા; અલ્પશક્તિને લીધે તે મહાવ્રત ધારણ કરી ન શક્યો. અણુવ્રત સહિત દેહ છોડીને તે સ્વર્ગના દેવ થયો.
બંધુઓ, આ ધનદત્તનો જીવ એ જ પછી આગળ જતાં આપણા ભગવાન રામચંદ્રજી થયા. તેમની આ વાર્તા ઉપરથી તમે પણ રાત્રિભોજનનું પાપ છોડો ને આત્મહિતનો ઉદ્યમ કરો.
[ જૈનરામાયણઃ પદ્મપુરાણમાંથી]
મોરપીંછી અને મોક્ષ એક મુમુક્ષુઃ પીંછી લીધા વગર મોક્ષ થવાનો નથી. બીજો મુમુક્ષુ: હા, અને પછી છોડ્યા વગર પણ મોક્ષ થવાનો
નથી. [ માટે પીંછી મોક્ષનું કારણ નથી; મોક્ષનું કારણ બીજું જ છે, તેને તું આત્મામાં શોધ.]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૨] અહિંસા-ધર્મની વારતા [ બીજી ] [ મુનિરાજ. સુવર.. ને... વાઘ]
એક જંગલની રમણીય ગૂફામાં ભદ્રપરિણામી એક સુવર (ભૂંડ) રહેતું હતું.
તે જંગલમાં એક વાઘ રહેતો હતો, તે કૂરપરિણામી હતો.
એક વીતરાગી મુનિરાજ વિચરતા-વિચરતા તે જંગલમાં આવ્યા; ને જે ગૂફામાં સુવર હતું તે ગૂફામાં બિરાજમાન થઈને શુદ્ધોપયોગ વડે આત્મધ્યાન કરવા લાગ્યા.
મુનિરાજને ગૂફામાં દેખીને* ભદ્રપરિણામી ભૂંડને એવો શુભ વિચાર આવ્યો કે અહા, આ કોઈ વીતરાગી મહાત્મા મારી ગૂફામાં પધાર્યા છે, એમને દેખતાં જ કોઈ અપૂર્વ શાંતિ થાય છે. એમના પધારવાથી મારી ગૂફા ધન્ય થઈ. હું કઈ રીતે તેમની સેવા કરું! એવા શુભભાવ પૂર્વક તે ભૂંડ ગૂફાના દરવાજે બેસીને મુનિરાજની રક્ષા કરતું હતું. * તે જ વખતે ગૂફા પાસે આવેલા વાઘને એવો અશુભભાવ થયો કે હું આ મનુષ્યને મારીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ : જૈન ધર્મની વાર્તાઓ
ખાઈ જાઉં.
* તે જ વખતે શુદ્ધોપયોગમાં લીન તે મુનિરાજ, નથી તો ભૂંડ ઉપર રાગ કરતા, કે નથી વાઘ ઉપર દ્વેષ કરતા;–એ તો વીતરાગ છે.
મુનિરાજને ખાઈ જવા માટે વાઘ ગુફા પાસે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૭૫ આવ્યો. ભૂંડને તેનો ખ્યાલ આવી ગયો એટલે તરત જ વચ્ચે આવીને તેણે વાઘને રોકયો.
વાઘ એના પર તૂટી પડયો... વાઘ અને ભુંડ બન્ને લડયા; ખૂબ લડયા. ક્રૂર વાઘની સામે પણ ભૂંડે બરાબર ટક્કર ઝીલી; તેના મનમાં એક જ ધૂન હતી કે પ્રાણ આપીને પણ હું મુનિને બચાવીશ. બન્ને ખૂબ લડે છે, – એક તો મુનિના રક્ષણ માટે લડે છે, ને બીજો મુનિના ભક્ષણ માટે લડે છે. લડતાં-લડતાં બન્નેએ એક બીજાને મારી નાંખ્યા... બન્નેએ એકબીજાની હિંસા કરી. વાઘ તો મરીને દુર્ગતિમાં ગયો; સુવર મરીને સુગતિમાં ગયું; મુનિરાજ તો ધ્યાનમાં જ વીતરાગપણે બિરાજી રહ્યા ને કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષગતિ પામ્યા.
આ દષ્ટાંતમાં ત્રણ પાત્રો છે:
૧. સુવ૨નો જીવઃ- જે મુનિને બચાવવાના પ્રશસ્ત રાગકષાયમાં વર્તે છે.
૨. વાઘનો જીવ:- જે મુનિરાજને મારવાના અપ્રશસ્ત દ્વેષ-કષાયમાં વર્તે છે.
૩. મુનિરાજઃ- જેઓ અકષાય વીતરાગભાવમાં વર્તે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ : જૈન ધર્મની વાર્તાઓ
હવે આમાં હિંસા અહિંસા કયા પ્રકારે છે તે જોવા માટે જ્યારે આપણે સુવર અને વાઘની સરખામણી કરશું, ત્યારે વાઘ કરતાં સુવરનાં ભાવ સારા છે, એટલે વાઘ કરતાં તે સુવરની આપણે પ્રશંસા કરીશું. | મુનિની હિંસા ન થઈ, તોપણ વાઘને પોતાના કૂર પરિણામને લીધે હિંસાનું પાપ લાગી જ ગયું ને તે દુર્ગતિમાં ગયો;
વાઘની હિંસા થઈ, છતાં ભૂંડ પોતાના શુભ પરિણામને લીધે સુગતિમાં ગયું.
એટલે માત્ર બાહ્ય જીવોનું જીવન-મરણ તે હિંસાઅહિંસા નથી, પણ જીવનો ભાવ જ હિંસા કે અહિંસા
આ દષ્ટાંતમાં મુનિની હિંસા ભલે ન થઈ તોપણ તેને મારી નાખવાના વાઘના હિંસક ભાવને તો કોઈપણ રીતે સારો નહિ જ કહેવાય. મુનિને મારવાની અપેક્ષાએ મુનિને બચાવવાનો રાગભાવ જરૂર પ્રશંસનીય છે.
–પણ
હજી આપણી વાત અધૂરી છે; કેમકે હજી ત્રીજા પાત્રને ભેળવવાનું બાકી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૭૭ જ્યારે આપણે મુનિરાજને પણ સાથે રાખીને સરખામણી કરશું ત્યારે બેધડકપણે દેખાશે કે, વીતરાગભાવમાં બિરાજમાન મુનિરાજનું કાર્ય તે જ શ્રેષ્ઠ કાર્ય છે, તે જ અત્યંત પ્રશંસનીય છે, ને તે વીતરાગભાવની સરખામણીમાં ભૂંડનો પ્રશસ્તરાગ પણ પ્રશંસનીય નથી. | મુનિરાજનો વીતરાગભાવ જ પરમ અહિંસારૂપ હોવાથી તેને આપણે પ્રશંસનીય કહેશું, ને તેને જ મોક્ષનું કારણ કહેશું. તે વીતરાગભાવની સામે ભૂંડનાં રાગભાવને આપણે “પરમ' અહિંસા નહીં કહીએ, અપિતુ તેને પણ “હિંસા” ની કક્ષામાં જ મૂકીશું. ભલે તે રાગને “પ્રશસ્ત' વિશેષણ લગાડીએ તોપણ તેને હિંસા તો કહેવી જ પડશે, કેમકે જેટલો રાગ છે તેટલી હિંસા છે. પીત્તળને પ્રશસ્ત વિશેષણ લગાડીને “પ્રશસ્ત પીત્તળ” એમ કહીએ તેથી કાંઈ તે સુવર્ણની જાતમાં તો ન જ આવે; તેમ કોઈ રાગાદિ-હિંસાને પ્રશસ્ત વિશેષણ લગાડીએ તેથી કાંઈ તે “અહિંસા” ન બની જાય.
એટલે શુભરાગવાળો તે ભૂંડનો જીવ પણ, આગળ વધીને જ્યારે રાગ વગરનો ચૈતન્યભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ : જૈન ધર્મની વાર્તાઓ પ્રગટ કરશે ત્યારે જ તે વીતરાગભાવરૂપ અહિંસા ધર્મમાં આવશે, ને તે પરમ અહિંસા ધર્મ વડે તે મોક્ષને સાધશે. આ રીતે ‘હિંસા પરમો ધર્મ:' છે.
મુનિના વીતરાગ ભાવને અને ભૂંડના રાગભાવને આપણે એક કક્ષામાં નહીં મૂકીએ, કેમકે બન્નેની જાત એકબીજાથી વિરુદ્ધ છે.
| મુનિને મારવાના ભાવની અપેક્ષાએ બચાવવાનો ભાવ તે ઉત્તમ હોવા છતાં બન્નેની કક્ષા એક છે. [ –જેમ એક જ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓમાં એક પહેલો નંબર હોય ને બીજો છેલ્લો નંબર હોય -તોપણ બન્નેની કક્ષા એક જ છે.]
વાઘ અને ભૂંડ બન્નેમાં જેટલા રાગાદિ કષાયભાવો છે તેટલી હિંસા છે; જે હિંસા છે તે અહિંસા નથી એટલે ધર્મ નથી. મુનિરાજનો વીતરાગભાવ તે અહિંસા છે,
ને તે ધર્મ છે. આવી વીતરાગી અહિંસા-ધર્મનો જય હો. [ અહિંસા-ધર્મની બીજી વાર્તા પૂરી.]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૭૯ મુનિ સુવર અને વાઘ
>
.
Gિ!
15
આ એક જ ચિત્રમાં સંસારની ચાર ગતિ અને મોક્ષરૂપ પંચમગતિ આપ જોઈ શકશો. તેનાં કારણનો વિચાર કરશો તો અહિંસાધર્મનું રહસ્ય સમજાશે. (૧) પ્રશસ્ત કપાયરૂપ હિંસાવાળા ભૂંડને સ્વર્ગમાં ભવ. (૨) અપ્રશસ્ત કપાયરૂપ હિંસાવાળા વાઘને નરકમાં ભવ. (૩) કષાય રહિત વીતરાગી અહિંસક મુનિરાજનું મોક્ષગમન.
આ રીતે વીતરાગભાવરૂપ અહિંસા તે જ ધર્મ છે, ને તે મોક્ષનું કારણ છે. રાગ તે ભવનું કારણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮) : જૈન ધર્મની વાર્તાઓ
જૈનધર્મની વાર્તાઓ “જૈનધર્મની વાર્તાઓ” ના દશ પુસ્તકોની શ્રેણીમાંથી આ પહેલું પુસ્તક રજા કરતાં આનંદ થાય છે. આપે આ પુસ્તક વાંચ્યું. મજા આવી.. ને પછીનાં પુસ્તકો વાંચવા માટે ઇંતેજારી પણ થઈ.... તો, વાર્તાનું બીજાં પુસ્તક પણ તૈયાર છે.
બાળકોને ધર્મના સંસ્કાર આપવાનું ઉત્તમ સાધન કથા-વાર્તાઓ છે; લુપ્ત થતા આપણા અમૂલ્ય કથા સાહિત્યને આધુનિક શૈલીમાં નવજીવન આપવાની ખૂબજ જરૂર છે; ને તે માટેની અમારી દીર્ઘકાળની ભાવના આ વાર્તા-શ્રેણી દ્વારા હવે કાર્યરૂપ થાય છે. આવા સુંદર સાહિત્યને વાંચી-વંચાવી ને તેના ખૂબ પ્રચારમાં સૌ સાધર્મીઓ સહકાર આપે તે જરૂરી છે.
બ્ર. હરિલાલ જૈન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(જૈન બાળકોનું ધર્મગીત) ધર્મ મારો ધર્મ મારો ધર્મ મારો રે, પ્યારો પ્યારો લાગે જૈન ધર્મ મારો રે. ૧ ઋષભ થયા, વીર થયા, ધર્મ મારો રે, બલવાન બાહુબલી સેવે ધર્મ મારો રે. ૨ ભરત થયા, રામ થયા, ધર્મ મારો રે, કુન્દ–ાન જેવા સંત થયા ધર્મ મારો રે. ૩ સીતા-ચંદના-અંજના થયા ધર્મ મારો રે, બ્રાહ્મી-રાજુલ માત શોભાવે ધર્મ મારો રે. ૪ સિંહ સેવે, વાઘ સેવે ધર્મ મારો રે, હાથી, વાનર, સર્પ સેવે ધર્મ મારો રે. ૫ આતમાનું જ્ઞાન આપે ધર્મ મારો રે, રત્નત્રયનાં દાન આપે ધર્મ મારો રે. ૬ સમકિત જેનું મૂળ છે એ ધર્મ મારો રે, મને સુખ આપે મોક્ષ આપે ધર્મ મારો રે. ૭ ધર્મ મારો ધર્મ મારો ધર્મ મારો રે, પ્યારો પ્યારો લાગે જૈન ધર્મ મારો રે. ૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________ - શ્રી કાંતમૃતિ-પ્રકાશન 8 - . પૂ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના મહાન ઉપકારોની સ્મૃતિમાં આ ચોથું પુસ્તક પ્રકાશિત કરીએ છીએ; હર્ષની વાત છે કે મુમુક્ષુ ભાઈ–બહેનો તરફથી ઉત્સાહભર્યો સહકાર મળી રહ્યો છે. બીજા નવીન પુસ્તકોનું પણ તુરતમાં પ્રકાશન થઈ રહ્યું છે: પ્રાપ્તિસ્થાન શ્રી કહાન-સ્મૃતિ પ્રકાશન સંત સાન્નિધ્ય, સોનગઢ (364250)